________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
અનુકૂળ
આ અનુમાન ભૂત ભવિષ્ય, વર્તમાન ત્રણે કાળ સંબંધી હોય છે. અને પ્રતિકૂળ બન્ને હોય છે. કેટલાક અનુમાનના ઉદાહરણ આ પ્રમાણે છે(૧) આ પુત્ર મારો જ છે કારણ કે એના હાથ પર જે ઘાનું ચિન્હ છે તે મારા દ્વારા થયેલું છે. (૨) પરિચિત અવાજ સાંભળીને કહેવું કે અમુક વ્યક્તિ કે અમુક જનાવરનો અવાજ છે. (૩) ગંધ, સ્વાદ સ્પર્શથી ક્રમશઃ જાણવું કે અમુક અત્તર કે ફૂલ છે. અમુક ખાદ્ય પદાર્થ યા મિશ્રિત વસ્તુ છે. યા અમુક જાતિનું આસન છે. (૪) શિંગડાથી ભેંસને, શિખાથી કુકડાને, પૂંછથી વાંદરાને, પીંછાથી મોરને, અનુમાન કરી સત્ય જાણી શકાય છે. (૫) ધુમાડાથી અગ્નિ, બતક પક્ષીથી પાણી, વાદળોથી વર્ષાનું અનુમાન કરી શકાય. (-) ઈંગિત-આકાર, નેત્રવિકારથી ભાવોના આશયનું અનુમાન કરી શકાય છે. (૭) એક સિક્કાના અનુભવથી અનેક સિક્કાને ઓળખવું. એક ચોખો રંધાવાથી અનેક ચોખા રંધાવાની ખબર પડવી અથવા અનુમાન કરવું. એક સાધુને જોઈને અન્ય સર્વે એ વેશ વાળા એક પંથના સાધુ છે એમ જાણવું (૮) કોઈ એક પદાર્થનું એટલું વિશેષ પરિચય જ્ઞાન થઈ જાય કે એક સરખા અનેક પદાર્થોમાં તેને રાખી દેવામાં આવે છતાં પણ તેને કોઈ વિશેષતાના આધારે અલગ ઓળખી લે, તે વિશેષ દષ્ટ સાધર્મ્ડ અનુમાન છે. (૯) વનોમાં પુષ્કળ લીલુ ઘાસ જોઈને સારા વરસાદનું અનુમાન કરવું, તેનાથી વિપરીત જોઈ અનાવૃષ્ટિનું અનુમાન કરવું. (૧૦) ઘરોમાં પ્રચુર ખાદ્ય સામગ્રી જોઈને અનુમાન કરવું કે અહીં હમણાં સુભિક્ષ છે. (૧૧) હવા, વાદળા અથવા અન્ય લક્ષણથી અનુમાન કરવું કે અહીં હમણાં જ વરસાદ થશે અથવા એનાથી વિપરીત લક્ષણો આકાશમાં જોઈને અનુમાન થાય કે અહીં વરસાદ નહીં થાય.
७१
ઉપમાન પ્રમાણ :- કોઈપણ પદાર્થના અજ્ઞાત સ્વરૂપને ઓળખવા માટે જ્ઞાત વસ્તુની ઉપમા દઈને સમજાવાય છે. તે ઉપમાવાળી વસ્તુ અપેક્ષિત કોઈ એક ગુણ અથવા અનેક ગુણોમાં સમાન હોઈ શકે છે. અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પ્રકારની ઉપમાઓ હોય છે. જેમ કે– (૧) સૂર્ય જેવો જ દીપક અથવા આગિયો હોય છે.(પ્રકાશની અપેક્ષા) (૨) જેવી ગાય તેવી જ નીલગાય હોય છે. (૩) કાબર ચીતરી ગાયનો વાછરડો જેવો હોય છે તેવો સફેદ ગાયનો વાછરડો નથી હોતો. (૪) જેવો કાગડો કાળો હોય છે, તેવી દૂધની ખીર નથી.
આગમ પ્રમાણ :- લૌકિક અને લોકોત્તરના ભેદથી આગમ બે પ્રકારના છે. સુત્તાગમ, અર્થાગમ, તદુભયાગમની અપેક્ષાએ ત્રણ પ્રકારના છે. આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમના ભેદથી પણ આગમ ત્રણ પ્રકારના હોય છે. મહાભારત, રામાયણ યાવત્ ચાર વેદ સાંગોપાંગ એ લૌકિક આગમ છે. ૧૨ અંગ અને અંગબાહ્ય, કાલિક, ઉત્કાલિક શાસ્ત્ર લોકોત્તર આગમ છે.
તીર્થંકરોને અર્થાગમ આત્માગમ છે. ગણધરોને સૂત્ર આત્માગમ છે, અર્થ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International