________________
તત્ત્વ શાસ્ત્ર : ઔપપાતિક સૂત્ર
છે, મુક્તિ-કર્મ ક્ષયનો હેતુ છે, નિર્માણ-પારમાર્થિક સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ છે, નિર્વાણપદને માટે જન્મ-મરણના ચક્રરૂપ સંસારથી પ્રસ્થાન કરવાનો આ જ માર્ગ છે, વાસ્તવિક, પૂર્વાપર વિરોધથી રહિત અર્થાત્ કુતર્કોથી અબાધિત છે, વિચ્છેદ રહિત છે અને બધા દુઃખોને ક્ષીણ કરવાનો સાચો શ્રેષ્ઠ માર્ગ છે. તેમાં સ્થિર જીવ સિદ્ધિ-સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાની થાય છે, જન્મ મરણથી મુક્ત થાય છે, પરમ શાંતિમય થઈ જાય છે, બધા દુઃખોનો અંત કરે છે. જેને એક જ મનુષ્ય ભવ ધારણ કરવાનો બાકી રહ્યો છે તેવા નિથ પ્રવચનના આરાધક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ અત્યંત વિપુલ ઋદ્ધિથી પરિપૂર્ણ લાંબા આયુષ્યવાળા દેવ થાય છે, જે અસાધારણ રૂપવાળા હોય છે.
૧૦૧
જીવ ચાર કારણે નરકનો બંધ કરે છે – (૧) મહાઆરંભ (ર) મહાપરિગ્રહ (૩) પંચેન્દ્રિય વધ (૪) માંસભક્ષણ.
જીવ ચાર કારણે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) માયાપૂર્ણ આચરણ (૨) અસત્ય ભાષણ યુક્ત માયાચરણ (૩) ઉત્કંચનતા(ધૂર્તતા) (૪) વંચકતા (ઠગાઈ).
જીવ ચાર કારણે મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) પ્રકૃતિની ભદ્રતા (૨) પ્રકૃતિની વિનીતતા (૩) કરુણાશીલતા (૪) ઈર્ષાનો અભાવ.
જીવ ચાર કારણે દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. (૧) સરાગ સંયમ (૨) સંયમાસંયમ (૩) અકામ નિર્જરા (૪) બાલ તપ.
નરકમાં જનારા નારકી વિવિધ દુઃખમય વેદના પામે છે. તિર્યંચમાં જીવો શારીરિક, માનસિક સંતાપ પ્રાપ્ત કરે છે. મનુષ્ય જીવન અનિત્ય છે; વ્યાધિ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને વેદનાદિ કષ્ટોથી વ્યાપ્ત છે. દેવલોકમાં દેવ ઋદ્ધિ અને અનેક દૈવિક સુખો પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ચારગતિ, સિદ્ઘ તથા છ જીવનિકાયના જીવો અલગ-અલગ છે. કેટલાક જીવ કર્મબંધ કરે છે. કોઈ તેનાથી મુક્ત થાય છે. કોઈ કલેશ પામે છે. પણ અનાસક્ત રહેનારી કેટલીક વ્યક્તિ દુઃખોનો અંત કરે છે. આર્તધ્યાનથી પીડિત ચિત્તવાળા જીવ દુઃખ પ્રાપ્ત કરે છે. વૈરાગ્યને પ્રાપ્ત કરનારા જીવ કર્મ દલનો નાશ કરે છે. રાગ સહિત કરવામાં આવેલા કર્મોનો વિપાક પાપપૂર્ણ હોય છે. ધર્માચરણ દ્વારા સંપૂર્ણ કર્મોથી રહિત થતાં જ જીવ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે.
ધર્માચરણના બે પ્રકાર છે– (૧) આગાર ધર્મ (૨)અણગારધર્મ. અણગાર ધર્મમાં માનવ સંપૂર્ણ રૂપે, સર્વાત્મભાવથી સાવધકર્મોનો પરિત્યાગ કરી, મુંડિત થઈ મુનિ અવસ્થામાં પ્રવ્રુજિત થાય છે. સંપૂર્ણ પણે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ તથા રાત્રિભોજનથી વિરત થાય છે. આ અણગારનો સામાયિક સંયમ ધર્મ છે. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત થઈ આગમ પ્રમાણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org