________________
તત્ત્વ શાસ્ત્ર : ઔપપાતિક સૂત્રા
૧૧૧
અવ્યક્ત છે. તેથી તેઓ શ્રમણ વ્યવહાર છોડી દુરાગ્રહમાં ફસાયા. તેમણે વીર નિર્વાણ પછી ૧૧૪ માં વર્ષે આ મત ચાલ્યો. (૪) સામુચ્છેદિક વાદઃ- કોંડિલ નામના આચાર્ય હતા. તેમના શિષ્ય અશ્વમિત્ર હતા. શિષ્યને પૂર્વનું જ્ઞાન શીખવાડી રહ્યા હતા. પર્યાય સ્વરૂપનું પ્રકરણ ચાલી રહ્યું હતું. પ્રથમ સમયના નારક સમુચ્છિન્ન થશે પછી બીજા સમયના નારક સમુચ્છિન્ન થશે. દ્રવ્યની અપેક્ષાએ તે જ નારક જીવ તે સમયની પર્યાયમાં રહેશે તેમણે તે સમય પર્યાયાત્મક દ્રષ્ટિથી જ સમુચ્છિન્નતાનું કથન કર્યું હતું પણ અસ્વમિત્રે તે પકડી લીધું કે “નારક આદિ ભાવોનો એકાંતે પ્રતિક્ષણ સમુચ્છેદ, વિનાશ થતો રહે છે. તેમણે આ પ્રરૂપણા વીરનિર્વાણ પછી ર૨૦ વર્ષે ચાલુ કરી. (૫) ઐક્રિય વાદ :– શીતલતા અને ઉષ્ણતા આ બે ક્રિયાની અનુભૂતિ એક જ સમયે એક વ્યક્તિને થાય છે– આ કૅક્રિયવાદ છે. ગંગાચાર્ય તેના પ્રવર્તક હતા. ગંગમુનિ ધનગુપ્તના શિષ્ય હતા. તે એક વખત પોતાના ગુરુની સેવામાં જઈ રહ્યા હતા, માર્ગમાં ઉલુકા નદીના પાણીમાં ચાલીને નદી પાર કરી રહ્યા હતા. માથા ઉપર સૂર્યના તાપથી ઉષ્ણતા અને પગમાં પાણીની શીતળતાનો અનુભવ થઈ રહ્યો હતો. ગંગમુનિ વિચારવા લાગ્યા– આગમોમાં બતાવ્યું છે કે એક સાથે બે ક્રિયાની અનુભૂતિ થતી નથી પણ હું તો પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. ભગવાનના નિર્વાણ બાદ રર૮ વર્ષ પછી આ નિન્દવ થયા. આગમ તત્વ એ છે કે એક જીવને એક સાથે બે ક્રિયાનો અનુભવ થઈ શકે છે પરંતુ એક સૂકમ સમયમાં જીવને એક જ ઉપયોગ હોય છે. () વેરાશિક વાદઃ– જીવ, અજીવ, નોજીવ(જીવ પણ નહી અને અજીવ પણ નહીં એવો ગેરાશિકવાદઆચાર્ય રોહગુપ્ત સ્વીકાર્યો હતો. તે અંતરંજિકા નામની નગરીમાં આચાર્યશ્રીગુખની સેવામાં જઈ રહ્યો હતો. રસ્તામાં પોશાલ પરિવ્રાજક પોતાની વિદ્યાઓનો ચમત્કાર બતાવી રહ્યો હતો. તે વાદ કરવા બધાને આમંત્રણ આપી રહ્યો હતો. રોહગુખે આમંત્રણનો સ્વીકાર કર્યો. પોશાલ વૃશ્ચિકી, સર્પિણી, મૂષિકી, વિદ્યાઓનો સાધક હતો. તેમણે ચાલાકી કરી. અને રોહગુખના સિદ્ધાંતોને જ માન્ય કરી બતાવ્યું કે રાશિ બે છે– જીવ, અજીવ. રોહગુપ્ત ખંડન ન કરી શકે તે હેતુએ જ તેણે આમ કહ્યું હતું. રોહગુપ્ત પણ બે રાશિ જ માનતા હતા. પણ પોટ્ટશાલની વાત માની લેવાથી પરાજિત થવું પડે તેથી વિરોધ કરતા સાથે કહ્યું – જગતમાં રાશિ ત્રણ છે– જીવ, અજીવ, નો જીવ અજીવ. આ પ્રરૂપણા તર્કની સાથે સિદ્ધ કરી વિજયી થયા. ગુરુદેવ શ્રીગુખે આ તર્કને અમાન્ય કર્યો, તેમને પુનઃ રાજસભામાં જઈ પ્રતિવાદ કરવાનું કહ્યું. પણ હવે તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઉભો થયો. તેમણે ગુર્વાજ્ઞાનું પાલન ન કર્યું. ત્યારથી ત્રિરાશિકવાદ શરૂ કર્યો. વીર નિર્વાણના ૫૪૪ વર્ષ પછી આ નિતવ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org