________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
જાય છે.
માટે પોતાની અપેક્ષિત કોઈપણ અપેક્ષાનું કથન કરવું નય છે. બીજાની અપેક્ષાઓને વિષયભૂત ન બનાવવો એ પણ નય છે. પરંતુ અન્યની અપેક્ષાને લઈને વિવાદ કરવો, અન્ય સર્વે અપેક્ષાઓને અથવા કોઈ પણ અપેક્ષાને ખોટી યા નિરર્થક કહેવી દુર્નય છે. સ્યાદ્વાદ-અનેકાંતવાદ જૈનધર્મની સમન્વય મૂલકતાનો બોધક છે, તે નયોનો સમન્વય કરે છે. પ્રત્યેક વિષય કે વસ્તુને અનેક ધર્મોથી, અનેક અપેક્ષાથી જોઈ-જાણીને એનું ચિંતન કરવું અને નિર્ણય લેવો એ સમ્યગુ અનેકાંત સિદ્ધાંત છે અને એનાથી સમભાવ સામાયિકની પ્રાપ્તિ થાય છે.
અનેકાંતવાદ, નયથી સ્વયની ભિન્ન વિશેષતા રાખે છે. તે બન્નેને એક નહીં સમજવા જોઈએ. કારણ કે નય સ્વયંની અપેક્ષા દષ્ટિને મુખ્ય બતાવી, અન્ય દષ્ટિને ગૌણ કરી વસ્તુનું પ્રતિપાદન કરે છે, અન્ય દષ્ટિની ઉપેક્ષા કરે છે. જ્યારે સ્યાદ્વાદ, અનેકાંતવાદ સર્વ દષ્ટિઓને સન્મુખ રાખીને, સર્વ સત્ય આશયોને અને વિભિન્ન ધર્મોને અપેક્ષાએ જુએ છે; કોઈને ગૌણ કે કોઈને મુખ્ય પોતાની દષ્ટિએ કરતો નથી.
ટૂંકમાં, નય પોતાનામાં મસ્ત છે, બીજાની અપેક્ષા નથી રાખતો તેમજ તિરસ્કાર પણ નથી કરતો અને અનેકાંતવાદ બધાની અપેક્ષા રાખીને એની સાથે ઉદારતાથી વર્તે છે; જ્યારે દુનિય સ્વને સર્વસ્વ સમજીને અન્યનો તિરસ્કાર કરે છે.
આ પ્રકારે નય, દુર્નય એવં અનેકાંતવાદને સમજીને સમન્વય દષ્ટિ પ્રાપ્ત કરી સમભાવ રૂ૫ સામાયિકને પ્રાપ્ત કરવી જોઈએ.
આ ચોથો નય દ્વાર સંપૂર્ણ થયો.
કિ અનુયોગદ્વાર સૂત્ર સારાંશ સંપૂર્ણ
ge :
'મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના આઠ ભાગોના સેટનું
મૂલ્ય જાન્યુઆરી ૨૦૦૩ થી એક માત્ર રૂા. 100/(પોસ્ટેજ સહિત) છે. અન્ય કોઈપણ વિકલ્પ છે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org