________________
૪ર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
'અનુયોગ એક ચિંતન
અનુયોગની પરંપરાઃ- ભગવાનના શાસનમાં મેધાવી શિષ્યોને કાલિકકૃતરૂપ અંગસૂત્રોના મૂળપાઠની સાથે યથાસમયે એના અનુયોગ–અર્થ વિસ્તારની વાંચણી પણ અપાતી હતી. તેને શ્રમણ કંઠસ્થ કરતા અને તેઓ અનુયોગયુક્ત કાલિક શ્રુતને ધારણ કરનારા કહેવાતા.
નંદી સૂત્રના પ્રારંભમાં આવા અનેક અનુયોગ ધારક સ્થવિરોની સ્તુતિ કરીને નમસ્કાર કર્યા છે. ત્યાં અંતિમ પચાસમી ગાથામાં એવા મહાપુરુષોનું સ્મરણ કરવામાં આવ્યું છે કે જેમના નામો આગળની ૪૯ ગાથાઓમાં ન લઈ શકાયાં હોય અને જે સૂત્રકારના અનુભવથી અજ્ઞાત મૃતધરો પહેલાં થઈ ગયા હોય; તેમને પણ વંદન કરવામાં આવેલ છે. તે ગાથા આ છે–
जे अण्णे भगवंते, कालिय सुय आणुओगिए धीरे ।
ते पणमिउण सिरसा, णाणस्स परूवणं वोच्छं ॥५०॥ આમ કાલિક શ્રુત(અંગસૂત્ર) તથા તેના અનુયોગ ‘વિસ્તૃત વિશ્લેષણની પરંપરા' ભગવાનના શાસનમાં નંદી સૂત્ર કર્તા શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણ સુધી મૌખિક ચાલતી રહી. આને કારણે ક્ષમાશ્રમણે નંદીસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ કરીને ગણધર, જિન પ્રવચન તથા સુધર્મા સ્વામીથી દેવ દુષ્યગણિ સુધીના ૩૧ સ્થવિરોની સ્તુતિ કરીને વંદના કરી છે. આ દેવ દુષ્યગણિ, દેવર્ધિગણીના દીક્ષા ગુરુ અથવા વાચનાચાર્ય હતા.
- ત્યારબાદ સૂત્રોને લિપિબદ્ધ કરવાનો ક્રમ દેવર્ધિગણિથી શરૂ થયો, જે વિધિવતું અને સ્થાયી રીતે કરવામાં આવેલ છે. તેમના પહેલાં પણ આ ક્રમની શરૂઆત થઈ હશે પણ તે તેટલી મહત્વની કે વ્યાપક ન થઈ શકી. સૂત્રને લિપિબદ્ધ કરવાનું આ કાર્ય ખૂબ જ અઘરું હતું. વળી અનુયોગ–અર્થ વ્યાખ્યાનને લિપિબદ્ધ કરવાનું તો તે સમયે કલ્પનાતીત જ ગણાતું. એટલે એનું આલેખન સ્થિગિત કરવામાં આવ્યું. સંતોષ એમ માનવામાં આવ્યો કે અર્થ વ્યાખ્યાન કરવાની પદ્ધતિ તો અનુયોગ દ્વાર સૂત્રમાં સુરક્ષિતપણે ગૂંથેલી છે, તેટલી તો લિપિબદ્ધ છે જ. તેમજ સૂત્રોના સામાન્ય જરૂરી ઉપયોગી અર્થ અને ક્વચિત્ અનુયોગ પણ ગુરુ પરંપરાથી મૌખિક ચાલ્યા કરે છે.
દેવર્ધિગણિ ક્ષમાશ્રમણને હજ ૪૦-૫૦ વર્ષ પણ પૂરા નહિ થયા હોય ત્યાં તો વ્યાખ્યાઓને લિપિબદ્ધ કરવાનું કાર્ય શરૂ થઈ ગયું હતું. પરંતુ આ કાર્ય એક સાથે સામુહિક રૂપથી નહોતું મંડાયું; વ્યક્તિગત રીતે થોડા ર્થોડા સમયે
Jain Education International
For Private & Personal Use Only
rary.org