________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
(૨) મધ્યમ પરિત્તા અસંખ્યાતા− જઘન્ય પરિત્તા અસંખ્યાતા અને ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાતાની વચલી બધી સંખ્યા.
(૩) ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાતા— જઘન્ય પરિત્તા અસંખ્યાતાની સંખ્યાને એજ સંખ્યા વડે અને એટલી વાર ગુણાકાર કરતાં જે સંખ્યા આવે, તેમાં એક ઓછું કરતાં ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાત થાય છે. યથા– પાંચને પાંચથી પાંચવાર ગુણાકાર કરીને એક ઓછું કરવાથી ૩૧૨૪ સંખ્યા આવે છે. (પ×પ×પ×પ×૫-૩૧૨૫-૧ =૩૧૨૪).
૫
(૪) જઘન્ય યુક્તા અસંખ્યાતા- ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાતાથી એક અધિક. (૫) મધ્યમ યુક્તા અસંખ્યાતા— જઘન્ય અને ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતાની વચલી બધી સંખ્યા.
(૬) ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતા— જઘન્ય યુક્તા અસંખ્યાતાની સંખ્યાને એજ સંખ્યા વડે એટલી વાર ગુણાકાર કરીને તેમાંથી એક ઓછું કરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાત છે.
(૭) જઘન્ય અસંખ્યાતા અસંખ્યાત- ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતથી એક અધિક. (૮) મધ્યમ અસંખ્યાતા અસંખ્યાત- જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતાઅસંખ્યાતની વચલી બધી સંખ્યા.
(૯) ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાત- જઘન્ય અસંખ્યાતા અસંખ્યાત સંખ્યાને એજ સંખ્યા વડે એટલી જ વાર ગુણાકાર કરીને એક ઓછું કરતાં જે રાશિ આવે તે ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાત છે.
અનંતનું પ્રમાણ ઃ- (૧) જઘન્ય પરિત્તા અનંત–ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાતથી એક અધિક. આ રીતે અસંખ્યાતના ૯ ભેદ જે ઉપર બતાવ્યા છે તે જ પ્રમાણે અનંતના આઠ ભેદ સમજવા જોઈએ. એના નામ- (૨) મધ્યમ પરિત્તા અનંત (૩) ઉત્કૃષ્ટ પરિત્તા અનંત (૪) જઘન્ય યુક્તા અનંત (૫) મધ્યમ યુક્તા અનંત (૬) ઉત્કૃષ્ટ યુક્તા અનંત (૭) જઘન્ય અનંતા અનંત (૮) મધ્યમ અનંતા અનંત. અનંતનો નવમો ભેદ નથી. અર્થાત્ લોકની અધિકતમ દ્રવ્ય ગુણ યા પર્યાયની સમસ્ત સંખ્યા આઠમા અનંતમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. અતઃ નવમા ભેદની આવશ્યકતા નથી.
ભાવ શંખ :- જે જીવ બેઇન્દ્રિય શંખના ભવમાં છે અને તે આયુષ્ય આદિ કર્મ ભોગવી રહેલ છે તે ભાવ શંખ છે.
ઉપક્રમહારનો આ ત્રીજો ‘પ્રમાણદ્વાર’ સંપૂર્ણ થયો.
(૪) વક્તવ્યતા :- અધ્યયન આદિના પ્રત્યેક અવયવનું વિવેચન કરવું. એમાં પોતાના જિનાનુમત સિદ્ધાંતનું કથન કરવું એ સ્વમત વક્તવ્યતા છે અને અન્યમતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org