________________
૧૧૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૭) અબદ્ધિકવાદ :– “કર્મ જીવની સાથે બંધાતા નથી પણ કંચકની જેમ સ્પર્શમાત્ર કરી સાથે લાગ્યા રહે છે.” ગોષ્ઠામાહિલ આ મતના પ્રવર્તક હતા. દુબેલિકા પુષ્યમિત્ર આર્યરક્ષિતના ઉત્તરાધિકારી હતા, વિધ્ય નામના શિષ્યને કર્મપ્રવાદના બંધાધિકારનો અભ્યાસ કરાવી રહ્યા હતા. તે સમજાવી રહ્યા હતા કે જેવી રીતે દિવાલ ઉપર ભીની માટીના ગોળાને ફેંકવાથી ચીટકી જાય છે તેવી જ રીતે કેટલાક કર્મ આત્માની સાથે ચીટકી જાય છે. સૂકી માટીના ગોળાને દિવાલ ઉપર ફેંકતા દિવાલનો સ્પર્શ કરી નીચે પડી જાય છે. તેવી રીતે કેટલાક કર્મ સ્પર્શ માત્ર જ કરે છે, ગાઢરૂપે બંધાતા નથી. ગોષ્ઠામાહિલે આ કથન સાંભળ્યું તો અપેક્ષાની ઉપેક્ષા કરી શંકિત થઈ ગયા કે જો આત્મા અને કર્મ એકાકાર થઈ જાય તો તે જુદા થઈ શકતા નથી. તેથી આ જ ન્યાય યુક્ત છે કે કર્મ આત્માની સાથે બંધાતા નથી, માત્ર સ્પર્શ કરે છે. પુષ્યમિત્રે તેમને બહુ સમજાવ્યા પણ પોતાની જિદ ઉપર તે અડગ રહ્યા. વીર નિવણના ૬૦૯ વર્ષ બાદ ગોષ્ઠામાહિલે આ મત પ્રવર્તાવ્યો. (૧૯) સંત્રીતિર્યંચ પંચેન્દ્રિય શ્રાવકની ગતિ – પાંચે ય જાતિના મંત્રી તિર્યંચ પંચેન્દ્રિયને યથાયોગ્ય ચિંતન મનન કરવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી તેઓ શ્રાવકના વ્રત સ્વીકારી પોતાની યોગ્યતા અને ક્ષમતા અનુસાર પાલન કરે છે. સામાયિક, પૌષધોપવાસ આદિ પણ અનુકૂળતા પ્રમાણે કરે છે. તેઓ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરતાં કરતાં સમાધિપૂર્વક આયુષ્યપૂર્ણ કરી ઉત્કૃષ્ટ આઠમા દેવલોક સુધી જઈ શકે છે. તેઓ નિગ્રંથ પ્રવચન અને શ્રાવક ધર્મના આરાધક થાય છે. દેવલોકમાં તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૮ સાગરોપમનું હોય છે. તેઓ ૧૫ ભવથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતા નથી. (૨૦) શ્રમણોપાસક મનુષ્યોની ગતિઃ– કેટલાક મનુષ્યો ધર્મપ્રેમી, ધર્મશ્રદ્ધાવાળા, ધર્માનુયાયી, ધાર્મિકવૃત્તિવાળા અને ધર્મ સંસ્કારોવાળા સદાચારી તથા સંતોષી હોય છે. અલ્પારંભ, અલ્પ પરિગ્રહથી જીવન ચલાવે છે. તેઓ હિંસા આદિ મિથ્યાત્વ સુધીના ૧૮ પાપ સ્થાનકોના આંશિક ત્યાગી હોય છે અર્થાત્ અમુક અંશે મર્યાદા કરી હોય છે. આ પ્રકારના આરંભ સમારંભ કરવા-કરાવવા, ભોજનાદિ બનાવવું.બનાવડાવવું, પદાર્થોને કૂટવા, પીસવા; કોઈને મારવું, પીટવું, તાડના તર્જના કરવી, વધ બંધન કરવા, કોઈને દુઃખ દેવું ઇત્યાદિ ક્રિયાના આંશિક ત્યાગી હોય છે. સ્નાન, અત્યંગન, વિલેપન, ઉબટન, શૃંગાર, અલંકાર, માળા તેમજ મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શના સુખોના દેશથી ત્યાગી અને મર્યાદિત આગારવાળા હોય છે. તે શ્રમણોપાસક પરપીડાકારી સાવધ યોગોના અંશતઃ ત્યાગી અને મર્યાદિત આગારવાળા હોય છે. આવા શ્રમણોપાસક જીવ, અજીવ તત્વના જ્ઞાતા; પુણ્યપાપને અનુભવ
For Private & Personal Use Only
& Personal Use Only . www.jainelibrary.org
Jain Education International