________________
૪૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
છે. વ્યાખ્યાઓમાં આવી પદ્ધતિ શ્વેતાંબર જૈન આગમો સિવાય દિગમ્બર જૈન આગમ ષટ્રખંડાગમ” આદિની ટીકાઓમાં પણ જોવા મળે છે. આનાથી પણ આ સૂત્રોક્ત અનુયોગ પદ્ધતિની મહત્તા તથા આવશ્યકતાનું અનુમાન કરી શકાય છે. અનુયોગ દ્વાર સૂત્રનું વિષય સંકલન – (૧) જ્ઞાનના ભેદો – મતિ આદિ. (ર) શ્રુતજ્ઞાનના ઉદ્દેશ આદિ. (૩) આવશ્યક સૂત્રનું, કૃતનું, સ્કંધનું અનુક્રમથી નિક્ષેપ દ્વારા પ્રરૂપણ. (૪) અનુયોગના ચાર દ્વાર તથા પ્રથમ ઉપક્રમ દ્વારનું વિભાગ વર્ણન. (૫) આનુપૂર્વ વિસ્તારમાં (૪) એકથી દસ નામ વર્ણન વડે વિવિધ ભાવોનું નિરૂપણ નામાનુપૂર્વી. (૭) ચાર પ્રમાણ સ્વરૂપ (૮) માન, ઉન્માનના ભેદ અને સ્વરૂપ (૯) ત્રણ પ્રકારના અંગુલ (૧૦) જીવોની અવગાહના (૧૧) સ્થિતિ (૧૨) પાંચ શરીરના બંધનમુક્તનું વર્ણન. (૧૩) પ્રત્યક્ષ પ્રમાણ વગેરે ભાવ પ્રમાણ. (૧૪) સંખ્યાત, અસંખ્યાત વર્ણન (૧૫) પલ્યોપમ અને સાગરોપમનું માપ(ડાલા-પાલા વર્ણન) (૧૬) અર્થાધિકાર (૧૭) સમાવતાર (૧૮) ચાર નિક્ષેપ દ્વારા (૧૯) અનુગમ દ્વારા નિરૂપણ (૨૦) સામાયિક સ્વરૂપ (૨૧) નય પ્રરૂપણ નોંધ :- આ બધા અનુયોગ દ્વાર સૂત્રમાં વર્ણવેલા વિષયો છે. જીવોની અવગાહના, સ્થિતિ, બદ્ધમુક્ત શરીરોના વર્ણન, પ્રજ્ઞાપના સૂત્રમાં હોવાથી અહીં આ પુષ્પમાં સામેલ કર્યા નથી. આગમોમાં આ સૂત્રનું સ્થાન – વ્યાખ્યા પદ્ધતિનું સૂચક એવું આ અનુયોગદ્વાર સૂત્ર અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્ર છે, એમ નદી સૂત્રની સૂત્ર સૂચિમાં દર્શાવવામાં આવ્યું છે. હાલમાં શ્વેતાંબર સ્થાનકવાસી પરંપરામાં આને મૂળ સૂત્રોમાં ગણી લેવામાં આવ્યું છે.
જ્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં આને ચૂલિકા સૂત્રમાં ગણવામાં આવ્યું છે. આ
સૂત્રમાં મુખ્યપણે “આવશ્યકસૂત્ર” તથા “સામાયિક આવશ્યક પર અનુયોગ પદ્ધતિથી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org