________________
તત્ત્વ શાસ્ત્ર ઃ ઔપપાતિક સૂત્ર
યોજનના વિસ્તારવાળી ગોળાકાર છે, કિનારે માખીની પાંખ જેટલી પાતળી છે, અને વચ્ચે આઠ યોજન જાડી છે. તેનું ઉપરનું તળિયું સમતલ છે અને નીચેનું છત્રાકારે ગોળ છે. તે સિદ્ધશિલા સર્વાર્થસિદ્ધ મહાવિમાનથી ૧૨ યોજન ઉપર છે. તે સિદ્ધશિલાથી ઉપર ઉત્સેધાંગુલના એક યોજન સુધી લોક છે. ત્યાર પછી અલોક છે. લોકના અંતિમ કિનારેથી લોકની અંદર ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ સુધીના ક્ષેત્રમાં અનંતાનંત સિદ્ધ ભગવંતો રહેલા છે. તે બધાયના આત્મા અવગાહનાના ઉપલા કિનારા અલોકથી સ્પર્શેલા છે.
૧૧૫
તે સિદ્ધ ભગવાન ત્યાં સાદિ અનંતકાળ સુધી અરૂપી શુદ્ધાત્મ સ્વભાવમાં સ્થિર રહે છે. સિદ્ધોના આત્મપ્રદેશોની અવગાહના જઘન્ય એક હાથ આઠ અંગુલ, ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્ય ને ૩૨ અંગુલ તથા મધ્યમ બધી અવગાહનાઓ હોય છે. ૪૫ લાખ યોજન ક્ષેત્રમાં કોઈપણ સ્થાન સિદ્ધ પ્રદેશોથી ખાલી નથી પરંતુ પ્રત્યેક પ્રદેશ ઉપર અનંત સિદ્ધોના આત્મપ્રદેશો રહેલા છે.
એક દીપકના પ્રકાશની સાથે સેંકડો દીપકોનો પ્રકાશ પણ તે જ દીપકના પ્રકાશમાં રહી શકે છે. જ્યારે આ રૂપી પુદ્ગલ પ્રકાશને રહેવામાં ક્યાંય મુશ્કેલી આવતી નથી તો અરૂપી આત્મપ્રદેશ અનંત સિદ્ધોના એકમાં અનેક વ્યાપ્ત થઈ જાય તેમાં સંદેહને સ્થાન રહેતું નથી. અર્થાત્ આવી રીતે અનંતાનંત સિદ્ધ ભગવાન એક સાથે રહે છે.
બધા સિદ્ધોની અવગાહના એક સરખી હોતી નથી. અંતિમભવમાં મનુષ્ય દેહની જે અવગાહના અને સંઠાણ હોય છે તેના બે તૃતીયાંશ અંશ જેટલી પ્રત્યેક સિદ્ધની પોત પોતાની અલગ અલગ અવગાહના હોય છે.
તે ત્યાં સ્થિર રહેતાં લોક, અલોકના બધા ભાવોને, દ્રવ્ય ગુણ પર્યાયોને કેવળજ્ઞાનથી જાણે છે અને કેવળ દર્શનથી જુએ છે. આ જ્ઞાન અને દર્શન બે આત્મગુણો જ સિદ્ધોમાં હોય છે. તેનો ઉપયોગ સાકારોપયોગ અને અનાકારોપયોગ કહેવાય છે.
સિદ્ધોના સુખનું જ્ઞાન :- સિદ્ધોના સુખને આપણે પ્રત્યક્ષ જાણી શકતા નથી કેમકે તે અરૂપી હોવાથી પરોક્ષ હોય છે. તેથી તેમને ઉપમા દ્વારા જાણવા જોઈએ.
સિદ્ધોને જે અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે તે મનુષ્ય કે દેવને પણ પ્રાપ્ત થતું નથી. કારણ મનુષ્ય અને દેવોના સુખ બાધાઓથી ભરપૂર તથા વિનાશી હોય છે. કલ્પના કરવામાં આવે કે દેવોના જીંદગીભરના બધા જ સુખોને એકઠા કરવામાં આવે અને તેને અનંતી વખત વર્ષાવર્ગિત ગુણવામાં આવે તો પણ તે મોક્ષ સુખની તોલે ન આવે.
અન્ય કલ્પનાએ– એક સિદ્ધના સંપૂર્ણ સુખને અનંતવર્ગથી ભાગવામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International