________________
વર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
એને નારકી દેવતા આદિ વિશેષ ભેદથી કહેશે.
(૪) જ્જુ સૂત્ર નય :- આ નય ભૂત-ભવિષ્યનો સ્વીકાર નથી કરતો. ફક્ત વર્તમાન ગુણધર્મનો સ્વીકાર કરે છે અર્થાત્ વર્તમાનમાં જે પદાર્થનું સ્વરૂપ કે અવસ્થા કે ગુણ છે તેને એ નય માનશે અને કહેશે પરંતુ શેષ અવસ્થાની અપેક્ષા કરતો નથી. આ નય ફક્ત ભાવ નિક્ષેપનો સ્વીકાર કરે છે.
(૫) શબ્દનય :– કાલ, કારક, લિંગ, વચન, સંખ્યા, પુરુષ, ઉપસર્ગ આદિ શબ્દોના જે અર્થ પ્રસિદ્ધ થાય, તેનો સ્વીકાર કરવાવાળો નય એ શબ્દ નય છે.
એક પદાર્થને કહેવાવાળા પર્યાયવાચી શબ્દોને એકાર્થક એક રૂપમાં આ નય સ્વીકાર કરી લે છે. અર્થાત્ શબ્દોને વ્યુત્પત્તિ અર્થથી, રૂઢ પ્રચલનથી અને પર્યાયવાચી રૂપમાં પણ સ્વીકાર કરે છે.
(૬) સમભિરૂઢ નય :- પર્યાયવાચી શબ્દોમાં નિરૂક્તિ ભેદથી જે ભિન્ન અર્થ હોય છે એને અલગ-અલગ સ્વીકાર કરનારો એવંભૂત નય છે. શબ્દ નય શબ્દોની અપેક્ષા રાખે છે. અર્થાત્ સર્વે શબ્દોને અને એના પ્રચલનને માને છે, પરન્તુ આ નય એ શબ્દોના અર્થની અપેક્ષા રાખે છે. પર્યાય શબ્દોના વાચ્યાર્થવાળા પદાર્થોને ભિન્ન ભિન્ન માને છે. આ નય વિશેષનો સ્વીકાર કરે છે. સામાન્યને નથી માનતો; વર્તમાન કાળને માને છે અને એક ભાવ નિક્ષેપનો જ સ્વીકાર કરે છે.
(૭) એવંભૂત નય ઃ– અન્ય કોઈપણ અપેક્ષા યા શબ્દ અથવા શબ્દાર્થ આદિનો સ્વીકાર નહીં કરતાં એ જ અર્થમાં ઉપયુક્ત(ઉપયોગ સહિત) અવસ્થામાં એ નય વસ્તુનો સ્વીકાર કરે છે; અન્ય અવસ્થામાં વસ્તુનો સ્વીકાર કરતો નથી, સમભિરૂઢ નય તો અર્થ ઘટિત હોવાથી એ વસ્તુનો અલગ સ્વીકાર કરી લે છે. પરંતુ આ નય તો અર્થની જે ક્રિયા છે તેમાં વર્તમાન વસ્તુનો જ સ્વીકાર કરે છે અર્થાત્ ક્રિયાન્વિત રૂપમાં જ શબ્દ અને વાચ્યાર્થવાળી વસ્તુનો સ્વીકાર કરે છે. આ પ્રકારે આ નય શબ્દ, અર્થ અને ક્રિયા ત્રણેને જુએ છે. વસ્તુના જે નામ અને અર્થ છે, તેવી જ તેની ક્રિયા અને પરિણામની ધારા હોય, વસ્તુ સ્વયંના ગુણધર્મમાં પૂર્ણ હોય અને પ્રત્યક્ષ દેખાય, સમજાય તેને જ તે એવંભૂત નય વસ્તુરૂપમાં સ્વીકાર કરે છે. એક અંશ પણ ઓછો હોય તો તે આ નયને સ્વીકાર્ય નથી.
આ પ્રકારે આ નય સામાન્યને સ્વીકારતો નથી, વિશેષને સ્વીકારે છે. વર્તમાનકાળ એવં ભાવનિક્ષેપનો સ્વીકાર કરે છે.
દૃષ્ટાંતો દ્વારા પુનઃ નયસ્વરૂપ વિચારણા
નૈગમ નય :- આ નયમાં વસ્તુ સ્વરૂપને સમજવામાં કે કહેવામાં તેના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બન્નેની પ્રધાનતાનો સ્વીકાર હોય છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org