________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
'પ
કુંભી, ૮૦ આઢક = મધ્યમ કુંભી, એકસો આઢક = મોટી કુંભી, આઠ મોટી કુંભી = એક બાહ.
તરલ પદાર્થ માપવાનું સૌથી નાનું માપ 'ચતુષષ્ઠિકા (૪ પળ = પા શેર) બે ચતુઃષષ્ઠિકા = એક બતીસિકા (અડધોશેર) બે બતીસિકા = એક સોળસિકા (એક શેર), બે સોળસિકા = એક અષ્ઠ ભાગિકા (ર શેર.) બે અષ્ટભગિકા = એક ચર્તુભાર્ગિકા (ચાર શેર), બે ચર્તુભાગિકા = અધમણ (આઠ શેર), બે અધમણ એક મણ (૧૬ શેર = રપપળ). એક પળ એક છટાંકને કહે છે. રપ૬પળનો એક મણ થાય છે. એનાથી દૂધ, ઘીનું માપ કરાય છે. (૨) ઉન્માન પ્રમાણ:- ત્રાજવાથી તોલ કરી વસ્તુની માત્રાનું જ્ઞાન કરવું તેને ઉન્માન પ્રમાણ કહે છે. માપવાનું જોખવાનું) સૌથી નાનું માપ કાટલું (તોલું) અર્ધ કર્ષ હોય છે, બે અર્ધ કર્ષ = એક કર્ષ, બે કર્ષ એક અર્ધપલ, બે અર્ધપલ = એક પલ (એક પલ એક છટાંક અથવા પાંચ તોલાનો સૂચક છે) એકસો પાંચ પલ = એક તુલા પાઠાંતરે ૧૦૦ પલ અને કયાંક ૫૦૦ પલ પણ છે. દસ તુલા = અર્ધા ભાર, બે અર્ધાભાર = એક ભાર; એનાથી ગોળ, ખાંડ, સાકર વગેરે દ્રવ્યનું વજન કરાય છે. આ માપ તોલ અપેક્ષિત ક્ષેત્ર કાળના છે. કાળાંતર અથવા ક્ષેત્રમંતરથી માપ તોલની ગણતરી અલગ-અલગ ન્યુનાધિક પણ હોઈ શકે છે. થોડાક સમય પૂર્વે છટાંક, શેર, મણ વગેરે પ્રચલિત હતા. આજwાલ ગ્રામ, કિલો, ક્વિન્ટલમાં વજન કરાય છે. (૩) અવમાન પ્રમાણ:- એનાથી જમીન વગેરેનું માપ કરાય છે. આનો સૌથી નાનો એકમ હાથ હોય છે. ચાર હાથ = એક ધનુષ્ય, ધનુષ, દંડ, યુગ, નાલિકા, અક્ષ, મૂસળ આ બધા એક માપના હોય છે. દશ નાલિકા = એક રજુ; આનાથી ભૂમિની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ મપાય છે. વર્તમાનમાં ગજ, ફૂટથી માપ કરાય છે અથવા મીટર થી જમીન મપાય છે. (૪) ગણિમ પ્રમાણ – ગણતરી, સંખ્યામાં કોઈ પણ પદાર્થની માત્રાના જ્ઞાનને ગણિમ પ્રમાણ' કહે છે. એનાથી રૂપિયા, પૈસા સંપત્તિનું અને ગણતરી કરી શકાય એવા પદાર્થોનું જ્ઞાન કરાય છે. એનો જઘન્ય(નાનામાં નાનો) એકમ એક છે. પછી ક્રમશઃ બે, ત્રણ, ચાર એમ કરોડ સુધી સમજવું. સૂત્રમાં ૧, ૧૦, ૧૦૦, ૧૦૦૦, ૧૦,૦00 ૧,૦૦,૦૦૦, ૧૦ લાખ, ૧ કરોડ આ સંખ્યા આપી છે. અધિકતમ ૧૯૪ અંક પ્રમાણ સંખ્યા ગણના પ્રમાણમાં છે. (૫૪ અંક અને ૧૪). મીંડા). એના પછી ઉપમા પ્રમાણ છે. (૫) પ્રતિમાનું પ્રમાણ - સોના, ચાંદી અને મણિ, મોતી આદિને નાના કાંટામાં તોલીને પ્રમાણમાન જાણી શકાય છે. આ પ્રતિમાનું પ્રમાણ છે. બહુમૂલ્ય વસ્તુઓને તોલા, માસા, રતિ આદિ નાના તોલાથી તોળાય છે. ગોળ, સાકર વગેરેને મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org