________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્રો
પ૯
આ જ રીતે પંચ પરમેષ્ઠીના પદોથી એક પૂર્વાનુપૂર્વી એક પશ્ચાનુપૂર્વી અને ૧૧૮ (૧૮ર૪૩૪૪૪૫ = ૧૨૦ – ૨ = ૧૧૮) અનાનુપૂર્વીના ભંગ બને છે. ક્ષેત્રાનુપૂર્વી – દ્રવ્યાનુપૂર્વીની જેમ સંપૂર્ણ વર્ણન છે. આમાં ત્રણ પ્રદેશો આદિના અવગાઢ અંધ આનુપૂર્વી છે. એક પ્રદેશવગાઢ અંધ અનાનુપૂર્વી છે અને દ્ધિ પ્રદેશાવગાઢસ્કંધ અવકતવ્ય છે. અલ્પબદુત્વમાં અહીં અનંતગુણના સ્થાને અસંખ્ય ગુણ જ હોય છે. કારણ કે અવગાહના ઉત્કૃષ્ટ અસંખ્ય પ્રદેશની હોય છે, અનંતપ્રદેશની ન હોય. - પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી અહીં ઉર્ધ્વલોક, અધોલોક તીરછા
લોકની અપેક્ષાએ કહેવી. પછી અધોલોકની સાત નરક, તીરછા લોકના અસંખ્ય દ્વિીપ સમુદ્ર અને ઉર્ધ્વ લોકના ૧૫ સ્થાન(૧૨ દેવલોક, ૧ ચૈવેયક, ૧ અણુત્તર દેવ, ૧સિદ્ધશિલા)ની પૂર્વાનુપૂર્વી આદિ કહી શકાય છે. કાળાનુપૂર્વી – દ્રવ્યાનુપૂર્વીની સમાન સંપૂર્ણ વર્ણન છે. એમાં એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી છે, બે સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવક્તવ્ય છે અને ત્રણ સમયથી અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા દ્રવ્ય આનુપૂર્વી છે. ક્ષેત્ર અવગાહનાની જેમ કાળ સ્થિતિ પણ અસંખ્ય છે, માટે અનંત નહિ કહેવું. એક સમયની સ્થિતિ યાવત્ અસંખ્ય સમયની સ્થિતિની અપેક્ષાએ પૂર્વાનુપૂર્વી આદિ કહેવું જોઈએ. અથવા સમય, આવલિકા, આણ–પાણ, થોડ, લવ, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, સોવર્ષ હજાર વર્ષ, લાખ વર્ષ, પૂવગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, યાવતું શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલ પરાવર્તન, અતીતકાળ, અનાગતકાળ, સર્વકાળ, આ પ૩ પદાથી પણ કહી શકાય છે. ઉત્કીર્તન આનુપૂર્વી – એના પૂર્વાનુપૂર્વી આદિત્રણ ભેદ છે, જે ભગવાન ઋષભ દેવ આદિ ભગવાન મહાવીર પર્યન્ત ૨૪ તીર્થકરોની અપેક્ષાએ કહેવી જોઈએ. ગણનાનુપૂર્વી – એના પૂર્વાનુપૂર્વી આદિ ત્રણ ભેદ છે. જે એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અરબ સુધી. આ દસ પદોની અપેક્ષાએ કહેવી જોઈએ. સંસ્થાન આનુપૂર્વી – છ સંસ્થાનોની અપેક્ષાએ કહી શકાય છે. સમાચારી આનુપૂર્વી – ‘આવર્સીહિ' આદિ દસ સમાચારીની અપેક્ષાએ કહી શકાય. ભાવાનુપૂર્વી – એ છ ભાવોની અપેક્ષાએ કહી શકાય છે, ૧. ઉદય, ૨. ઉપશમ, ૩. ક્ષાયિક, ૪. ક્ષાયોપથમિક, ૫. પરિણામિક ૬. મિશ્ર સંયોગી(સન્નિપાતિક) ભાવ. આ આનુપૂર્વ અધિકાર પૂર્ણ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org