________________
એક
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
તેવી રીતે સંયમ સાધનામાં આવેલ શિથિલતાને દૂર કરવા માટે સંકલ્પિત શ્વાસોશ્વાસ પ્રમાણ સમય સુધી શરીર પરથી મમત્વભાવ, રાગભાવને દૂર કરી મન, વચન કાયાની પ્રવૃત્તિને રોકવી, ધ્યાન મુદ્રામાં રહેવું. (૬) પ્રત્યાખ્યાન- મ્મલિત સંયમને વિશેષ પુષ્ટિ આપવા તથા તજ્જનિત કર્મ બંધનો ક્ષય કરવા માટે નવકારશી વગેરે તપ દ્વારા નિર્જરા ગુણોને ધારણ કરવા. અનુયોગના કારોનું વર્ણન – અનુયોગના મુખ્ય ચાર દ્વાર છે. યથા– ૧. ઉપક્રમ ૨. નિક્ષેપ ૩. અનુગમ ૪. નય. (૧) ઉપક્રમ-જ્ઞાતવ્યવિષયની પ્રારંભિક ચર્ચા કરવી અને પદાર્થોને નિક્ષેપ યોગ્ય બનાવવા. (૨) નિક્ષેપ- નામ સ્થાપના આદિ ભેદથી સૂત્રગત પદોનું વ્યવસ્થાપન કરવું. (૩) અનુગમ- સૂત્રનો અનુકૂળ અર્થ કરવો. એનાથી વસ્તુના યોગ્ય સ્વરૂપનું જ્ઞાન થાય છે. (૪) નય વસ્તુના શેષ ધર્મોને અપેક્ષા દષ્ટિએ ગૌણ કરીને મુખ્યરૂપથી કોઈ એક અંશ(ધર્મ) ગ્રહણ કરનારો બોધ એ “નય” છે. (૧) ઉપક્રમ દ્વારનું વર્ણન – ઉપક્રમના પ્રકાર છે યથા– ૧. નામ ર. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ક્ષેત્ર ૫. કાળ ૬. ભાવ. દ્રવ્ય ઉપક્રમ:- સચિત્ત, સજીવ મનુષ્ય પશુ ઇત્યાદિને અને અચિત્ત પુદ્ગલ ગોળ, સાકર, વગેરેને ઉપાય વિશેષથી પુષ્ટકરવા, ગુણ વૃદ્ધિ કરવી, એ પરિકર્મ દ્રવ્ય ઉપક્રમ” છે. શસ્ત્રથી જીવોનો વિનાશ અને પ્રયત્ન વિશેષથી પગલોના ગુણધર્મોનો વિનાશ કરવો એ વસ્તુ વિનાશ દ્રવ્ય ઉપક્રમ છે. ક્ષેત્ર ઉપક્રમ – ભૂમિને હળ વગેરેના પ્રયોગ વડે ઉપજાઉ બનાવવી એ પરિકમ વિષયક ક્ષેત્ર ઉપક્રમ' છે અને હાથી વગેરેને બાંધીને ભૂમિને વેરાન બનાવવી એ ‘વિનાશ વિષયક ક્ષેત્ર ઉપક્રમે છે. કાળ ઉપક્રમ – જળઘડી, રેતઘડી ઇત્યાદિ દ્વારા સમયનું યથાર્થ જ્ઞાન થાય છે તે પરિકર્મરૂપ કાળ ઉપક્રમ' છે અને નક્ષત્ર આદિની ગતિથી જે કાળનો વિનાશ (વ્યતીત થવો) તે વિનાશરૂપ કાળ ઉપક્રમ’ છે. ભાવ ઉપક્રમ :- (૧) ઉપક્રમના અર્થ સ્વરૂપનું સાચું જ્ઞાન હોવું અને એમાં ઉપયોગ સહિત હોવું એ “આગમ રૂપ(આગમત:) ભાવ ઉપક્રમ’ છે. (૨) ઉપક્રમનો અર્થ છે અભિપ્રાય. માટે અભિપ્રાયનું યથાવત્ પરિજ્ઞાન તે ‘ભાવ ઉપક્રમ પ્રવૃત્તિ છે. આ અભિપ્રાય જાણવારૂપ ભાવ ઉપક્રમ પ્રશસ્ત અને અપ્રશસ્ત બન્ને હોય છે. વેયા આદિ દ્વારા અન્યનો અભિપ્રાય જાણવો અપ્રશસ્ત છે અને શિષ્ય દ્વારા ગુરુનો અભિપ્રાય જાણવો પ્રશસ્ત છે. લૌકિક દૃષ્ટિની અપેક્ષાએ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org