________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૧૭
જંબૂડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ્રસ્તાવના :
આ લોક ૧૪ રાજુ પ્રમાણ છે. તેમાં જીવ પરિભ્રમણ કરતો રહે છે. ઉર્વલોક, તિછલોક અને અધોલોકમાં પણ પરિભ્રમણ કરી રહ્યો છે. તિરછાલોકમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, તેમાં પણ જીવો જન્મ-મરણ કરી રહ્યા છે. પરંતુ તે દ્વીપ સમુદ્રોની મધ્યમાં અઢીદ્વીપ અને બે સમુદ્રો છે. તેમાં જીવો જન્મ મરણ પણ કરી રહ્યા છે અને મુકત પણ થઈ શકે છે. આ અઢીદ્વીપની વચ્ચોવચ્ચ અથવા બધા દ્વીપ સમુદ્રોની વચ્ચેના કેન્દ્રસ્થાને જેબૂદ્વીપ છે. આ સંપૂર્ણ તિરછાલોકની પણ મધ્યમાં છે અને તેમાં જ આપણું નિવાસ સ્થાન દક્ષિણ ભારતનો પ્રથમ ખંડ છે. તેથી મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય આ ક્ષેત્રરૂપ આપણા નિવાસસ્થાન સંબંધિત ભૌગોલિક જાણકારી પણ હોવી આવશ્યક છે. આગમોમાં આધ્યાત્મિક જ્ઞાનની સાથે અન્ય વિષય લોકસ્વરૂપ, જીવાદિ સ્વરૂપ આદિના જ્ઞાનને પણ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલ છે. તેને પણ અપેક્ષાથી અધ્યાત્મનું સહ્યોગી જ્ઞાન માનેલ છે. લોક અલોક ક્ષેત્ર તેમજ જગત પદાર્થોનું સત્ય સાત્વિક જ્ઞાન પણ આત્મામાં પરમ સંતુષ્ટિ તેમજ આનંદદાયક છે. સમ્યક્ શ્રદ્ધાનને પુષ્ટ કરનાર પણ થાય છે. સૂત્રનામઃ - આ જ ઉપક્રમમાં આ જંબૂદ્વીપ પ્રજ્ઞાપ્તિ આગમરૂપે ઉપલબ્ધ છે. તે અંગ બાહ્ય કાલિક સૂત્ર છે. નદીસૂત્રની આગમ સૂચિમાં તેની પરિગણના કરેલ છે. જંબુદ્વીપના સંબંધમાં વિવિધ પ્રકારનું જ્ઞાન કરાવનાર હોવાથી આ સૂત્રનું નામ પણ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ રાખવામાં આવેલ છે. રચનાકાર – આ સૂત્રનો રચનાકાળ અને એના રચનાકાર અજ્ઞાત છે. તેમ છતાં આ સૂત્ર આગમ લેખનકાળની પહેલાનું રચાયેલું છે તેમજ સર્વસંમત પ્રમાણિક શાસ્ત્ર છે. પરંપરાથી આ સૂત્ર પૂર્વધર જ્ઞાની બહુશ્રુત ભગવંત દ્વારા રચિત માનવામાં આવે છે. આકાર સ્વરૂપ – તેના અધ્યાયોને વક્ષસ્કાર કહેલ છે. જેની સંખ્યા ૭ છે. તે સિવાય તેમાં કોઈ વિભાગ કે પ્રતિવિભાગ નથી. આ આખું સૂત્ર એક જ શ્રુતસ્કંધરૂપ છે અને આ સૂત્રનું પરિમાણ ૪૧૪૬ શ્લોક તુલ્ય માનવામાં આવે છે. સૂત્ર વિષય :- આ સૂત્રમાં જંબુદ્વીપ સંબંધી વિસ્તૃત વર્ણન એક સાથે ઉપલબ્ધ છે. જેમાં ભરતક્ષેત્ર, કાળચક્રના છ-છ આરા, ચક્રવર્તી દ્વારા છ ખંડનું સાધવું તેમજ તેની ઋદ્ધિ, જંબુદ્વીપમાં આવેલા બધા પર્વત, નદી, ક્ષેત્ર, કહ, કૂટ, વાવડીઓ, ભવન, જંબૂ સૂદર્શન તેમજ કૂટ શાલ્મલિ નામના શાશ્વત વૃક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org