________________
તવ શાસ્ત્ર : અનુયોગહાર સૂત્રો
૮૧
દેવામાં આવે છે. સૂત્રોક્ત સાત નય આ પ્રકારે છે– (૧) નૈગમ નય (૨) સંગ્રહ નય (૩) વ્યવહાર નય (૪) ઋજુ સૂત્ર નય (૫) શબ્દ નય (૬) સમભિરૂઢ નય (૭) એવંભૂત નય. (૧) નૈગમ નય – આ નયમાં વસ્તુના સામાન્ય અને વિશેષ ઉભય ધર્મોના અલગ-અલગ અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે. અર્થાત્ કોઈ વસ્તુમાં અંશ માત્ર પણ પોતાનો વાચ્ય ગુણ હોય તો પણ એને સત્યરૂપમાં સ્વીકાર કરાય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલનો પણ અલગ-અલગ સ્વીકાર કરાય છે. અર્થાત જે થઈ ગયું છે, જે થઈ રહ્યું છે, જે થવાનું છે, એને સત્યરૂપમાં આ નય સ્વીકાર કરે છે. નએક+ગમ = નૈગમ – જેમાં વિચાર ફકત એક નહિ પણ અનેક પ્રકારોથી કરાય છે. વસ્તુઓના ધર્મોનું અલગ-અલગ અસ્તિત્વ સ્વીકાર કરવાવાળો આ નય છે. તીર્થકર આદિ મહાપુરુષોના જન્મ દિનનો સ્વીકાર કરીને ઉજવાય છે તે પણ નૈગમ નયથી સ્વીકાર કરાય છે. આ નય ચારે ય નિક્ષેપોનો સ્વીકાર કરે છે. (૨) સંગ્રહનય :- આ નયમાં વસ્તુના સામાન્ય ધર્મનો સ્વીકાર કરાય છે. અલગ-અલગ ભેદોથી વસ્તુને ભિન્નભિન્નરૂપે સ્વીકાર નહીં કરતા, સામાન્ય ધર્મથી જાતિવાચકરૂપથી વસ્તુનો સંગ્રહ કરીને એને એક વસ્તુરૂપ સ્વીકાર કરીને કથન કરવામાં આવે છે. એની વિભિન્નતાઓ અને વિશેષતાઓને એક રૂપ સ્વીકાર કરીને આ નય કથન કરે છે. અર્થાત્ આ ભય યુક્ત કથનમાં સામાન્ય ધર્મની વિવિક્ષાની પ્રમુખતા રહે છે અને વિશેષ ધર્મ ગૌણ હોય છે. આ નય ભેદ-પ્રભેદોને ગૌણ કરે છે અને સામાન્ય-સામાન્યને ગ્રહણ કરે છે. આવું કરતાં એ વિશેષને પણ ગ્રહણ કરે છે પરંતુ વિશેષ ધર્મને સામાન્ય ધર્મરૂપમાં સ્વીકાર કરીને એમાં અનેક વસ્તુઓને સંગ્રહિત કરે છે. યથા– “ઘડા'દ્રવ્યનું કથન કરીને બધાજ ઘડાનો સ્વીકાર કરાયો છે. ભલે તે નાનો હોય કે મોટો હોય અથવા એક કે અનેક રંગનો હોય અથવા તેમાં અનેક ગુણ ભેદ કે મૂલ્યભેદ કેમ ન હોય, પરંતુ ઘડી એ ઘડો છે અને ભેદ, પ્રભેદ અને અલગ અલગ વસ્તુનો સ્વીકાર એમાં નથી હોતો. જ્યારે “વાસણ” દ્રવ્યનો બોધ પણ બધી જાતના વાસણોને એકમાં સમાવિષ્ટ કરીને કરાય છે. અલગ-અલગ જાતિ યા અલગ-અલગ પદાર્થોની ભિન્નતાની અપેક્ષા આ નયમાં રખાતી નથી. આ નય વિશેષનો ગ્રાહક નથી, તોપણ ત્રણે ય કાળની અવસ્થા અને ચારે ય નિક્ષેપનો સ્વીકાર કરે છે. (૩) વ્યવહાર નય :- વ્યવહારમાં ઉપયુક્ત જે પણ વસ્તુનો વિશેષ વિશેષતર ગુણ ધર્મ છે તેને સ્વીકાર કરનારો આ વ્યવહાર નય છે. એ નયવસ્તુની સામાન્ય સામાન્યતર ધર્મની અપેક્ષા રાખતો નથી. પોતાના લક્ષિત વ્યવહારોપયુક્ત વિશેષધર્મને સ્વીકાર કરવાની અપેક્ષા રાખે છે. એ ત્રણે ય કાળની વાતનો અને ચારે નિક્ષેપોનો સ્વીકાર કરે છે. સંગ્રહ નય જીવોને જીવ શબ્દથી કહેશે તો આ નય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org