________________
તત્ત્વ શાસ્ત્ર ઃ ઔપપાતિક સૂત્ર
અત્તર આદિ લગાડી, રત્નજડિત સુવર્ણ અલંકારો પહેર્યા; મુગટ, નવસરો હાર, બાહુ કંકણ, મુદ્રિકાઓ, કુંડલાદિ ધારણ કર્યા; ઉત્તરીય પહેરીને કોરંટની માળાઓ ધારણ કરી; જાણે રાજા કલ્પવૃક્ષ ન હોય તેવા શોભી રહ્યા હતા. વિશાળ જનસમુદાયના જયજયકારની વચ્ચે રાજા હસ્તિરત્ન પર આરૂઢ થયા, ચારે તરફ ચામર ઢોળાવા(વિંઝાવા) લાગ્યા. તે સમયે એવું મનોરમ દશ્ય લાગતું હતું કે ચારે તરફના વાદળોમાંથી નીકળેલા ગ્રહ, નક્ષત્ર, તારાની વચ્ચે આકાશને દૈદીપ્યમાન કરનારો ચંદ્ર સ્થિર ન હોય !
GG
ત્યાર પછી સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય, દર્પણ આ આઠ મંગલ આગળ રવાના કર્યા. ત્યાર પછી જળ ભરેલા કળશ, જારીઓ, દિવ્ય છત્ર, પતાકા, ચામર અને ઊંચે લહેરાતી વિજય વૈજયન્તી આદિ ધ્વજા લઈ રાજપુરુષો ચાલ્યા. ત્યાર પછી આજ્ઞાપાલક છત્ર, ઉત્તમ સિંહાસનાદિ લઈને ચાલ્યા, લાઠીધારી, ભાલાધારી, સૈનિકો ચાલ્યા. ૧૦૮ શ્રેષ્ઠ જાતિના ઘોડા, ૧૦૮ હસ્તિરત્ન, ૧૦૮ રથ રવાના કર્યા. અર્ધ ભરતને જીતવામાં સક્ષમ એવા મહાબલી, ચક્રવર્તી તુલ્ય બંભસારપુત્ર કુણિક રાજાએ પૂર્ણભદ્ર ચૈત્ય તરફ પ્રસ્થાન કર્યું.
તેની પાછળ ચતુરંગણી સેના અભિવાદન, પ્રશસ્તિ, જયજયકાર કરતી ચાલી રહી હતી. રસ્તામાં નગરજનોએ અપૂર્વ ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું. તેઓ સ્વાગતગીત-ગાન કરતાં રાજાનું અભિવાદન કરી રહ્યા હતા. તેમના અભિવાદનને હાથ ઊંચા કરી ઝીલતા થકા સૌની કુશળતા પૂછતા થકા મહારાજા ચંપા નગરીની વચ્ચેથી પસાર થઈ જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, જ્યાં ભગવાનનું સમવસરણ હતું ત્યાં આવ્યા. તેઓ ભગવાનના અતિશયોને નિહાળી હસ્તિરત્ન ઉપરથી નીચે ઉતર્યા. તેમણે તલવાર, છત્ર, મુગટ, ચામરાદિ રાજચિહ્નોને દૂર કર્યા. મહારાજાએ પાદરક્ષક ઉતારી સજીવ પદાર્થ દૂર કર્યા, અભિમાન સૂચક અજીવ પદાર્થ પણ દૂર કર્યા. સીવ્યા વગરના વસ્ત્રનું ઉત્તરાસન રાખી, ધર્મનાયક પર દષ્ટિ પડતાં જ હાથ જોડી, મનને એકાગ્ર કરી પાંચે અભિગમનું અનુપાલન કરી રાજા કુણિક ભગવાન સમક્ષ ઉભા રહ્યા.
તેમણે ભગવાનને ત્રણ વખત આવર્તન આપી, વંદન-નમસ્કાર કર્યા અને મન, વચન, કાયાથી પર્યુપાસના કરી. તેઓ હાથ-પગ સંકોચી, પલાંઠી વાળી સાંભળવાની ઉત્સુક્તા પૂર્વક ભગવાન સન્મુખ મુખ રાખી, હાથ જોડી સ્થિર થઈ બેઠા. ભગવાન જે કહે તે સત્ય છે, પરમાર્થ છે, ઇચ્છિત છે, તહત્ત ઇત્યાદિ પ્રકારના વચન બોલતા થકા તીવ્ર ધર્માનુરાગમાં અનુરક્ત થઈ દેશના સાંભળવા લાગ્યા. ૨૦. રાણીઓનું આગમન :– સુભદ્રા આદિ રાણીઓ પણ દાસીઓથી ઘેરાયેલી રથમાં આરૂઢ થઈ, ચંપા નગરીની વચ્ચેથી પસા? થઈ, પૂર્ણભદ્ર ચૈત્યમાં આવી. તેણીઓ ભગવાનના અતિશયો જોઈ રથમાંથી નીચે ઉતરી (૧) સચિત્તનો ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org