________________
તત્ત્વ શાસ્ત્ર : પપાતિક સૂત્ર
જનપદમાં તેની કીર્તિ ફેલાયેલી હતી. તે યક્ષાયતનના પૂર્ણભદ્ર દેવને અનેક લોકો ચંદન આદિથી અર્ચનીય, સ્તુતિ આદિ દ્વારા વંદનીય અને નમન કરવા યોગ્ય નમસ્કરણીય માનતા હતા. વસ્ત્રાદિથી સત્કાર કરવા યોગ્ય, મનથી સન્માન દેવા યોગ્ય, કામનાઓ પૂર્ણ કરનારા મંગલમય, અવાંછનીયસ્થિતિઓને નષ્ટ કરનારા, દેવી શક્તિ સંપન, લોકોની અભિલાષાઓને જાણનારા અને વિનયપૂર્વક ઉપાસના કરવા યોગ્ય માનતા હતા, દિવ્ય સત્ય અને સત્યફળ દેનારા માનતા હતાં. ઘણા લોકો અભિલાષાની પૂર્તિ અર્થે તેની પૂજા કરતા. તેના નામથી હજારો લોકો દાન દેતા હતા. આ પૂર્ણભદ્રદેવ દક્ષિણ દિશાના યક્ષ જાતીય વ્યંતરોના સ્વામી ઈન્દ્ર છે.] ૩. વનખંડ(બગીચો) – પૂર્ણભદ્ર યક્ષાયતની ચારે તરફ વિશાળ વનખંડથી ઘેરાયેલું હતું. વૃક્ષ, લતા આદિની સઘનતાના કારણે તે વનખંડ ક્યારેક કાળી આભાવાળું તો ક્યારેક લીલી આભાવાળું દેખાતું હતું; શીતલ અને સ્નિગ્ધ વાતાવરણવાળું હતું; સુંદર વર્ણ આદિ ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત હતું. તે વૃક્ષોની છાયા પણ ઉક્ત ગુણોથી યુક્ત હતી. સઘન છાયાને કારણે તે વનખંડ મહામેઘ સમૂહની છાયા સમાન રમણીય, આનંદદાયક લાગતું હતું. ૪. વૃક્ષો – તે વનખંડના વૃક્ષ ઉત્તમ મૂળ, કંદ, સ્કંધ, શાખા, પ્રશાખા, પાંદડા, પુષ્પ, ફળ તથા બીજ યુક્ત હતા. વૃક્ષોનું પ્રત્યેક અંગ સુંદર, સુડોળ તથા મનમોહક હતું. વૃક્ષોની મોહકતાના કારણે વિવિધ પક્ષીઓના કલરવ તથા ભમરાઓનું કર્ણપ્રિય ગુંજન ત્યાં થતું. તેની છાયા તથા સુવાસ આનંદદાયક હતા. તે વૃક્ષો ફળફલોથી પૂર્ણ રહેતા હતા. તેના ફળ સ્વાદિષ્ટ, નિરોગી અને નિષ્કટક હતા. ત્યાં વિભિન્ન પ્રકારની સુંદર ધ્વજાઓ ફરકતી રહેતી હતી. તે વનખંડમાં ચારે તરફ ગોળ અને લાંબી વાવડીઓ હતી. તેમાં જાળી ઝરૂખા સહિત સુંદર કાલીઘર બનેલા હતા. તે વૃક્ષ અત્યંત તૃપ્તિકારક તથા સુવાસ ફેલાવતા હતા, જેની મહેક દૂર-સુદૂર સુધી ફેલાતી હતી.
તે વનખંડ અનેકાનેક પુષ્પ, ગુચ્છ, લતાકુંજ, મંડપ, વિરામસ્થાનથી યુક્ત હતું અને તેની ભૂમિને ગોબરથી લીંપી સ્વચ્છ રાખવામાં આવતી હતી. ગોરોચન અને લાલ સુંદર માર્ગોથી યુક્ત હતું. ત્યાં કેટલીક ધ્વજાઓ ફરકતી હતી. તે વૃક્ષ રથ, વાહન, ડોળી, પાલખીઓને રાખવા માટે ઉપયુક્ત વિસ્તારવાળા હતા. આ પ્રકારે તે વૃક્ષ રમણીય, મનોરમ, દર્શનીય, અભિરૂપ-મનોજ્ઞ, પ્રતિરૂપ-મનમાં વસી જાય તેવા હતા. ૫. અશોકવૃક્ષ:- આ વનખંડની મધ્યમાં સુંદર અને વિશાળ અશોક વૃક્ષ હતું. તેનો ઘેરાવો ખૂબ વિસ્તૃત હતો. તેના કંદ, પાંદડા, પ્રવાલ, સુશોભિત હતા. તેના નવા પાંદડા તામ્રવર્ણવાળા આકર્ષિત હતા. તે વૃક્ષ બધી જ ઋતુઓમાં પાંદડા, મંજરી અને ફૂલોથી ખીલેલું રહેતું, પુષ્પ અને ફળોના કારણે ઝૂકેલું રહેતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org