________________
૦૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીતા
જગ્યા રહી જાય છે. પછી હલાવી હલાવીને રેતી નાખશો તો તે પણ સમાઈ જશે. ત્યાર પછી તેમાં પાણી નાંખશો તો તે પણ સમાઈ જશે.
જે પ્રમાણે સાગનું લાકડું સઘન નક્કર હોય છે, તેમાં આપણને કયાંય પોલાણ નથી દેખાતી. છતાં જો તેમાં ઝીણી ખીલી લગાડવામાં આવે તો તેને સ્થાન મળી જાય છે. તેમાં સઘન દેખાવા છતાં પણ આકાશ પ્રદેશ અનવગાઢ રહે છે. એવી જ રીતે એક યોજના એ પલ્યમાં વાળોથી અનવગાઢ આકાશ પ્રદેશ રહી જાય છે. દ્રવ્ય – અરૂપી અજીવ દ્રવ્ય (ભેદની અપેક્ષાએ) દસ છે. રૂપી અજીવ દ્રવ્ય અનંત છે. પરમાણુ પણ અનંત છે યાવતુ અનંત પ્રદેશ સ્કંધ પણ અનંત છે. જીવ દ્રવ્ય અનંત છે. નારકી,દેવ, મનુષ્ય અસંખ્ય-અસંખ્ય છે. તિર્યંચ અનંત છે. ત્રેવીસ દંડકના જીવ અસંખ્ય છે. વનસ્પતિના જીવ અનંત છે. સિદ્ધ અનંત છે. - સંસારી જીવોમાં પ્રત્યેક જીવને શરીર હોય છે. તે શરીર પાંચ છે. યથા
દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. એમાં નારકી, દેવતામાં ત્રણ ત્રણ શરીર હોય છે. મનુષ્યમાં પાંચ અને તિર્યંચમાં ચાર શરીર હોય છે. આ બધા શરીરોની સંખ્યા પણ જીવ દ્રવ્યોની સંખ્યા સમાન ૨૩ દંડકમાં અસંખ્ય અને વનસ્પતિમાં અનંત હોય છે. વિશેષ સ્પષ્ટતા માટે જુઓ–પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧ર ભાવ પ્રમાણ:- એના ત્રણ ભેદ છે– (૧) ગુણ (૨) નય (૩) સંખ્યા. ગુણના બે ભેદ– જીવ અને અજીવ. અજીવના વર્ણાદિ ર૫ ભેદ છે અને જીવ ગુણ પ્રમાણના ચાર ભેદ છે. યથા– ૧. પ્રત્યક્ષ ર. અનુમાન ૩. ઉપમાન ૪. આગમ. પ્રત્યક્ષ – પાંચ ઇન્દ્રિય અને અવધિ, મન:પર્યવજ્ઞાન કેવળ જ્ઞાન, એ પ્રત્યક્ષ પ્રમાણ છે. અનુમાન :- અનુમાન પ્રમાણને સમજવા એના પાંચ અવયવને ઓળખવા જોઈએ. એનાથી અનુમાન પ્રમાણ સુસ્પષ્ટ થાય છે. કયારેક એમાં બે અવયવથી વિષય સ્પષ્ટ થાય છે અર્થાત્ અનુમાન સિદ્ધ થઈ જાય છે અને કયારેક પાંચે ય અવયવોથી. યથા– રત્ન મોંઘા હોય છે, જેમ કે મૂંગા, માણેક આદિ. એમાં બે અવયવ પ્રયુક્ત છે– પ્રતિજ્ઞા અને ઉદાહરણ. પાંચ અવયવનું ઉદાહરણ– (૧) અહીંયા અગ્નિ છે. (૨) કારણ કે ધુમાડો દેખાય છે. (૩) જ્યાં-જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. (૪) યથા- રસોઈ ઘર (૫) આથી અહીંયા પણ ધુમાડો હોવાથી અગ્નિ છે.
૧. પ્રથમ પ્રતિજ્ઞા કરાય છે જેમાં સાધ્યનું કથન હોય છે. ત્યારબાદ ૨. એનો તર્ક, હેતુ, કારણ, મુખ્ય આધાર કહેવાય છે. ૩. પછી એ હેતુ માટે વ્યાતિ અપાય છે. ત્યારબાદ ૪. એ હેતુવાળા સરખા ઉદાહરણ અપાય છે. ૫. પછી એનો ઉપસંહાર કરી પોતાનું સાધ્યસ્થિર કરાય છે. પાંચ અવયવ- ૧. સાધ્ય ર. હેતુ ૩. વ્યાપ્તિ ૪. ઉદાહરણ પ. નિગમન (ઉપસંહાર).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org