________________
૮s મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત એનો સ્વીકાર કરે છે. પરંતુ એ ભાવ થા ક્રિયામાં પરિણત વસ્તુ માટે એ શબ્દનો પ્રયોગ કરવાનો સ્વીકાર કરે છે, એ એની વિશેષતા છે.
આ પ્રકારે આ નય કેવળ શુદ્ધ ભાવનિક્ષેપનો જ સ્વીકાર કરવાનું કથન કરે છે.
આ સાતે નય પોતપોતાની અપેક્ષાએ વચન પ્રયોગ અને વ્યવહાર કરે છે, એ અપેક્ષાએ જ એ નય કહેવાય છે. અન્ય અપેક્ષાનો સ્પર્શ કરતા નથી, ઉપેક્ષા રાખે છે, માટે તે નય કહેવાય છે. જો એ નયો બીજી અપેક્ષાનું ખંડન, વિરોધ કરે તો એ નય વચન નયની સીમાનું ઉલ્લંઘન કરીને દુર્નય બની જાય છે અર્થાત્ એની નયરૂપતા કુનયતામાં બદલાઈ જાય છે. આવા કુનયને કારણે અનેક વિવાદ તથા મત મતાંતર કે નિહવ આદિ ઉત્પન્ન થાય છે. નયમાં ક્લેશ ઉત્પાદકતા નથી. દુર્નયમાં કલેશોત્પાદકતા છે. યથા
બે વ્યક્તિઓએ એક ઢાલ જોઈ. બન્ને અલગ અલગ દિશામાં દૂર ઉભા હતા. ઢાલ એક બાજુ સુવર્ણ યુક્ત હતી તો બીજી બાજુ ચાંદીના રસયુક્ત બનાવેલી હતી. જો આ બન્ને વ્યક્તિ નયથી બોલે તો એક કહેશે “ઢાલ સુર્વણ મય છે” તો બીજો કહેશે “ઢાલ ચાંદીમય છે'. આમ કહી બન્ને પોતાના કથનના અનુભવમાં શાંત રહે તો એ નય છે. એક બીજાની નિંદા કરે કે અરે તું ગાંડો થઈ ગયો છે. જોતો નથી આ ઢાલ પીળી સોનાની દેખાય છે. બીજો કહેશે તારી આંખોમાં પીળિયો (કમળો) છે, ઢાલ તો ચાંદી જેવી સ્વચ્છ સફેદ દેખાય છે, તો આ દુર્નય છે. દુર્નયમાં ઝઘડા છે, લડાઈ છે.
અહીંયા જો સ્યાદ્વાદ, અનેકાંતવાદ આવીને ઊભો રહી જાય તો તે કહેશે કે ઢાલ સફેદ પણ છે, પીળી પણ છે. સોનારૂપ પણ છે, ચાંદીરૂપ પણ છે; તો શાંતિ થઈ જશે. આ પ્રકારે નય અને દુર્નયને ઓળખીને નય સુધી સીમિત રહેવું જોઈએ અથવા એના પર સર્વ રીતે ચિંતન કરીને અનેકાંતવાદમાં જવું જોઈએ. પરંતુ એકાંતવાદ અથવા દુર્નયનો આશરો કયારે ય ન લેવો જોઈએ. દુર્નયરૂપ એકાંતવાદના મિથ્યાત્વથી ક્લેશ તથા દુઃખની પ્રાપ્તિ થાય છે અને નયવાદ, અનેકાંતવાદથી શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.
એક વ્યક્તિ કોઈનો પિતા છે તો પુત્રની અપેક્ષાએ તેને પિતા કહેવું નય છે. પરંતુ એ પિતા જ છે, કોઈનો ભાઈ, પુત્ર, મામા, આદિ નથી એવું કથન કરવું એ દુર્નય છે. મોક્ષમાર્ગમાં શ્રદ્ધાનું સ્થાન અતિ મહત્ત્વશીલ બતાવ્યું છે, એ નય છે. પરંતુ જ્ઞાન યા ક્રિયાનું ખંડન, નિષેધ કરવો, એ દુર્નય છે. એ પ્રકારે જ્ઞાનનું મહત્ત્વ બતાવતાં તે કથનનો વિસ્તાર કરવો નય છે, પરંતુ તેની સાથે ક્રિયાનો નિષેધ નહીં હોવો જોઈએ. ક્રિયાનો નિષેધ જો જ્ઞાનના મહત્ત્વ કથનની સાથે આવી જાય છે તો તે દુર્નય છે. અથવા કયારેક ક્રિયાનું મહત્ત્વ બતાવી વિસ્તારથી તેનું કથન કરી શકાય. પણ તેની સાથે જ્ઞાનનો નિષેધ કરે કે તેને નિરર્થક કહે તો તે પણ દુર્નય થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org