________________
પર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
અનુયોગદ્વાર સૂત્રનો સારશ
અનુયોગનો વિષય :
જ્ઞાનના પાંચ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન.
આ પાંચમાંથી ચાર જ્ઞાનનો અનુયોગ થતો નથી. કારણ કે એ ચાર જ્ઞાન શીખી કે શીખવાડી શકાતા નથી. ફક્ત શ્રુતજ્ઞાન અભ્યાસનો વિષય બની શકે છે, શીખવાડી શકાય છે. કારણ કે (૧) ઉદ્દેશ– ભણાવવું તથા કંઠસ્થ કરાવવાનું (૨) સમુદ્દેશ કંઠસ્થ કરેલા જ્ઞાનને સ્થિર કરાવવાનું તથા તેને શુદ્ધ કરવાનું (૩) અનુજ્ઞા– અન્યને ભણાવવાનો અધિકાર, આજ્ઞા, તથા અનુમતિ આપવાનું (૪) અનુયોગ– વાચના દેવાનું અર્થાત્ વિશેષરૂપથી સમજાવવાનું.
સામાન્ય અર્થ, વિશેષાર્થ કે અનુયોગ પદ્ધતિથી વસ્તુ તત્ત્વનું વિશ્લેષણ કરવું વગેરે શ્રુતજ્ઞાનમાં જ થાય છે. તે સિવાય મતિ આદિ ચારે ય જ્ઞાન ક્ષયોપશમ દ્વારા સ્વતઃ પ્રાપ્ત થાય છે. તે ચારેયને પ્રાપ્ત કરવા કોઈવિશેષ અધ્યયન કે અધ્યાપ અથવા અનુયોગ વ્યાખ્યાન કરવા પડતા નથી. શ્રુતજ્ઞાનમાં- આવશ્યક સૂત્ર, આવશ્યક સિવાય અંગશાસ્ત્ર, અંગબાહ્ય કાલિક, ઉત્કાલિક શાસ્ત્ર ઇત્યાદિ સર્વેયનો અનુયોગ થાય છે.
કોઈ પણ એક સૂત્રનું અનુયોગ પદ્ધતિથી વ્યાખ્યાન સમજી લીધા પછી તે પદ્ધતિ દ્વારા અન્ય સૂત્રોનું જ્ઞાન સ્વાભાવિક રીતે ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. તેથી અહીં શ્રમણ નિગ્રંથોના ઉભયકાળમાં ઉપયોગમાં આવનારા અને આચારાંગ સૂત્ર, આદિ અંગ સૂત્રોથી પણ પ્રથમ અધ્યયન–અભ્યાસ કરાવતા એવા આવશ્યક સૂત્રનો અનુયોગ કરવામાં આવે છે.
આવશ્યકસૂત્ર એક શ્રુતસ્કંધ છે અને તેમાં અનેક અધ્યયનો છે. આ કથનમાં પ્રયુક્ત (૧) આવશ્યક (ર) શ્રુત (૩) સ્કંધ અને (૪) અધ્યયન એ ચાર શબ્દોનો અનુયોગ કરવામાં આવ્યું છે.
‘આવશ્યક’નો અનુયોગ ઃ–
નામ આવશ્યકઃ- આવશ્યક સૂત્ર અંગબાહ્ય ઉત્કાલિક સૂત્ર છે. ‘આવશ્યક’ એ આ સૂત્રનું ગુણનિષ્પન્ન નામ છે. કારણ કે અવશ્યકરણીય આદિ ગુણો એમાં ઘટિત થાય છે. કોઈપણ વસ્તુનું ગુણસંપન્ન અથવા ગુણરહિત નામ રાખવું એ ઐચ્છિક અને એના પરિચયને માટે હોય છે. યથા– મહાન વીરતાના ગુણથી સંપન્ન વ્યક્તિનું નામ મહાવીર રાખી શકાય છે તથા શક્તિહીન, ડરપોક(બીકણ) વ્યક્તિનું નામ પણ મહાવીર રાખી શકાય છે. આ નામકરણ સ્થાયી હોય છે. તદ્નુસાર કોઈનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org