________________
૮૮]
૮૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
પપાતિક સૂત્ર
પ્રસ્તાવના :
પ્રત્યેક ભવી પ્રાણીને સંસાર પરિભ્રમણમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. તેમાં દેવ, ગુરુ અને શાસ્ત્ર અનન્ય સહયોગી છે. તીર્થકર પ્રભુના સદુપદેશથી ગણધર ભગવંતોએ ૧૨ અંગસૂત્રોની રચના કરી. તત્પશ્ચાત્ મૂર્ધન્ય આચાર્ય ભગવંતોએ તેના આધારે અનેક રચનાઓ પ્રસ્તુત કરી, જેનો અંગ બાહ્ય શાસ્ત્રોમાં સમાવેશ કરવામાં આવ્યો. નંદીસૂત્રમાં અંગપ્રવિષ્ટ અને અંગ બાહ્ય એમ બે પ્રકાર આગમના કહેલ છે તથા અંગ બાહ્યના પણ બે વિભાગ કરેલ છે– કાલિક અને ઉત્કાલિક. આ પ્રસ્તુત ઔપપાતિક સૂત્ર ઉત્કાલિક અંગ બાહ્ય સૂત્ર છે. પ્રચલિત પરંપરામાં તેને પ્રથમ ઉપાંગ સૂત્ર તરીકે માનવામાં આવે છે. ઉપાંગોની સંખ્યા પણ ૧૨ માનવામાં આવે છે. ઉપાંગ અને ઉપાંગોની સંખ્યા એ બંને ભ્રમથી પ્રચલિત થયેલી એક કલ્પના જ છે. વાસ્તવમાં “ઉપાંગસૂત્ર” નામનું એક સ્વતંત્ર સૂત્ર છે. તેના નિરયાવલિકા આદિ પાંચવર્ગ છે. ભ્રમથી તેને જ પાંચ ઉપાંગ સૂત્ર માનીને તથા ઔપપાતિક આદિ સાત સૂત્ર જોડીને બાર સૂત્ર ઉપાંગ કહેવાય છે. સાથોસાથ તેને ૧૨ અંગસૂત્રો સાથે સંબંધિત કરવાની વિચારણા પણ પ્રસ્તુત કરવામાં આવે છે. પરંતુ તેને બ્રમપૂર્ણ, અસત્ કલ્પના માત્ર જ સમજવું.
પપાતિકનો અર્થ છે નારક અને દેવોમાં ઉપપાત-જન્મ અને સિદ્ધિ આ ઔપપાતિક સૂત્રનો વિષય બે અધ્યાય(પ્રકરણ)ના રૂપમાં માનવામાં આવે છે. પ્રથમનું નામ સમવસરણ છે અને બીજાનું નામ ઉ૫પાત છે. પ્રથમ સમવસરણમાં નગરી, ઉદ્યાન, ચેત્ય, વૃક્ષ, રાજા, ભગવાન મહાવીરનું શરીર, તેમની શિષ્ય સંપદા, પરિષદમાંદેવ, મનુષ્ય તથા નરેન્દ્રનું આગમન, મૌલિક ઉપદેશ, વ્રત ધારણ, પરિષદ વિસર્જન આદિ વર્ણન છે. બીજા વિભાગમાં અસંયત જીવોનું, પરિવ્રાજકોનું તથા કુશ્રમણોનું દેવોમાં ઉત્પન્ન થવાનું વર્ણન છે. સુશ્રમણો અને સુશ્રાવકોના આચાર, ગુણ તથા આરાધનાનું વર્ણન છે. અંતમાં આરાધક સુવ્રતી જીવોની દેવગતિ તથા સિદ્ધગતિ, કેવલી સમઘાત, સિદ્ધ સ્વરૂપ એવં સુખોનું વર્ણન છે. વિશેષતાઓ – આમાં એકબાજુ જ્યાં સામાજિક, રાજનૈતિક, નાગરિક ચર્ચાઓ છે તો બીજી બાજુ ધાર્મિક, દાર્શનિક, સાંસ્કૃતિક તથ્થોનું સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org