________________
| ૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત કાંટામાં મોટા તોલમાપથીંતોળાય છે. આ પ્રતિમાન પ્રમાણ અને ઉન્માન પ્રમાણમાં અંતર સમજવું. પ્રતિમાન માપ આ પ્રમાણે છે- ૫ ગુંજા (રતિ)
૧ કર્મ માસક (માસા) ૪ કાંકણી
૧ કર્મ માસક (માસા) ૩ નિષ્પાવ
૧ કર્મ માસક (માસા) ૧૨ માસા
૧ મંડળ ૪૮ કાંકણી = ૧ મંડળ
૧૬ માસા = ૧ તોલા સોના મહોર) ક્ષેત્ર પ્રમાણ – એનો જઘન્ય એકમ 'અંગુલ' છે. અંગુલ ત્રણ પ્રકારના હોય છે. યથા– (૧) આત્માંગુલ– જે કાળમાં જે મનુષ્ય હોય છે, તેમાં પણ જે પ્રમાણ યુક્ત પુરુષ હોય છે, તેના અંગુલને આત્માગુલ કહેવાય છે.
પ્રમાણયુક્ત પુરુષ તે હોય છે જે સ્વયંના અંગુલથી એકસો આઠ અંગુલ પ્રમાણ હોય છે અથવા ૯ મુખ પ્રમાણ હોય છે. એક દ્રોણ જેટલું તેના શરીરનું આયતન હોય છે અને અર્ધભાર પ્રમાણ જેનું વજન હોય છે. દ્રોણ અને અર્ધભારમાં પ્રાયઃ ૬૪ શેરનું પરિમાણ હોય છે. (૨) ઉત્સધાંગુલ:- ૮ વાળાગ્ર = એક લીખ, આઠલીખ = એક જૂ, આઠ જૂ = એક જવમધ્ય, આઠ જવમધ્ય = એક ઉત્સધાંગુલ અર્થાત્ ૮૪૮૮૮૪૮ = ૪૦૯૬ વાળના ગોળ ભારા. એનો જેટલો વિસ્તાર(વ્યાસ) હોય છે, એને એક ઉત્સધાંગુલ કહેવાય છે. આ અંગુલ લગભગ અડધા ઇંચ બરાબર હોય છે, એવું અનુમાન છે. જેથી ૧ર ઈચ = ૨૪ અંગુલ = ૧ હાથ = ૧ ફૂટ હોય છે. (૩) પ્રમાણાંગુલ – ચક્રવર્તીના કાંકણીરત્નના તલિયા અને ૧ર હાંસ હોય છે. પ્રત્યેક હાંસ એક ઉત્સધાંગુલ પ્રમાણ હોય છે. ઉસેધાંગુલથી હજારગણો પ્રમાણાંગુલ હોય છે. શ્રમણ ભગવાન મહાવીરના અંગુલ ઉત્તેધાંગુલથી બમણા હોય છે. અર્થાત્ ૮૧૯૨(વાળના) કેશનો ગોળ ભારો બનાવવાથી જેટલો વિસ્તાર થાય, તેટલો ભગવાન મહાવીર સ્વામીનો અંગુલ હોય છે. એમ ૪૦૯૬000 વાળના ગોળાના બનાવેલ ભારાનો જેટલો વિસ્તાર થાય છે, તેટલો એક પ્રમાણાંગુલ અર્થાત્ અવસર્પિણીના પ્રથમ ચક્રવર્તીનો અંગુલ હોય છે. યોજન:– ૧ર અંગુલ = એક વેત, બે વેંત = એકહાથ, ચારહાથ = એક ધનુષ, બે હજાર ધનુષ = એક ગાઉ, ચાર ગાઉ = એક યોજન. આ માપ ત્રણ પ્રકારના અંગુલમાં સમજવા. આ પ્રકારે યોજન પર્યત બધા માપ ત્રણ પ્રકારના હોય છે. તેમાં આત્માંગુલથી તે કાળના ક્ષેત્ર, ગ્રામ, નગર, ઘર વગેરેના માપ કરાય છે. ઉસેધાંગુલથી ચાર ગતિના જીવોની અવગાહનાનું માપ કહેવાય છે. પ્રમાણાંગુલથી શાશ્વત પદાર્થો અર્થાતુદ્વીપ, સમુદ્ર, પૃથ્વપિંડવિમાન, પર્વત,કૂટ વગેરેની લંબાઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org