________________
તત્વ શાસ્ત્ર ઃ અનુયોગદ્વાર સૂત્ર
ગાયન ઃ- શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ, શુભ મધુર સ્વર, ઉતાર-ચઢાવથી સંપન્ન, ગેય રાગથી યુક્ત ગાવું વિગેરે ગાયનના ગુણ છે. ડરીને, ઉતાવળથી, શ્વાસ લેતા, નાકના સંયોગથી કટુ સ્વર અને તાલ વિરુદ્ધ ગાવું ઇત્યાદિ ગાયનના દોષ છે.
૬૩
ગાયકનું ગીતના સ્વરમાં મૂર્છિત જેવા થઈ જવું ‘ગીતની મૂર્ચ્છના’ કહેવાય છે. આ મૂર્ચ્છના ૨૧ છે. એના સાત-સાતના સમૂહને ગ્રામ કહે છે. સાત સ્વરોના ત્રણ ગ્રામ અને ૨૧ મૂર્ચ્છના હોય છે.
ગાયન પણ સત્ય, ઉપઘાત આદિ ૩ર દોષો રહિત, વિશિષ્ટ અર્થયુક્ત, અલંકારોથી યુક્ત, ઉપસંહારથી યુકત અને અલ્પ પદ, અલ્પ અક્ષરવાળું, પ્રિયકારી હોવું જોઈએ. શ્યામ સ્ત્રી મધુર ગાય છે. કાળી સ્ત્રી ખર(રૂક્ષ) સ્વરમાં ગાય છે અને ગૌરવર્ણા ચતુરાઈથી ગાય છે, કાણી વિલંબિત સ્વરમાં તથા આંધળી શીઘ્રગતિ સ્વરમાં ગાય છે.
આઠ નામ :- શબ્દોની આઠ વચન વિભક્તિઓના આઠ નામ છે. (૧) પ્રથમા (કર્તા) જાતિ અને વ્યક્તિના નિર્દેશમાં વપરાય છે. (૨) દ્વિતીયા (કર્મ) જેનાપર ઉપદેશ, ક્રિયાનું ફળ મળે. (૩) તૃતીયા (કરણ) ક્રિયાના સાધકતમ કારણમાં વપરાય. (૪) ચતુર્થી (સંપ્રદાન) જેને માટે દાન દેવાની ક્રિયા હોય છે તે. (૫) પંચમી (અપાદાન) જેનાથી અલગ થવાનો બોધ થાય છે. (૬) છઠ્ઠી (સંબંધ) સ્વામીત્વનો સંબંધ બતાવનારી. (૭) સપ્તમી (આધાર) ક્રિયાના આધાર સ્થાનનો બોધ કરાવનારી (૮) અષ્ટમી (સંબોધન) સંબોધિત(આમંત્રણ) કરનારી.
યથા– (૧) આ, તે, હું, (ર) આને કહો, તેને બોલાવો, (૩) એના દ્વારા કરવામાં આવેલ, મારાથી કહેવામાં આવેલ, (૪) તેના માટે આપો, તેના માટે લઈ જાઓ, જિનેશ્વરને માટે મારા નમસ્કાર હો, (૫) વૃક્ષપરથી ફળ નીચે પડ્યું, અહીંયાથી દૂર કરો, (૬) તેની વસ્તુ, તેનું મકાન, તેનું ખેતર, (૭) છતની ઉપર, ભૂમિ પર, પુસ્તકમાં, ઘરમાં, (૮) અરે ! ભાઈઓ ! બેનજી ! હે સ્વામી ! હે નાથ ! વગેરે.
નવ નામ :- કાવ્યોના નવ રસ છે. તે નવ નામ છે. તે આ પ્રમાણે છે– (૧) વીરરસ (૨) શૃંગારરસ (૩) અદ્ભુતરસ (૪) રૌદ્રરસ (૫) ભયાનક રસ (૬) બીભત્સ રસ (૭) હાસ્યરસ (૮) કરુણરસ (૯) પ્રશાંત રસ. અનેક સહકારી કારણોથી અંતરાત્મામાં ઉત્પન્ન થતાં ઉલ્લાસ યા વિકારની અનુભૂતિને રસ કહેવાય છે. માટે જે કાવ્યના ગાવાથી કે સાંભળવાથી આત્મામાં વીરતા, હાસ્ય, શૃંગાર વગેરે ભાવની અનુભૂતિ થાય છે તે, તે કાવ્યનો રસ કહેવાય છે. એક કાવ્યમાં એક અથવા અનેક રસ હોઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org