________________
તત્ત્વ શાસ્ત્ર : અનુચોગદ્વાર સૂત્ર
૪૩
શરૂ થતું રહ્યું અને લખાતું રહ્યું. તેના પ્રારંભકર્તા વરાહમિહિરના ભાઈ, બીજા ભદ્રબાહુ સ્વામી હતા. તેમણે જે દસ સૂત્રો ઉપર વ્યાખ્યાઓ લખી તેનું નામ નિયુક્તિ રાખેલું. પછીથી આગળ ઉપર આવશ્યક્તાનુસાર વ્યાખ્યાઓ ઉપર વ્યાખ્યાઓવિસ્તૃત સ્પષ્ટ અર્થવાળી લખવામાં આવી. આમ કંઠસ્થ વ્યાખ્યાઓને ગ્રંથસ્થ કરવામાં આવતા, તેમના ભાષ્ય, ચૂર્ણિ, અવચૂરી, દિપિકા, ટીકા, ટબ્બા વગેરે નામો રાખવામાં આવ્યા. નામકરણ ગમે તે હોય પરંતુ આ બધા સૂત્રોની વ્યાખ્યાઓ સૂત્રોના અર્થ અને વિશ્લેષણરૂપ જ છે અને તે પ્રાચીનકાળમાં સૂત્રના અનુયોગરૂપે ઓળખાતી હતી.
આજે પણ શબ્દ કોષમાં અનુયોગ શબ્દનો અર્થ પરમાર્થ મળે છે. તેમાં પણ પ્રમુખ અર્થ એ છે કે અનુયોગ અર્થાત્ સૂત્રોના અર્થ તથા વિસ્તૃત વ્યાખ્યાઓ. એ વ્યાખ્યાઓની વિશેષ ક્રમિક પદ્ધતિ હોય છે તેને જ “અનુયોગ પદ્ધતિ' કહેવાય છે.
પ્રસ્તુત અનુયોગ દ્વાર સૂત્રમાં મુખ્યપણે એ અનુયોગ પદ્ધતિને પ્રયોગાત્મક રૂપથી રજૂ કરવામાં આવી છે. તેથી આ સૂત્રનું અનુયોગ દ્વાર સૂત્ર સાર્થક નામ રાખવામાં આવ્યું છે. આમા જે પદ્ધતિ દર્શાવવામાં આવી છે તેવીજ રીતે નિયુક્તિ ભાષ્યોમાં પણ સુત્રના અર્થનું વ્યાખ્યાન પ્રાયઃ તે પદ્ધતિને
અવલંબિત છે, જે આજે પણ જોવા મળે છે. - આ પ્રકારે આ સૂત્રની મૌલિકતા અને આવશ્યકતા અત્રે સ્પષ્ટ કરવામાં આવેલ છે. પરંતુ ઈતિહાસના પાનાઓમાં આ વિષે કેટલીક ભ્રામક પરંપરાઓ પ્રવર્તે છે, જેના વિશે થોડીક બાબતો અહીં રજૂ કરવી આવશ્યક છે જેમ કે– “આર્ય રક્ષિત સ્મૃતિ દોષને ધ્યાનમાં રાખીને સૂત્રમાંથી તેના અનુયોગનો છેદ કરી નાખ્યો, જેવિચ્છેદ થઈગયું તથાપિ સંકેત દર્શન માટે આ અનુયોગ દ્વાર સૂત્રની રચના કરી.”
પરંતુ આ કથન નંદીસૂત્ર સંબંધી ઉપર કરવામાં આવેલ ચર્ચાથી અલગ છે. અનુયોગધર આચાર્ય તો આર્ય રક્ષિત પણ હતા તથા દુષ્યગણિ પણ હતા અને એવા અન્ય પણ અનુયોગધર દેવર્ધિગણી ક્ષમાશ્રમણના સમયે મોજૂદ હતા. તેઓને પણ અંતિમ ગાથામાં યાદ કરીને સત્કારિત, સન્માનિત કરી નમન કરવામાં આવેલ છે. જો અનુયોગ વિચ્છેદ થયું હોત તો તેના પછી બીજા અનેક બહુશ્રુત અનુયોગધર કઈ રીતે થાત? પરંતુ ઇતિહાસના નામે આવી અણઘડ પરંપરાઓનો પ્રવાહ ચાલ્યા કરે છે. આવી ઘણી બાબતોનો સંગ્રહ કરી તેને એક સ્વતંત્ર ઐતિહાસિક પરિશિષ્ટના રૂપમાં રજૂ કરવાનો સંકલ્પ છે. જેના માટે જુઓ અનુસંધાન પરિશિષ્ટ વિભાગ ખંડ–૮.
કાળાંતરે કોઈ એક યુગમાં મૌલિક સૂત્રોને પણ ચાર અનુયોગમાંથી કોઈ પણ એક અનુયોગમાં કલ્પિત કરવામાં આવ્યા છે. પણ ખરેખર તો અનુયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org