________________
તત્ત્વ શાસ્ત્ર : ઔપપાતિક સૂત્ર
-
૮. ધારણી મહારાણી :- કોણિક રાજાની ધારણી નામની રાણી હતી. તેણીના હાથપગ સુકોમળ હતા; બધી જ ઇન્દ્રિયો પ્રતિપૂર્ણ હતી. તેણી સૌભાગ્ય સૂચક ઉત્તમ લક્ષણો(તલ-મસા આદિ ચિહ્નો)થી યુક્ત હતી; શીલ, સદાચાર, પતિવ્રતા આદિ ગુણોથી સંપન્ન હતી; દૈહિક દેખાવ, વજન, ઊંચાઈ આદિની દૃષ્ટિથી પરિપૂર્ણ, શ્રેષ્ઠ તથા સર્વાંગ સુંદર હતી. તેણીનું વ્યક્તિત્વ ચંદ્ર સમાન સૌમ્ય અને પ્રિય હતું. તે પરમ રૂપવતી હતી. તેણીના દેહનો મધ્યભાગ હથેળી જેટલો અને પેટ પર થનારી ત્રણ પ્રશસ્ત રેખાઓથી યુક્ત હતો. તેણીના કાનમાં કુંડળ શોભતા હતા. તેણીનું મુખ શરદપૂર્ણિમાના ચંદ્ર સમાન નિર્મળ, પરિપૂર્ણ તથા સૌમ્ય હતું. તેણીની વેશભૂષા જાણે શૃંગારના ઘર સ્વરૂપ હતી. તેણીની ચાલ, હાસ્ય, ભાષા, કૃતિ અને દૈહિક ચેષ્ટાઓ શ્રેષ્ઠ હતી. લાલિત્યપૂર્ણ આલાપ-સંલાપમાં તે ચતુર હતી. તેણી સમગ્ર લોક વ્યવહારમાં કુશળ હતી. આ પ્રકારે તેણી મનોરમ, દર્શનીય, મનોજ્ઞ અને મનોહર હતી. તેણી ણિક રાજા સાથે મનુષ્ય સંબંધી ઉદાર સુખો ભોગવતી રહેતી હતી.
૯. પ્રવૃત્તિ નિવેદક :– કુણિક રાજાએ પ્રચુર વેતન આપી એક એવી વ્યક્તિને નિયુક્ત કરી હતી કે જે ભગવાન મહાવીર સ્વામીના પ્રતિદિન વિહારાદિ ક્રમની પ્રવૃત્તિની જાણકારી આપે. તે પ્રવૃત્તિ નિવેદક વ્યક્તિએ પોતાના તરફથી ભોજન તથા વેતન પર અન્ય અનેક માણસો નિયુક્ત કર્યા હતા, જેઓ ભગવાનના વિહારાદિ કાર્યક્રમને જણાવતા રહેતા.
૯૩
૧૦. કુણિકની રાજયસભા :– કુણિક રાજાનું એક બહિર્વર્તી રાજ્યસભા ભવન હતું. અનેક ગણનાયક, વિશિષ્ટ જનસમૂહના નેતા, ઉચ્ચ આરક્ષક અધિકારી, અધીનસ્થ રાજા, ઐશ્વર્યશાળી પ્રભાવશાળી યુવરાજ, રાજ્ય સન્માનિત સુવર્ણપટ્ટધારી વિશિષ્ટ નાગરિક, જાગીરદાર, મોટા પરિવારોના પ્રમુખ, મંત્રીગણ, મહામંત્રી, જ્યોતિષી, દ્વારપાળ, રાજ્યાધિષ્ઠાયક, પરામર્શક, સેવક, નાગરિક, વેપારી, શેઠ, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ(સીમા રક્ષક) ઇત્યાદિ વિશિષ્ટ પુરુષોથી ઘેરાયેલા રાજા કુણિક રાજસભા ભવનમાં સિંહાસન ઉપર શોભાયમાન
થતા હતા.
૧૧. ભગવાન મહાવીર સ્વામીનું વર્ણન :– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ધર્મની આદિ કરવાવાળા સ્વયં સંબુદ્ધ તીર્થંકર હતા. પુરુષોત્તમ આદિ નમોત્થણ પઠિત ગુણોથી યુક્ત હતા. તેઓ રાગાદિ વિજેતા, કેવળજ્ઞાન યુક્ત, સાત હાથની ઊંચાઈવાળા, સમચઉરસ સંઠાણ તથા વજૠષભનારાચ સંઘયણ યુક્ત, શરીરના અંતર્વર્તી પવનના ઉચિત વેગથી યુક્ત, નિર્દોષ ગુદા યુક્ત, કબૂતર જેવી પાચન શક્તિવાળા હતા. તેમના પેટ અને પીઠની નીચેના બન્ને પડખા તથા જંઘાઓ સુશોભનીય હતી. તેમનું મુખકમળ સુરભિમય નિશ્વાસથી યુક્ત હતું. ઉત્તમ ત્વચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org