________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
! ૮૫ |
એના માટે એ શબ્દનો પ્રયોગ કરવો શબ્દ નય છે. શબ્દ– યોગિક, રૂઢ અને યોગિકરૂઢ પણ હોય છે. તે જે-જે શબ્દના બોધક હોય છે, તેને આ નય ઉપયોગી સ્વીકાર કરે છે. યથા ૧- પાચક આયૌગિક નિરુક્ત શબ્દ છે. એનો અર્થ રસોઈયો. રસોઈ કરનારો હોય છે. ર– “ગૌ’ આ રૂઢ શબ્દ છે. એનો અર્થ છે– જવાની ક્રિયા કરનારો. પરંતુ બળદ અથવા ગાય જાતિ માટે એનો અર્થ રૂઢ થયો છે. અતઃ શબ્દનય એનો પણ સ્વીકાર કરે છે. ૩– “પંકજ' યૌગિક પણ છે અને રૂઢ પણ છે. એનો અર્થ છે કીચડમાં ઉત્પન્ન થનારું કમળ'. પરંતુ કીચડમાં તો દેડકો, શેવાળ આદિ ઘણી વસ્તુઓ ઉત્પન્ન થાય છે. એને નહીં સમજતા ફક્ત “કમળ'ને જ સમજવામાં આવે છે. આ રીતે પંકજ' એ યૌગિકરૂઢ શબ્દ છે. એનાથી કમળનો જ બોધ થાય છે. શબ્દ નય એનો પણ સ્વીકાર કરે છે.
એ પ્રકારે વિભિન્ન રીતે અર્થનો બોધક અને સર્વે શબ્દોની ઉપયોગિતા કરનારો એ “શબ્દન’ છે. સમભિરૂઢ નય :- આ નય પણ એક પ્રકારનો શબ્દનાય છે. એનું સ્વરૂપ પણ શબ્દનયની સમાન સમજવું જોઈએ. વિશેષતાએ છે કે આ રૂઢ શબ્દ આદિને પદાર્થનો અર્થ બોધક તરીકે સ્વીકાર કરતો નથી, ફક્ત યૌગિક, નિરુકત શબ્દ જે અર્થને કહે છે તે પદાર્થનો જ આ નય સ્વીકાર કરે છે. અર્થાત્ રૂઢ શબ્દનો સ્વીકાર નથી કરતો, સાથે પર્યાયવાચી શબ્દ છે એને પણ એકરૂપમાં સ્વીકાર નથી કરતો પરન્તુ ભિન્ન ભિન્ન રૂપમાં એનો સ્વીકાર કરે છે. અર્થાત્ એ પર્યાયવાચી શબ્દોનો જે નિરુક્ત અર્થ હોય છે એ શબ્દથી એ પદાર્થનો સ્વીકાર કરે છે અને બીજા પર્યાયવાચી શબ્દને વાચ્ય પદાર્થથી એનો અલગ સ્વીકાર કરે છે. યથા– જિન, કેવળી, તીર્થકર આ જિનેશ્વરના જ બોધક શબ્દ છે એવું એકાર્થક રૂપમાં પણ છે. તો પણ એ નય એનો અલગ-અલગ અર્થમાં અલગ-અલગ સ્વીકાર કરશે. આ પ્રકારે આ નય નિરૂક્ત અર્થની પ્રધાનતાએ શબ્દનો પ્રયોગ તે પદાર્થ માટે કરે છે તથા આવો પ્રયોગ કરવો ઉપયોગી માને છે. એ પર્યાય શબ્દને અલગ-અલગ પદાર્થનો બોધક માને છે. જિન, અહંત, તીર્થકર, કેવળી એ ભિન્ન-ભિન્ન ગુણવાળા પદાર્થના બોધક છે. એવંભૂત નય – જે શબ્દનો જે અર્થ છે અને તે અર્થ જે પદાર્થનો બોધક છે તે પદાર્થ જ્યારે એ અર્થનો અનુભવ કરાવે, એ અર્થની ક્રિયાશીલ અવસ્થામાં હોય ત્યારે એ માટે એ શબ્દનો પ્રયોગ કરવો, એ આ એવંભૂત નયનો આશય છે. અર્થાત્ જે દિવસે જે સમયે તીર્થની સ્થાપના કરી તે સમયે તીર્થકર શબ્દનો પ્રયોગ કરવો. જે સમયે સુરાસુર દ્વારા પૂજા કરાય છે તે સમયે અહંતુ કહેવું, કલમથી
જ્યારે લખવાનું કાર્ય કરાય છે ત્યારે એને માટે લેખની' શબ્દનો પ્રયોગ કરવો. સમભિરુઢ નયનિરુક્ત અર્થવાળા શબ્દનો સ્વીકાર કરે છે અને એવંભૂત નય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org