________________
૧૦૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૨) અચિત્ત અયોગ્યનો ત્યાગ(વિવેક). (૩) વિનમ્રતાની સાથે ઝૂકવું(અંજલી યુક્ત) (૪) અનિમેષ દષ્ટિએ જોવું (૫) મનને એકાગ્ર કરવું. આ પાંચ અભિગમોની સાથે ભગવાનને ત્રણ વખત વંદના કરી, રાજા કુણિકને આગળ રાખીને બેઠા. અર્થાત્ રાજાની પાછળ જ બેઠા પરંતુ સ્ત્રી પરિષદમાં જઈને બેઠા નહીં. આ રીતે તે રાણીઓએ પરિજનો સહિત ભગવાનની પર્યાપાસના કરી. ૨૧. ભગવાનની ધર્મદેશના:- ભગવાને વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. મધુર, ગંભીર સ્વરયુક્ત, સ્પષ્ટ ઉચ્ચારણ યુક્ત, શ્રોતાઓની ભાષામાં પરિણત થનારી એક યોજન સંભળાય તેવી ઉચ્ચ સ્વરવાળી અર્ધમાગધી ભાષામાં ભગવાને ધર્મકથન કર્યું. ઉપસ્થિત બધા જ આર્ય-અનાર્ય જનોએ અગ્લાન ભાવે, ભેદભાવ વિનાના ધર્મનું શ્રવણ કર્યું. ભગવાન દ્વારા ફરમાવાયેલી અર્ધમાગધી ભાષા તે બધા આર્ય-અનાર્ય શ્રોતાઓની ભાષામાં બદલાઈ ગઈ.
- ધર્મદેશનાનો પ્રકાર– આ સમસ્ત સંસાર એક લોક છે. તેની બહાર અલોકનું અસ્તિત્વ છે. આ પ્રમાણે જીવ, અજીવ, બંધ, મોક્ષ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરા આદિ તત્ત્વ છે. તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, નરયિક(નરક), તિર્યંચયોનિક જીવ, માતા, પિતા, ઋષિ, દેવ, દેવલોક, સિદ્ધિ, સિદ્ધ, પરિનિર્વાણ, પરમશાંતિ, પરિનિવૃત્ત આ બધાનું લોકમાં અસ્તિત્વ છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, રતિ-અરતિ, માયામૃષા, મિથ્યા દર્શન શલ્ય આ અઢાર પાપ છે.
પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ; ક્રોધથી વિરત, માનથી વિરત, માયાથી વિરત, લોભથી વિરત, રાગથી વિરત, દ્વેષથી વિરત, કલહથી વિરત, અભ્યાખ્યાનથી વિરત, પૈશુન્યથી વિરત, પરંપરિવાદથી વિરત, રતિ-અરતિથી વિરત, માયામૃષાથી વિરત અને મિથ્યા દર્શન શલ્ય વિવેક; આ અઢાર પાપથી નિવૃત્તિ પણ લોકમાં જ છે. બધા પદાર્થોમાં અસ્તિભાવ પોતપોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી છે અને નાસ્તિ ભાવ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,ભાવની અપેક્ષાએ છે. છતાં એ બધા પોતપોતાના સ્વરૂપમાં છે. દાન, શીલ, તપ આદિ ઉત્તમ કર્મ ઉત્તમ ફળ દેનારા છે. પાપમય કર્મ દુઃખમય ફળ દેનારા છે. જીવ પુણ્ય પાપનો સ્પર્શ કરે છે, બંધ કરે છે. જીવ ઉત્પન્ન થાય છે. સંસારી જીવોને જન્મ-મરણ છે. શુભકર્મ અને "અશુભકર્મ બર્ન ફળયુક્ત છે, નિષ્ફળ જતા નથી. નિગ્રંથ પ્રવચનનું મહાભ્ય:- આ નિગ્રંથ પ્રવચનમય ઉપદેશ સત્ય છે, અનુત્તર છે, કેવલી દ્વારા ભાષિત અદ્વિતીય છે, સર્વથા નિર્દોષ છે, પ્રતિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, પ્રમાણથી અબાધિત છે, માયાદિ શલ્યોનો નિવારક છે, સિદ્ધિનો માર્ગ-ઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org