________________
૧૧૬]
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીતી
આવે અને જે સુખરાશિ ભાગફળના રૂપમાં આવે તે પણ એટલી અધિક હોય છે કે સંપૂર્ણ આકાશમાં સમાઈ શકતી નથી.
જેમ કોઈ અસભ્ય વનવાસી પુરુષ નગરના અનેક વિધ ગુણોના સુખને જાણતો-સમજતો હોવા છતાં પણ પોતાના સાથી અન્ય વનવાસીઓને તે સુખ સુવિધાને જંગલની કોઈ શ્રેષ્ઠ વસ્તુની ઉપમા આપીને પણ હકીકતે સમજાવી શકતો નથી કારણ કે જંગલમાં ઉપમા આપી શકે તેવી કોઈ વસ્તુ નથી, તેમ સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થકર, કેવળજ્ઞાની ભગવંત પણ છવાસ્થોને સાંસારિક પદાર્થોની ઉપમાથી, સિદ્ધોના વાસ્તવિક સુખોને જાણતા હોવા છતાં સમજાવી શકતા નથી. માત્ર શ્રદ્ધા ઉત્પન કરાવવા માટે અંશતઃ સમજાવી શકે છે. હકીકતમાં સિદ્ધોના સુખ અનુપમ છે. તેને ઉપમા આપવા માટે સંસારમાં કોઈ પદાર્થ નથી. અહીં પણ અપેક્ષાએ સૂક્ષ્માંશમાં ઉપમા દ્વારા શ્રદ્ધા ઉત્પન્ન કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
જેવી રીતે કોઈ પુરુષ પોતાની ઇચ્છાનુસાર સર્વ ગુણો-વિશેષતાઓથી યુક્ત સ્વાદિષ્ટ ભોજન કરી, ભૂખ, તરસથી મુક્ત થઈ અપરિમિત તૃતિ, ઇચ્છિત આનંદનો અનુભવ કરે છે તે રીતે સદાય પરમ તૃપ્તિ યુક્ત, અનુપમ શાંતિયુક્ત સિદ્ધપ્રભુ વિપ્ન રહિત, શાશ્વત, પરમસુખમાં નિમગ્ન રહે છે.
તે સર્વ દુઃખોથી પાર થઈ ચૂકયા છે અર્થાત્ તેઓએ સંપૂર્ણ દુઃખના મૂળને નષ્ટ કરી નાખ્યું છે. જન્મ, જરા અને મૃત્યુના બંધનથી સર્વથા મુક્ત થયા છે. તેથી તે સિદ્ધ પરમાત્મા અનુપમ સુખ સાગરમાં સદા માટે અવસ્થિત છે.
કિસ ઔપપાતિક સૂત્ર સારાંશ સંપૂર્ણ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાના
આઠે ચ ભાગ ત્રણ વર્ષમાં
પ્રકાશિત થઈ જશે. | (ઈ.સ. ૨૦૦૨ થી ૨૦૦૪ ડિસેમ્બર સુધીમાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org