________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
so
પહોળાઈ, ઊંચાઈ કહેવાય છે.
અપેક્ષાએ લોકમાં ત્રણ પ્રકારના રૂપી પદાર્થ છે– (૧) મનુષ્ય કૃત ગ્રામ, નગર, મકાન ઇત્યાદિ. (ર) કર્મ કૃત શરીર ઇત્યાદિ. (૩) શાશ્વત સ્થાન. આ ત્રણેયના માપ કરવા માટે ઉપરોક્ત ત્રણ પ્રકારના અંગુલથી લઈને યોજન પર્વતના માપનો ઉપયોગ કરાય છે. અહીં ચારે ગતિના જીવોની અવગાહના વિસ્તારથી બતાવેલ છે, તે માટે જુઓ પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧૧, સારાંશ ખંડ-૬] પરમાણુથી અંગુલનું માપ – સૂક્ષ્મ પરમાણુ અને વ્યવહારિક પરમાણુના ભેદથી પરમાણુ બે પ્રકારના છે. સૂક્ષ્મ પરમાણુ અવર્યુ છે. તે અતિ સૂક્ષ્મ, અવિભાજ્ય, પુદ્ગલનો અંતિમ એક પ્રદેશ હોય છે. તેનો આદિ, મધ્ય, અંત તે સ્વયં છે. એવા અનંતાનંત પરમાણુનો એક વ્યવહારિક પરમાણુ થાય છે. તે પણ સૂક્ષ્મ હોય છે. તલવાર વગેરેથી અવિચ્છેદ્ય છે. અગ્નિ એને બાળી શકતી નથી. હવા એને ઉડાડી શકતી નથી. એવા અનંત વ્યવહારિક પરમાણુના માપની ગણના આ પ્રકારે કરાય છે.
અનંત વ્યવહાર પરમાણુ = ૧ ઉત્ક્ષક્ષણ ક્ષક્ષણિકા. ૮ ઉત્લક્ષણ લૈક્ષણિકા = ૧ ફ્લક્ષણ લક્ષણિકા ૮ લક્ષણ શ્લેક્ષણિકા ૧ ઊર્ધ્વ રેણુ ૮ ઊર્ધ્વરેણુ
૧ ત્રસ રેણુ ૮ ત્રસ રેણુ .
૧ રથ રેણુ ૮ રથ રેણુ
૧ વાળ (દેવકુરુ મનુષ્યનો) ૮ વાળ (દેવકુરુ)
૧ વાળ (હરિવર્ષ મનુષ્યનો) ૮ વાળ (હરિવર્ષ)
૧ વાળ (હેમવત મનુષ્યનો) ૮ વાળ (હેમવત)
૧ વાળ (મહાવિદેહના મનુષ્યનો) ૮ વાળ (મહાવિદેહ) ૧ વાળ (ભરતક્ષેત્રના મનુષ્યનો) ૮ વાળ
૧ લીખ ૮ લાખ
૧ જૂ.
૧ જવમધ્ય ૮ જવ મધ્ય
= ૧ ઉત્સધાંગુલ ૧૨ અંગુલ= ૧ર્વેત, ર વેંત = હાથ, ૨ હાથ = ૧ કુક્ષી, ૨ કુક્ષી = ૧ ધનુષ. કાળ પ્રમાણ:- કાળનો જઘન્ય એકમ 'સમય' છે. એ અતિ સૂક્ષ્મ અને અવિભાજ્ય છે. આંખના પલકારા જેટલા સમયમાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. આવા અસંખ્ય સમયની એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાનો એક શ્વાસોશ્વાસ થાય છે. વૃદ્ધાવસ્થા અને વ્યાધિ રહિત પુરુષના શ્વાસોશ્વાસને અહીંયા પ્રમાણ માન્યું છે. આ શ્વાસોશ્વાસને પ્રાણ' કહેવાય છે. - ૭ પ્રાણ
એક સ્તોક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org