________________
૬૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૨) નામ ઉપક્રમ – નામ ઉપક્રમના દસ પ્રકાર છે. યથા– એક નામ, બે નામ, ત્રણ નામ યાવતું દસ નામ. એક નામ:- દ્રવ્ય ગુણ પર્યાયના જે નામ લોકમાં રૂઢ થયેલા છે તે બધાની “નામ” એક સંજ્ઞા હોવાથી સર્વે એક નામ છે. બે નામ:- એકાક્ષર “શ્રી આદિ, બે અક્ષર દેવી' આદિ અથવા જીવ અજીવ એ બે “નામ” છે. વિશેષિત, અવિશેષિત ભેદરૂપ અપેક્ષાએ બે નામ અનેક પ્રકારના થાય છે. જેમ કે- જીવ અવિશેષિત અને નારકી ઇત્યાદી વિશેષિત. નારકી અવિશેષિત, રત્નપ્રભા ઇત્યાદિ વિશેષિત. એ રીતે મેદાનભેદ કરતાં અનત્તર દેવ અવિશેષિત, વિજય, વૈજયંત વિશેષિત છે. આ બે નામ છે. તે જ રીતે અજીવ દ્રવ્યમાં સમજવું. ત્રણ નામ:- દ્રવ્ય, ગુણ, પર્યાય આ ત્રણ નામ છે. એમાં દ્રવ્યના ૬ ભેદ, ગુણના વર્ણાદિ પાંચ ભેદ તેમજ ર૫ ભેદ અને પર્યાયના એક ગુણ કાલા યાવત્ અનંત ગુણ કાલા ઇત્યાદિ અનંત ભેદ છે.
સ્ત્રી, પુરુષ, નપુંસક આ પણ ત્રણ નામ છે. સ્ત્રી નામના અંતમાં સ્વર આ, ઈ, ઊ હોય છે. પુરુષ નામના અંતમાં આ, ઇ, ઊ, ઓ હોય છે. નપુંસક નામના અંતમાં એ, ઈ, ઉં હોય છે. જેમ કે – ૧. માળા, લક્ષ્મી, વધૂ, . રાજા, ગિરી, ૩. ધન્ન, અચ્છિ, મહું. ચાર નામ:- નામ ચાર પ્રકારથી બને છે. ૧. આગમથી, ર. લોપથી, ૩. પ્રકૃતિથી ૪. વિકારથી. ઉદાહરણ –
(૧) પહ્માનિ, પયાસિ, કુંડાનિ, (૨) તેડત્ર રથોડત્ર (અ નો લોપ) (૩)અગ્નિ એતો, પર્ ઈમો (એમાં સંધી નથી. પ્રકૃતિ ભાવ થવાથી), (૪)દંડસ્ય + અગ્ર = દંડાગ્રં (એક વર્ણના સ્થાન પર અન્ય વર્ણ.) પાંચ નામ:- ૧. કોઈ વસ્તુનો બોધ કરાવનાર શબ્દ યા નામ તે નામિક નામ છે. ૨. હજુ આદિ નેપાતિક નામ છે. ૩. થાવતિ આદિ તિગત ક્રિયાઓ આખ્યાતિક નામ છે. ૪.પરિ ઇત્યાદિ ઉપસર્ગ ઔપસર્ગિક નામ છે. ૫. “સંત” ઇત્યાદિ મિશ્ર સંયોગી નામ છે. તેમાં ઉપસર્ગ પણ છે, નામિક પણ છે. છ નામ :- (૧) ઉદય ભાવ–આઠ કર્મોનો ઉદય. જેમાં જીવ ઉદય નિષ્પન્નમનુષ્યત્વ, ત્રણત્વ, દેવત્વ વગેરે અને અજીવ ઉદય નિષ્પન્ન- શરીર વગેરે. (૨) ઉપશમ ભાવ:- મોહનીય કર્મના ઉપશમથી ઉપશમ સમકિત, ઉપશમશ્રેણી, ઉપશાંત મોહ ગુણસ્થાન, ઉપશમ ચારિત્ર લબ્ધિ. (૩) ક્ષાયિક ભાવ:- આઠ કર્મ તથા તેની સમસ્ત પ્રકૃતિઓના ક્ષયથી ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only For
www.jainelibrary.org