________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
પ૧,
અતઃ કોઈપણ સૂત્રને જ અનુયોગ' કહેવું કે સૂત્ર પાઠના વિભાજનને ગંડિકા' કહેવાના બદલે તેને પણ 'અનુયોગ' જ કહેવું; એવી કથન પ્રવૃત્તિ આગમ સમ્મત નથી, પરંતુ તે એક ભ્રામક પ્રવાહથી ચાલતી કથન પ્રવૃત્તિ છે. ચાર અનુયોગ :- શ્વેતાંબર પરંપરામાં (૧) ચરણકરણાનુયોગ, (ર) ધર્મકથાનુ– યોગ, (૩) ગણિતાનુયોગ, (૪) દ્રવ્યાનુયોગ એ ચાર ભેદ પાત્ર નામ રૂપે જ મળે છે. આ નામો પણ ૩ર કે ૪૫ આગમોના મૂળ પાઠમાં નથી મળતા અર્થાત્ ઠાણાંગસૂત્રના ચોથા ઠાણામાં પણ નથી અને સ્વયં અનુયોગદ્વાર સૂત્રમાં પણ અનુયોગના આ ચાર પ્રકાર કયાંય પણ દર્શાવવામાં આવ્યા નથી. અનુયોગ દ્વાર સૂત્રમાં અનુયોગના ચાર દ્વાર કહ્યા છે. જે– (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ અને (૪) નય છે.
ધર્મકથાનુયોગ આદિ ચાર નામો તો એકી સાથે આચારાંગસૂત્રની ટીકામ મળે છે. આ ચારેય અનુયોગ પણ સૂત્રની વ્યાખ્યાઓની વિશેષ પદ્ધતિ સા સંબંધિત છે, પરંતુ મૌલિક સૂત્રરૂપ નથી. આજકાલ આના માટે અર્થ વિચારવાસ્તવિક અપેક્ષાને છોડીને આનો કેવળ સૂત્રોના મૂળ પાઠના વિભાજનરૂપ ઉપયોગ કરાય છે કે "અમુક આગમ અમુક અનુયોગ છે કે અમુક સૂત્ર અમુક અનુયોગરૂપ છે." આવો એક પ્રવાહ રૂઢિ પ્રયોગમાં સત્ય બની ગયો છે. જ્યારે વાસ્તવિકતા તો એ છે કે સૂત્રોના વ્યાખ્યાન વિવેચનને અનુયોગ સમજવો જોઈએ. તે વિવેચન અને તેની વિવેચન પદ્ધતિને અનુયોગ અને અનુયોગ પદ્ધતિ કહેવી જોઈએ. પરંતુ મૌલિક આગમ સૂત્રોને અમુક અનુયોગ કે અમુક અનુયોગરૂપ આ આગમ છે, એમ કહેવું જોઈએ નહીં. આ જ આ અનુયોગ વિષયની ચર્ચા કરવાનો મુખ્ય સાર છે. ઈતિ શુભમ્. સુષ કિં બહુના.
આગમ મનીષી ત્રિલોકમુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org