________________
૧૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
થાય છે.
જયારે કેટલાક શ્રમણ સંયમનું આરાધન કરી ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છ. ત્યાંથી ચ્યવી તેઓ એક ભવ મનુષ્યનો કરી સિદ્ધ(મુક્ત) થાય છે.
ધર્મના આરાધક શ્રમણ-શ્રમણોપાસક જઘન્ય પહેલા દેવલોકમાં બે પલ્યની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. ધર્મના વિરાધક અહીં વર્ણવેલા બધાજ જઘન્ય ભવનપતિ તથા વ્યંતરમાં દસ હજાર વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થાય છે, તેમજ અન્ય ત્રણ ગતિમાં પણ જાય છે.
કેવલી સમુદ્દાત :– બધાજ કેવળી ભગવાન કેવળી સમુદ્દાત કરતા નથી. જે કેવળીને છ મહિનાથી વધુ આયુષ્ય બાકી હોય ત્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયા હોય તેઓ કેવળી સમુદ્દાત કરતા નથી.
છ મહિનાથી ઓછું આયુષ્ય હોય અથવા તો જીવનની અંતિમ ક્ષણોમાં કેવળજ્ઞાન થયું હોય તેમજ જે કેવળીને આયુષ્ય અને અન્ય કર્મની અત્યધિક અસમાનતા હોય તે કેવળી કર્મોને સમ અવસ્થામાં કરવા માટે કેવળી સમુદ્દાત કરે છે. જેને સ્વભાવિક કર્મોની અસમાનતા ન હોય તેમને કેવળી સમુદ્દાત કરવાની આવશ્યકતા રહેતી નથી. કેવળી સમુદ્દાતમાં આત્મપ્રદેશ બહાર નીકળીને ક્રમશઃ સંપૂર્ણ લોકમાં ફેલાઈ, ફરીને ક્રમશઃ શરીરસ્થ થઈ જાય છે. આ પ્રક્રિયામાં માત્ર આઠ સમય જ લાગે છે.
આ કેવળી સમુદ્દાત યોગ નિરોધ અવસ્થાના અધિકતમ અંતર્મુહૂર્ત પહેલાં થઈ જાય છે. પછી કેવળી સંપૂર્ણ યોગનો નિરોધ કરી શરીરની ર/૩ અવગાહનામાં આત્મપ્રદેશોને અવસ્થિત કરી દે છે. તે અવસ્થિત અવસ્થામાં પાંચ લઘુ અક્ષર ઉચ્ચાર જેટલો સમય રહે છે. તેને ૧૪ મું ગુણસ્થાન કહેવામાં આવે છે. તે સમય પછી તે અયોગી કેવળી સંપૂર્ણ કર્મક્ષય કરી, ઔદારિક, તેજસ, કાર્મણ શરીરનો ત્યાગ કરી શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
સિદ્ધોનું સ્વરૂપ :– જેવી રીતે અગ્નિથી બળેલા બીજ ફરીને અંકુરિત નથી થતા તેવી રીતે સંપૂર્ણ કર્મબીજ બળી જવાના કારણે સિદ્ધને પુનઃ સંસારમાં અવતરવું પડતું નથી.
વજઋષભનારાચ સંઘયણવાળા અને બધાજ સંઠાણવાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. જઘન્ય બે હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. જઘન્ય સાધિક આઠ વર્ષ(ગર્ભ સહિત નવ વર્ષ) ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વની સ્થિતિવાળા સિદ્ધ બની શકે છે.
બધા દેવલોકથી ઉ૫૨ સિદ્ધ શિલા છે, જે પૃથ્વીકાયની છે, ૪૫ લાખ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
C