________________
તત્ત્વ શાસ્ત્ર : પપાતિક સૂત્ર
قام
મુનિઓ છ બાહ્ય અને છ આત્યંતર કુલ બાર પ્રકારના તપને યથાયોગ્ય ધારણ કરનારા હતા. આ પ્રમાણે તપસંયમથી આત્માને ભાવિત કરનારા ગુણ સંપન્ન શિષ્યો હતા. ૧૬. અણગારોની જ્ઞાનારાધના :- કેટલાક શ્રમણ આચારાંગ સૂત્રને કંઠસ્થ કરનારા તો કેટલાક શ્રમણ સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ આદિને કંઠસ્થ કરી ધારણ કરનારા હતા અને કેટલાક શ્રમણો અગિયાર અંગસૂત્રો અથવા સંપૂર્ણ દ્વાદશાંગીને ધારણ કરનારા હતા. તે શ્રમણો ઉદ્યાનમાં જુદા-જુદા સ્થાને નાના-મોટા સમૂહોમાં વિભક્ત રહેતા હતા. કોઈ શ્રમણો વાચના દેતા, તો કોઈ આગમ ભણતા, ભણાવતા; કોઈ શંકાનું સમાધાન કરતા, તો કોઈ સ્વાધ્યાયનું પુનરાવર્તન કરતા, કોઈ ચિંતન-મનન કરતા, તો કોઈ વિવિધ ધર્મકથા કરતા. જ્યારે કેટલાક શ્રમણો વિશિષ્ટ આસને સ્થિર થઈ ધ્યાન ધરતા હતા.
તેઓ સંસારને મહા સમુદ્રની ઉપમાવાળો સમજી તેના ભવભ્રમણ રૂપ ભયથી ઉદ્વિગ્ન થઈ વિરક્ત ભાવમાં લીન રહેતા. તેઓ સંયમ-તપને ધર્મનૌકા સમજી તેના દ્વારા આત્માની સમ્યક રીતે રક્ષા કરતા થકા મોક્ષ પ્રાપ્તિના હેતુએ સમ્યક પરાક્રમ કરતા હતા. ૧૭. સમવસરણમાં દેવોનું આગમન – ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં ભગવાન સમોસર્યા. ભવનપતિ અસુરકુમારદેવો પોતાની ઋદ્ધિ સંપદા અને દિવ્યરૂપે ભગવાનની સેવામાં પહોંચ્યા. તેમણે ભગવાનને ત્રણ વખત આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક હાથ જોડી પર્યુપાસના કરવા લાગ્યા.
નાગકુમાર આદિ શેષ નવનિકાયના દેવો પણ સમવસરણમાં આવ્યા. તેવી જ રીતે પિશાચ, ભૂતાદિ અને અણપનક આદિ વ્યંતરદેવો આવી પપૃપાસના કરવા લાગ્યા.
બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ એવ અંગારક તથા અન્ય ગ્રહ, નક્ષત્ર, તારા, ચલ અચલ બધા પ્રકારના જ્યોતિષી દેવો સમવસરણમાં આવ્યા.
સૌધર્મ, ઈશાનાદિ ૧૨ દેવલોકના વૈમાનિક દેવ પોતાની ઋદ્ધિ, સંપદા, ધૃતિથી યુક્ત પોતપોતાના વિમાનોથી આવ્યા અને વંદન-નમસ્કાર કરી વિનયભક્તિ સહિત પર્યાપાસના કરવા લાગ્યા અર્થાત્ ઉપદેશ સાંભળવા માટે બેસી ગયા. આ બધા દેવોની સાથે તેમની દેવીઓ પણ સમવસરણમાં આવી ઉપરોક્ત વિધિપૂર્વક બેસી દેશના સાંભળવા લાગી. ૧૮. જનસમુદાયનું સમવસરણમાં આગમન – ચંપાનગરીના ત્રિભેટે, ચૌટે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org