________________
તત્ત્વ શાસ્ત્ર : પપાતિક સૂત્ર
૧૦૫ ઉપર ઉભા રહી અવાજ કરી ભિક્ષા લેનારા, બહુ લાંબા સમય સુધી માત્ર એક જ મૃગ અથવા હાથી આદિનું માંસ ખાનારા, દંડને ઊંચો રાખી ચાલનારા,દિશા પ્રોક્ષીદિશાઓમાં પાણી છાંટી ફળ-ફૂલ એકઠા કરનારા અને પ્રાપ્ત આહારમાંથી દાન કરી ખાનારા, ગુફાવાસી, જલ-તટવાસી, પાણીમાં નિવાસ કરનારા, વૃક્ષ નીચે રહેનારા, કેવળ જળાહારી, કેવળ વાયુ ભક્ષી, શેવાળ, મૂળ, કંદ, ત્વચા, પત્ર, પુષ્પ, ફળ, બીજનો આહાર કરનારા, નીચે પડેલા મૂળ, કંદાદિ મળે તો જ એનો આહાર કરનારા, પંચાગ્નિ તાપથી શરીરને આતાપના દેવાવાળા.
આવા સાધક વિવિધ પ્રકારના નિયમ યુક્ત વાનપ્રસ્થ પર્યાયનું પાલન કરવાવાળા ઉત્કૃષ્ટ જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમનું ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. તેઓ પણ બાલ ભાવ અને અજ્ઞાન દશામાં હોવાના કારણે અર્થાત્ શુદ્ધ નિર્વધ ધર્મને ન સમજવાથી, ધર્મના આરાધક ન હોવાથી તેમનો દેવભવ પણ મોક્ષ હેતુક થતો નથી, સંસાર ભ્રમણ રૂપ જ હોય છે. (૧૦) કાંદપિક શ્રમણોની ગતિ :- જે શ્રમણ પ્રવ્રજિત થઈને વિવિધ હાંસીમજાકમાં ઉટપટાંગ આલાપ-સંલાપમાં, ભાંડ જેવી ચેષ્ટા કરનારા, અન્યને હસાનારા, ગાન યુક્ત ક્રીડામાં અને નૃત્યવૃત્તિમાં વિશેષ અભિરૂચિ રાખી પ્રવૃત્ત થાય છે અને તેમાં જ આનંદ માનતા રહે છે. આ પ્રકારે મોહરૂપ અને મોહવર્ધન દશામાં રહેતા થકા આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે વિરાધક થાય છે. પ્રથમ સૌધર્મદેવલોકમાં કાંદપિંક હાસ્યપ્રિય અને નોકર દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં એક લાખ વર્ષ અધિક એક પલ્યોયમની સ્થિતિ મેળવે છે. (૧૧) પરિવ્રાજકોની ગતિ – પરિવ્રાજકોના અનેક પ્રકાર હોય છે. (૧) પચ્ચીસ તત્વોને માનનારા અને અનાત્મવાદી, અનીશ્વરવાદી, સાંખ્ય મતાવલંબી (પાંચ મહા ભૂત, અગિયાર ઇન્દ્રિય, પાંચ તન્માત્રાઓ, પુરુષ, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર આ પચીસ તત્ત્વ માનનારા) (ર) હઠયોગ અનુષ્ઠાતા યોગી (૩) મહર્ષિ કપિલના મતાવલંબી (૪) ભૃગુઋષિની પરંપરાના અનુયાયી ભાર્ગવ' (૫) ગુફા, પર્વત, આશ્રમ, દેવસ્થાનમાં રહેનારા, માત્ર ભિક્ષા હેતુએ વસ્તીમાં જનારા “હંસ પરિવ્રાજક' (૬) નદીના તટે અથવા નદીના સંગમ સ્થાને રહેતા ‘પરમહંસ', મૃત્યુ સમયે વસ્ત્ર, ઘાસ આદિનો પણ ત્યાગ કરી દેનારા (૭) ગામમાં એક રાત અને શહેરમાં પાંચ રાત રહી પ્રાપ્ત ભોગોનો સ્વીકાર કરનારા બહૂદક' (૮) ગૃહસ્થાવસ્થામાં રહેતા થકા ક્રોધ, લોભ, મોહ અને અહંકારનો ત્યાગ કરનારા કુટીવતી યા કુટીચરી (૯) નારાયણમાં ભક્તિશીલ પરિવ્રાજક – “કૃષ્ણ પરિવ્રાજક' તથા આઠ બ્રાહ્મણ પરિવ્રાજક અને આઠ ક્ષત્રિય પરિવ્રાજક છે. આઠ બ્રાહ્મણ પરિવ્રાજક- કર્ણ, કરકંડ, અંબડ, પારાશર, કૃષ્ણ, દ્વિપાયન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org