________________
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
-
-
-
-
-
સિદ્ધાંતોનું કથન કરવું પરમત વક્તવ્યતા છે.
આ કથન ૬ વિશેષણોવાળું હોઈ શકે છે– (૧) સામાન્ય અર્થ વ્યાખ્યાન, (૨) પ્રાસંગિક વિષયનું લક્ષણ આદિ યુક્ત કથન, (૩) કંઈક વિસ્તારથી પ્રરૂપણ, (૪) દષ્ટાંત દ્વારા વિષયને સ્પષ્ટ રૂપથી સમજાવવો. (૫) દષ્ટાંતને પુનઃ ઘટિત કરવું, (૬) ઉપસંહાર કરવો અર્થાત્ અંતમાં વિવેચનનો જે આશય છે એ સિદ્ધાંત સારને પુનઃ સ્થાપિત કરવો. (૫) અર્વાધિકાર :- જે અધ્યયનનો વણ્ય વિષય છે એના અર્થનું કથન કરવું અર્થાધિકાર કહેવાય છે. યથા– આવશ્યક સૂત્રના પ્રથમાદિ અધ્યયનનો અર્થ બતાવવો જેમ કે સામાયિક = સાવધયોગોનો ત્યાગ કરવો. ચતુર્વિશતિસ્તવચોવીસ તીર્થકરોના ગુણ ગ્રામ કરવા. ઇત્યાદિ અર્થાધિકાર છે. (૬) સમાવતાર - બધા દ્રવ્ય આત્મભાવની અપેક્ષા સ્વયંના અસ્તિત્વમાં રહેલા છે, એ આત્મ સમવતાર છે. આધાર આશ્રયની અપેક્ષા પર વસ્તુમાં સમવસૂત થવાથી એનો પર સમવતાર પણ થાય છે. યથા- કુંડામાં બોર, ઘરમાં સ્તંભ.
૧૦૦ ગ્રામનું માપ આત્મભાવથી સ્વમાં અવતરિત છે અને પરસમવતારની અપેક્ષા ર00 ગ્રામમાં પણ રહેલું છે. જંબૂદ્વીપ આત્મભાવથી સ્વમાં અવતરિત છે. અને પર સમવતારની અપેક્ષા તિરછા લોકમાં રહેલો છે. એવી રીતે કાળના સમય, આવલિકા, મુહૂર્ત, વર્ષ વગેરે માટે સમવતારમાં સમજી લેવું. એવી રીતે ક્રોધાદિ જીવવાદિનો સમવતાર સમાવેશ પણ સમજી લેવો. આ છ પ્રતિદ્વારો યુક્ત અનુયોગનો પ્રથમ ઉપક્રમ દ્વારસંપૂર્ણ થયો. (૨) નિક્ષેપ દ્વાર :- ઇષ્ટ વસ્તુનો નિર્ણય કરવા માટે અપ્રાસંગિકનું નિરાકરણ અને પ્રસંગ પ્રાપ્તનું વિધાન કરવું એ નિક્ષેપ છે. આવશ્યક સૂત્રના નિક્ષેપ પછી અધ્યયન'ના નિક્ષેપનો પ્રસંગ હોવાથી અહીં સર્વ પ્રથમ ૧. “અધ્યયન’નો નિક્ષેપ કરાય છે. ત્યાર પછી ૨. અક્ષીણ ૩. આય અને ૪. ક્ષપણા નો નિક્ષેપ છે. નિક્ષેપ ઓછામાં ઓછુંચાર દ્વારોથી કરાય છે. અધિક કરવો એચ્છિક પ્રસંગાનુસાર હોય છે. અધ્યયન – નામ, સ્થાપના અને દ્રવ્ય અધ્યયનનું કથન પૂર્વમાં વર્ણવેલ આવશ્યક આદિની સમાન છે. ભાવ :- અધ્યયનનું જ્ઞાન અને એમાં ઉપયુક્ત થવા પર ભાવ અધ્યયન છે. સામાયિક આદિ અધ્યયનમાં ચિત્ત લગાડવું નવા કર્મોનો બંધ નહીં કરવો. પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરવો એ ભાવ ક્રિયાત્મક(નો આગમત) અધ્યયન છે. અક્ષીણ :- નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચાર ભેદોથી એનો નિક્ષેપ પૂર્વવતું સમજવો. ભાવ અક્ષણ – જે જ્ઞાતા ઉપયોગ યુક્ત છે તે ભાવ અક્ષીણ છે. જેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org