________________
ક
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
-
--
કેટલાક શ્રમણો મતિ અને શ્રુત એમ બે જ્ઞાનના ધારક હતા. કેટલાક અવધિજ્ઞાની તો કેટલાક મન:પર્યવજ્ઞાની તો કેટલાક કેવળજ્ઞાન-દર્શનના ધારક સર્વજ્ઞ-સર્વદર્શી હતા. કોઈ શ્રમણ ઉત્કૃષ્ટ મનબળ, કોઈ વચનબળ તો કોઈ કાયબળના ધારક હતા. કેટલાક ખેલૌષધિ આદિ લબ્ધિજન્ય વિશેષતાઓના ધારક હતા. કોઈ શ્રેષ્ઠ બુદ્ધિ, બીજ બુદ્ધિ, પટબુદ્ધિ, પદાનુસારી બુદ્ધિના સ્વામી હતા. કેટલાક કાન સિવાયની અન્ય ઇન્દ્રિયો દ્વારા પણ શબ્દ શ્રવણ કરવામાં સક્ષમ હતા. કેટલાક અન્યવિશેષ લબ્ધિઓથી યુક્ત હતા. કોઈકોઈ રત્નાવલી, કનકાવલી, એકાવલી, લઘુસિંહનિષ્ક્રીડિત, મહાસિંહ નિષ્ક્રીડિત, ભદ્ર પ્રતિમા, મહાભદ્રા પ્રતિમા, સર્વતોભદ્ર પ્રતિમા, આયંબિલ વર્ધમાન તપ આદિ ઉગ્ર તપના ધારક હતા. કેટલાક આકાશગામિની વિદ્યાના કે વૈક્રિય લબ્ધિના ધારક હતા. ૧૪. સ્થવિરોનાં ગુણો :- ભગવાન મહાવીરના અંતેવાસી કેટલાક સ્થવિર ભગવંત (જ્ઞાન ચારિત્રમાં વૃદ્ધ) જાતિ સંપન્ન, કુલ સંપન, બલ સંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન, લજજા સંપન્ન, લાઘવનિરહંકાર ભાવ સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, ક્રોધજયી, માનજયી, માયાજયી, લોભજવી, ઇન્દ્રિયજયી, નિદ્રાજી, પરિષહજયી, જન્મમરણના ભયથી રહિત, સંયમ ગુણ પ્રધાન, કરણ પ્રધાન, ચારિત્ર પ્રધાન, દશ પ્રકારના યતિધર્મ યુક્ત, નિગ્રહ પ્રધાન, નિશ્ચય પ્રધાન, આર્જવ, માર્દવ, લાઘવ સંપન્ન, શાંત, દાંત, ગુપ્તિ પ્રધાન, વિદ્યા, મંત્ર, વેદ, બ્રહ્મચર્ય, નય, નિયમ, સત્ય, શૌર્ય, કીર્તિ, લજ્જા, તપ, અનિદાન, અલ્પ ઉત્સુક, અનુપમ મનોવૃત્તિ યુક્ત હતા. જેઓ વીતરાગ મહાવીર પ્રભુના પ્રવચનને પ્રમાણભૂત માનીને ચાલતા હતા. ૧૫. ગુણનિષ્પન અણગાર –ભગવાન મહાવીરના અંતેવાસી ઘણા અણગાર હતા. તેઓ ઈર્ષા, ભાષા, એષણા સમિતિ યુક્ત, ભંડોપકરણ રાખવામાં અને મળમૂત્ર ત્યાગવામાં યત્નાયુક્ત હતા. તેઓ મન, વચન, કાયાથી ગુપ્ત હતા. તેઓ બ્રહ્મચારી, અકિંચન, નિરુપલેપ; ક્રોધ, દ્વેષ, રાગ, પ્રેમ અને પ્રશંશાથી રહિત; નિગ્રંથ, શંખ સમાન નિરંગણ, વાયુ સમાન અપ્રતિહા, છલ-કપટરહિત, કાચબાની જેમ ગુખેંદ્રિય, સૌમ્ય, કોમળ, તેજયુક્ત, વેશ્યાયુક્ત, સમુદ્ર જેવા ગંભીર, મેરૂ સમાન અડોલ, પરિષદોમાં અચલ, ભારંડ પક્ષી સમાન અપ્રમત્ત, હાથી સમાન શક્તિશાળી, સિંહ સમાન અપરાજેય, પૃથ્વી સમાન સહિષ્ણુ, જ્ઞાન તથા તપતેજથી દીપતા હતા. તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની આસક્તિથી રહિત હતા. તે સાધુઓ વર્ષાવાસના ચાર મહિના છોડીને આઠ મહિનામાં ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત(એક અઠવાડિયું અને પાંચ અઠવાડિયા એટલે ર૯ દિવસ) રહેતા હતા. તેઓ ચંદનની જેમ અપકાર કરવાવાળા ઉપર પણ ઉપકારની વૃત્તિ રાખનારા અનાસક્ત, મોક્ષાભિગામી અને કર્મોનો નાશ કરનારા હતા. આ નિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org