________________
તત્ત્વ શાસ્ત્ર ઃ ઔપપાતિક સૂત્ર
વિશુદ્ધ પાલના કરનારા હતા; શરીર મમત્વના ત્યાગી હતા; તેજોલેશ્યા આદિ વિવિધ લબ્ધિઓના ધારક હતા. તેઓ અવધિજ્ઞાની અને મનઃપર્યવજ્ઞાની શ્રમણ શિરોમણી હતા. તેઓ બાર અંગના ધારક, ચૌદ પૂર્વધારી, અદ્વિતીય મતિશ્રુતજ્ઞાની હતા. તે શ્રમણ ગૌતમ ભગવાન મહાવીર સ્વામીના દૃષ્ટિ ક્ષેત્રમાં વિશિષ્ટ ધ્યાનમુદ્રાના આસને બેસી ધ્યાન ધરતા. તેમનું તે ધ્યાન અનુપ્રેક્ષા અને પ્રેક્ષા ધ્યાન રૂપ હતું. તે ધ્યાનના માધ્યમથી તેમને જિજ્ઞાસા ઉત્પન્ન થતી અને અવિલંબ ભગવાન પાસે જતા, વિનયપૂર્વક સમાધાન પ્રાપ્ત કરી લેતા. તે સમાધાનના કેટલાક ઉદાહરણો આ પ્રમાણે છે-
૧૦૩
(૨) પાપકર્મનો બંધ :– અસંયત, અવિરત, પાપકર્મોનો ત્યાગ ન કરનારો, વિવિધ પાપક્રિયા કરનારો, ઇન્દ્રિયોને કાબૂમાં ન રાખનારો, એકાંત પાપી, અજ્ઞાની, ભાવ નિદ્રામાં સુષુપ્ત જીવ પ્રાયઃ પાપકર્મનું જ ઉપાર્જન કરે છે. તે મોહવર્ધક પાપ કર્મનું જ ઉપાર્જન કરે છે, મોહકર્મનું વેદન કરતો હોવા છતાં ફરી ફરી મોહનીયકર્મનો બંધ કરે છે. અંતતોગત્વા દસમા ગુણસ્થાનકે ગયા પછી જ મોહનીયકર્મનો બંધ અટકે છે. ત્યાર પછી માત્ર વેદનીય કર્મનો જ બંધ થાય છે.
(૩) અસંયતની ગતિ :- અસંયત જીવ જે ત્રસપ્રાણીની ઘાતમાં અનુરક્ત રહે છે તે મૃત્યુ પામી નરકમાં જાય છે. જે ત્રસપ્રાણીની ઘાતમાં લીન નથી રહેતા, તેમાંથી કોઈ દેવ પણ બની શકે છે, તો કોઈ અન્યગતિઓમાં પણ જાય છે. દેવગતિમાં કોણ કોણ, કેવા અજ્ઞાની(અસંવૃત) જીવ જાય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે– (૪) અકામ કષ્ટસહનથી ગતિ :– જે અજ્ઞાની જીવ કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રેરણા વિના અશુભ કર્મના ઉદયથી અને પરિસ્થિતિવશ ભૂખ, તરસ, સહન કરે છે, બ્રહ્મચર્ય પાળે છે, સ્નાન નથી કરતા, ઠંડી-ગરમી સહન કરે છે, ડાંસ મચ્છરના ડંખ તથા મેલ-પરસેવાના પરીષહને સહન કરે છે, તે અલ્પ સમય યા અધિક સમય સુધી આ પ્રકારના દુઃખો ભોગવી વ્યંતર જાતિના ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ આદિ દેવ બને છે. ત્યાં ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેમનું દેવ બનવું આરાધક ભાવે નહિ પરંતુ સંસાર ભ્રમણની કોટીનું હોય છે.
-
(૫) દારૂણ દુઃખથી ગતિ જે કોઈ પ્રકારના અપરાધમાં આવવાથી રાજ્ય પુરુષો દ્વારા વિભિન્ન યાતનાઓ ભોગવી મૃત્યુ પામે છે, વિરોધીઓ દ્વારા રીબાવીને મારી નાંખવામાં આવે છે, કોઈ-કોઈ જાતે જ દુઃખથી ગભરાઈ આત્મહત્યા કરે છે, જેથી અચાનક ઘટનાગ્રસ્ત થઈ મૃત્યુ પામે છે, અંતિમ સમયે રૌદ્રધ્યાન તથા સંકિલષ્ટ પરિણામોમાં મૃત્યુ ન પામે તો એટલે કે સામાન્ય આર્ત્તધ્યાનમાં મૃત્યુ પામે તો વ્યંતર દેવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧૨,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેનો આ દેવભવ પણ ભવભ્રમણરૂપ જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org