________________
તત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
‘સ્કંધ’નો અનુયોગ :–
નામ, સ્થાપના :- કોઈનું સ્કંધ નામ રાખ્યુ હોય તેને ‘નામ સ્કંધ’ કહેવાય છે અને કોઈને આ સ્કંધ છે એમ આરોપિત, કલ્પિત યા સ્થાપિત કર્યું હોય તેને ‘સ્થાપના સ્કંધ’ કહે છે.
૫૫
દ્રવ્ય :−.(૧) શ્રુતના વિભાગરૂપ સ્કંધને અથવા ‘સ્કંધ’ એ પદને શુદ્ધ અક્ષર અને ઉચ્ચારણ યુક્ત ગુરૂપદિષ્ટ વાચના વગેરે સહિત શીખ્યું છે, પરંતુ અનુપ્રેક્ષા અને ઉપયોગ રહિત છે, તે ‘દ્રવ્યસ્કંધ’ છે. (૨) ભૂતકાળમાં જેણે ‘સ્કંધ’ને જાણ્યું, શિખ્યું હતું તેનું મૃત શરીર અથવા ભવિષ્યમાં જે શીખશે વાંચશે તેનું વર્તમાન શરીર ઉપચારથી ‘દ્રવ્યસ્કંધ’ છે. (૩) હાથી, ઘોડા વગેરેનો સ્કંધ ‘સચિત્તદ્રવ્ય’ સ્કંધ છે. (૪) દ્વિપ્રદેશી સંધ યાવત્ અનંત પ્રદેશી સ્કંધ એ ‘અચિત્ત દ્રવ્ય સ્કંધ’ છે. (૫) સેનાના સ્કંધાવાર(વિભાગ) એ ‘મિશ્ર દ્રવ્ય સ્કંધ’ છે. એમાં શસ્ત્ર આદિ અચિત તથા હાથી, ઘોડા, મનુષ્ય આદિ સચિત્ત હોય છે.
ભાવઃ
(૧) દ્રવ્ય સ્કંધમાં કહેલ ઉચ્ચારણ શુદ્ધિ આદિ દ્વારા શીખેલું, અને એની સાથે અનુપ્રેક્ષા એવં ઉપયોગથી યુક્ત સ્કંધ ‘ભાવ સ્કંધ આગમતઃ' (આગમરૂપ) છે. (૨) સામાયિક વગેરે છ અધ્યયનોના સમુદાયરૂપ ‘આવશ્યક શ્રુત સ્કંધ’ જે ચારિત્ર ગુણથી સંપન્ન શ્રમણોને ઉપયોગ યુકત હોય તે ‘ભાવસ્કંધ નોઆગમતઃ' (ક્રિયારૂપ) છે.
પર્યાય શબ્દ ઃ- (૧) ગણ (૨) કાય (૩) નિકાય (૪) સ્કંધ (૫) વર્ગ (૬) રાશિ (૭) પુંજ (૮) પિંડ (૯) નિકર (૧૦) સંધાત (૧૧) આકુલ (૧૨) સમૂહ. ‘અધ્યયન’નો અનુયોગ ઃ
નામ સ્થાપના આદિ આવશ્યકની સમાન સમજવા. આવશ્યક સૂત્રના છ અધ્યયન છે. એના નામ અને અર્થ આ પ્રકારે છે.
(૧) સામાયિક– સાવધ યોગ અર્થાત્ પાપ કાર્યોથી નિવૃત્તિ લેવી.
(૨) ચતુર્વિશતિ સ્તવ– પાપનાં આચરણનો ત્યાગ કરી સિદ્ધ બુદ્ઘ મુક્ત થયેલા પરમ ઉપકારી ધર્મ પ્રવર્તક તીર્થંકરોની સ્તુતિ કરવી.
(૩) વંદના– ગુણવાનોની અર્થાત્ સાવધયોગ ત્યાગની સાધના કરવા તત્પર એવા શ્રમણ વર્ગની વિનય પ્રતિપત્તિ અર્થાત્ આદર, સન્માન અને બહુમાન કરવું.
(૪) પ્રતિક્રમણ– સંયમ સાધનામાં પ્રમાદ વશ ઉત્પન્ન થતી સ્ખલના અને અતિચારોની શુદ્ધ બુદ્ધિથી તથા વૈરાગ્ય ભાવનાથી નિંદા, ગર્હા કરી પ્રમાદથી મુક્ત થઈ જવું, તેને છોડી દેવો.
(૫) કાયોત્સર્ગ– જેવી રીતે શરીર પર લાગેલા ઘાવ પર મલમ-પટ્ટી લગાડીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org