________________
GO
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
'પપાતિક સૂત્રનો સારાંશ
. પ્રથમ પ્રકરણ - સમવસરણ ૧. ચંપાનગરી– અંગદેશની રાજધાની ચંપાનગરી મહાન વૈભવશાળી, સમૃદ્ધ અને સુરક્ષિત હતી, મનોહર હતી. ત્યાંની પ્રજા પણ ધન-વૈભવથી આબાદ હતી. ગાય, ભેંસ, ઘેટાં, મરઘાં, સાંઢ આદિ પશુ-પક્ષીઓ પણ ત્યાં વિપુલ પ્રમાણમાં હતા. નગરીની બહારના રસ્તાઓની બંને બાજા શેરડી, જવ, ચોખાના ખેતરો હતાં. નગરી આમોદ-પ્રમોદના અનેક સાધનોથી યુક્ત હતી.
ચોર, ડાકુ, લૂંટારા, લાંચીયા, ખીસાકાતરુ ઇત્યાદિ તે નગરીમાં નહોતા. તેથી તે નગરી ઉપદ્રવ મુક્ત, સુખ શાંતિમય હતી. ત્યાં ભિક્ષુઓને ભિક્ષા સરળતાથી મળી રહેતી. સઘન વસ્તી હોવા છતાં નગરીમાં ખૂબ શાંતિ હતી.
નટ, નર્તક, પહેલવાન, મલ્લ, મુક્કાબાજ, મશ્કરીયા, કથાકાર, ખેલાડી, સંગીતકાર, હાસ્યકાર આદિ અનેક કલાકારોથી આ નગરી પરિપૂર્ણ હતી.
તે નગરી બાગબગીચા, કૂવા, વાવડી, તળાવ આદિ જળાશયોથી સંપન્ન હતી. તે નગરીની ચારે તરફ ખૂબ વિશાળ અને ઊંડી ખાઈ હતી. તે ધનુષાકાર કોટથી (ગઢથી) ઘેરાયેલી હતી. તે કોટ પણ કાંગરા, અટ્ટાલિકાઓ, બારીઓ અને સઘન દરવાજાઓ(નંગ રદ્વાર) તથા તોરણોથી સુશોભિત હતો. નગરી શિલ્પાચાર્યોથી નિર્માયેલી હતી અને અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રોથી પરિપૂર્ણ હતી.
બજાર, વ્યાપાર ક્ષેત્ર, શિલ્પીઓ, કારીગરોના આવાસથી આ નગરી સુખ-સુવિધાપૂર્ણ હતી. તે નગરીના ત્રિભેટે, ચૌભેટે અને જ્યાં અનેક રસ્તાઓ ભેગા થતા તે સ્થાને વિવિધ દુકાનો હતી. હાથી, ઘોડા, રથ, શિબિકા, પાલખી, ડોળી, વાહનો આદિ પ્રચુર માત્રામાં ત્યાં ઉપલબ્ધ હતા. ઉત્તમ, વિશાળ તેમજ સ્વચ્છ ભવનોથી તે નગરી શોભાયમાન હતી. આમ વૈભવયુક્ત તે નગરી અનિમેષ દષ્ટિએ જોવાલાયક હતી, ચિત્તને પ્રસન્ન કરવાવાળી હતી, મનોજ્ઞ અને મનોહર હતી. ૨. પૂર્ણભદ્ર યક્ષાયતનઃ- ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં એક યક્ષાયતન હતું. પૂર્વ પરંપરાથી ચાલ્યું આવતું આ યક્ષાયતના પૂર્ણભદ્ર ચત્યના નામથી પ્રસિદ્ધ હતું. તે લોકોની માન્યતાઓ મનાવવાનું સ્થાન હતું, કેટલાક લોકોની આજીવિકાનું સાધન હતું. તે છત્ર, ઘંટા, ધ્વજા, પતાકાયુક્ત હતું. ત્યાં ભૂમિને ચંદનના છાપા લગાડેલા રહેતા; તાજા ફૂલ અને લાંબી માળાઓ લટકતી રહેતી હતી. લોબાનના ધૂપ આદિથી સદાય તે મહેકતું રહેતું. ત્યાં નટ, નર્તક, જલ, મલ્લ, મુકકાબાજ, મંખ, તુંબી વીણાવાદક, પૂજારી, ભાટ આદિ બેઠા રહેતા. નગરવાસીઓ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org