________________
૫૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૫. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય એક. ૬. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય અનેક. ૭. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય એક. ૮. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય અનેક.
એ $ + ૧૨ + ૮ = ૨૬ ભંગ હોય છે. આ ભંગ બનાવવાની વિધિ અન્યત્ર પણ આ જ રીતે જાણી લેવી જોઈએ. આ વિધિથી પરમાણુ, દ્વિપ્રદેશી સ્કંધ અને ત્રણ પ્રદેશી સ્કંધ; આ ત્રણના સંયોગથી ૨૬ ભંગ જાણવા જોઈએ.
(૫) આનુપૂર્વી આદિ દ્રવ્યોનો ‘અસ્તિત્વ’ આદિ દ્વારા વિચાર કરવો એ ‘અનુગમ’ છે અર્થાત્ અનુકૂલ વિશેષ જ્ઞાન છે. જેમ કે— ૧. આનુપૂર્વી આદિ ત્રણેયનું અસ્તિત્વ છે. ૨. દ્રવ્ય સંખ્યાથી અનંત છે. ૩. અનેક દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વી આદિ સર્વ લોકમાં છે અને એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાતમા ભાગ આદિ અલગ-અલગ રૂપમાં છે. ૪. તેવી જ રીતે ‘સ્પર્શના’ સાધિક હોય છે. ૫. સ્થિતિ બધાની જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલની છે અને બહુત્વની અપેક્ષાએ શાશ્વત છે. ૬. અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળનું છે. પરંતુ પરમાણુનો અસંખ્યકાળ છે. બહુત્વની અપેક્ષાએ અંતર નથી. ૭. શેષ દ્રવ્યોના અનેક અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. દ્વિપ્રદેશી તથા પરમાણુ દ્રવ્ય અસંખ્યાતમા ભાગમાં હોય છે. ૮. આનુપૂર્વી આદિ દ્રવ્ય પારિણામિક ભાવમાં હોય છે. ૯. દ્વિપ્રદેશી સંધ દ્રવ્ય બધાથી થોડા છે, તેનાથી પરમાણુ વિશેષાધિક છે અને ત્રણ પ્રદેશી આદિ સંધ દ્રવ્ય અસંખ્યગણા છે. પ્રદેશની અપેક્ષાએ બધાથી થોડા પરમાણુ અપ્રદેશ, દ્વિપ્રદેશીના પ્રદેશ વિશેષાધિક એનાથી ત્રણ પ્રદેશી આદિ સ્કંધોના પ્રદેશ અનંત ગણા છે.
(૬) નૈગમ અને વ્યવહાર નયથી ઉપરોકત ૨૬ ભંગ થાય છે અને સંગ્રહ નયથી આનુપૂર્વી આદિના સાતભંગ થાય છે. કારણ કે બહુવચનની વિવક્ષા આમાં અલગ હોતી નથી. તે ભંગ આ પ્રમાણે છે– ૧. આનુપૂર્વી ૨. અનાનુપૂર્વી ૩. અવક્તવ્ય ૪. આનુપૂર્વી અનાનુપૂર્વી ૫. આનુપૂર્વી અવક્તવ્ય ૬. અનાનુપૂર્વી અવક્તવ્ય ૭. આનુપૂર્વી અનાનુપૂર્વી અવક્તવ્ય. અન્ય વર્ણન પણ સંગ્રહ નય દ્વારા સમજવું. પરન્તુ તેમાં બહુવચન સંબંધી કોઈ વિકલ્પ દ્રવ્ય, પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, સ્થિતિ આદિમાં નહિ સમજવો. આ અનૌપનિધિકી આનુપૂર્વીનું વર્ણન થયું. પૂર્વાનુપૂર્વી આદિના ભંગ ઃ– ઔપનિધિકી દ્રવ્ય આનુપૂર્વી ત્રણ પ્રકારની હોય છે. યથા− (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી (બન્નેથી ભિન્ન સ્વરૂપવાળી). યથા છ દ્રવ્યોને ક્રમથી રાખવા પૂર્વાનુપૂર્વી છે. ઉલટા ક્રમથી રાખવા પશ્ચાનુપૂર્વી છે. ૬ દ્રવ્યોના અનાનુપૂર્વીના ભંગ આ પ્રમાણે છે– ૧૪૨૪ ૩×૪××Ç = ૭૨૦ આમાં બે ઓછા કરવાથી ૭૧૮ અનાનુપૂર્વીના ભંગ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org