________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
નથી; તેવા શ્રમણની તે પ્રવૃત્તિને ‘લોકોત્તરિક ભાવ આવશ્યક’ ક્રિયા કહેવાય છે. એ ત્રણેય ‘નો આગમતઃ ભાવ આવશ્યક' છે.
૫૪
આવશ્યકના પર્યાયશબ્દ :– (૧) આવશ્યક (૨) અવશ્યકરણીય (૩) ધ્રુવનિગ્રહ (૪) વિશોધિ (૫) છ અધ્યયન સમૂહ (૬) ન્યાય (૭) આરાધના (૮) માર્ગ. આ અલગ-અલગ ઉચ્ચારણ એવું અક્ષરવાળા એકાર્થક આવશ્યકના પર્યાયવાચી શબ્દ છે. એ પ્રકારે શ્રમણ અને શ્રમણોપાસકો દ્વારા ઉભય સંધ્યામાં કરવા યોગ્ય આવશ્યકનું આ અનુયોગ સ્વરૂપ છે.
‘શ્રુત’નો અનુયોગ ઃ–
નામ :- કોઈ પણ આગમશાસ્ત્ર અથવા શાસ્ત્ર વાક્યો, જે શ્રુત સંજ્ઞાથી કહેવામાં આવે છે અથવા પરિચય માટે યથેચ્છ વસ્તુનું નામ ‘શ્રુત' રખાય છે, તેને 'નામશ્રુત’
કહેવાય છે.
=
સ્થાપના :– કોઈ પણ વસ્તુ અથવા રૂપમાં ‘આ શ્રુત છે' એમ આરોપ, કલ્પના અથવા સ્થાપના કરાય તેને "સ્થાપનાશ્રુત" કહે છે.
દ્રવ્ય ઃ- (૧) અક્ષરશુદ્ધિ અને ઉચ્ચારણ શુદ્ધિથી યુક્ત, ગુરૂપદિષ્ટ વાચના આદિ ચારેયથી સહિત, શીખેલું પરંતુ અનુપ્રેક્ષા અને ઉપયોગ રહિત શાસ્ત્રને ‘દ્રવ્યશ્રુત’ આગમ કહે છે. (૨) ભૂતકાળમાં ‘શ્રુત’ શીખેલી વ્યક્તિનું મૃત શરીર અને ભવિષ્યમાં શીખનાર નું વર્તમાન શરીર ઉપચારથી ‘દ્રવ્યશ્રુત’ છે. (૩) તાડપત્રો, કાગળના પાનામાં અને પુસ્તકોમાં લખેલા શાસ્ત્રો પણ ‘દ્રવ્યશ્રુત’ છે. (૪) ‘શ્રુત’ માટે આગમભાષામાં ‘સુર્ય અને સુત્ત” શબ્દ પ્રયોગ કરાય છે અને કપાસ, ઊન વગેરેના દોરાને પણ ‘સુત્ત’ શબ્દનો પ્રયોગ કરાય છે. આથી અનેક પ્રકારના વસ્ત્રોના દોરા પણ ‘દ્રવ્યસૂત્ર’ છે.
ભાવ ઃ (૧) અક્ષર શુદ્ધિ ઉચ્ચારણશુદ્ધિ વગેરેની સાથે અનુપ્રેક્ષા અને ઉપયોગ સહિત જે શ્રુત છે તે ‘ભાવશ્રુત’ આગમ છે.
(૨) અજ્ઞાની, મિથ્યાદષ્ટિઓ વગેરે દ્વારા સ્વચ્છંદ બુદ્ધિથી રચિત મત મતાંતરીય શાસ્ત્રગ્રંથો, ૭૨ કલાઓ, વ્યાકરણ, રામાયણ, મહાભારત, સાંગોપાંગ વેદ આ સર્વે ‘લૌકિક ભાવ શ્રુત” છે.
(૩) સર્વજ્ઞોકત નિગ્રંથ પ્રવચનરૂપ આચારાંગ પ્રમુખ બાર અંગ સૂત્ર આદિ આગમોકત ચારિત્ર ગુણ સંપન્ન શ્રમણ દ્વારા કંઠસ્થ તથા ઉપયોગ યુક્ત છે, તે 'લોકોત્તરિક ભાવ શ્રુત' ક્રિયારૂપ છે.
શ્રુતનાપર્યાય શબ્દ :– (૧) શ્રુત (૨) સૂત્ર (૩) ગ્રંથ (૪) સિદ્ધાંત (૫) શાસન (૬) આજ્ઞા (૭) વચન (૮) ઉપદેશ (૯) પ્રજ્ઞાપના (૧૦) આગમ. આ સર્વે શ્રુતના પર્યાયવાચી શબ્દ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org