________________
તવ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્રા
૪૯
કરવો પણ તેમાં કોઈ ગતિ કે દંડકના વિભાજનનું લક્ષ ન રાખવું. (૨) ગતિઓની અપેક્ષાએ વિભાજન કરવું પરંતુ તેમાં દંડકોના ક્રમ કે વ્યુત્કમનું લક્ષ ન રાખવું. (૩) દંડકોની અપેક્ષાએ વિભાજન કરવું પરંતુ તેમાં ૧ર દેવલોક, ૭ નરક કે પાંચ તિર્યંચનું વિભાજન ન કરવું, વગેરે સ્થૂળ કે સૂક્ષ્મ અથવા સૂક્ષ્મતર અપેક્ષિત વિભાજન ઉપયોગિતા અનુસાર કરી શકાય છે.
અથવા– (૧) પ્રાયશ્ચિત વિધાનોને એક સૂત્રમાં કહેવા, (૨) લઘુ, ગુરુ માસિક, ચોમાસી વગેરે વિભાગોના ક્રમથી કથન કરવા, (૩) તેમાં પણ પાંચ મહાવ્રતોની અપેક્ષાએ વિભાજન કરવું (૪) સમિતિ, ગુપ્તિ, દીક્ષા, સંઘ વ્યવસ્થા, સ્વાધ્યાય આદિ વિભાગોને અલગ-અલગ તારવીને વિભાજન કરવું, ઈત્યાદિ અનેક પ્રકારે વિભાજન કરી શકાય છે.
આગમોમાં કરવામાં આવેલ વિભાજન પદ્ધતિ પણ એક સાપેક્ષ પદ્ધતિ છે. જેમ કે(૧) આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધમાં સંયમના પ્રેરક વિષયો છે. (ર) આચારાંગના બીજા શ્રુતસ્કંધમાં સાધુના અતિ આવશ્યક આચાર સંબંધી વિષય છે. (૩) સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંઘમાં પ્રથમ અધ્યયન સિવાયના બાકી બધા અધ્યયનોમાં સાધ્વાચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૪) દશવૈકાલિક સૂત્રમાં મુનિ જીવનનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. (૫) જ્ઞાતાસૂત્રથી વિપાકસૂત્ર સુધીના અંગ સૂત્રોમાં વિવિધ ધર્મકથાઓ છે. (૬) પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પાંચ આશ્રવ અને પાંચ સંવરના વિષયનું સવિસ્તાર સંકલન છે. (૭) નંદીમાં જ્ઞાનના એક જ વિષયનું વિસ્તૃતીકરણ છે. (૮) ચાર છેદ સૂત્રોમાં પણ પ્રમુખ આચાર સંબંધી વિષયોનું સંકલન છે. જેમાં નિશીથ સૂત્રમાં તો પૂર્ણરૂપે પ્રાયશ્ચિત્ત વિધાનોનું સંકલન છે.
- આ જ પ્રકારે અન્ય ઉપાંગ વગેરે કેટલાય સૂત્રોમાં આગમકારની દષ્ટિએ ભિન્નભિન્નવિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. ઠાણાંગ, સમવાયાંગનું સંકલન સંખ્યાની પ્રધાનતાને લઈને કરવામાં આવ્યું છે અને એટલે જ તેમાં વિષયોની વિભિન્નતા છે. ભગવતી સૂત્રમાં વિવિધ વિષયોની પ્રશ્નોતરીનું સુંદર સંકલન છે. ઉત્તરાધ્યયન સૂત્ર વિવિધ વિષયોના ગદ્યપધાત્મક ઉપદેશી સૂત્રોમાં ગૂંથેલું છે.
નિષ્કર્ષ એ છે કે આગમોની રચના પદ્ધતિની વિષય ગૂંથણી એક-એક વિષયના સ્વતંત્ર સંકલનવાળી છે. તેમ છતાં ઘણી જગ્યાએ ઠાણાંગ, સમવાયાંગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org