________________
તત્ત્વ શાસ્ત્ર ઃ નંદી સૂત્ર
અપેક્ષાએ કેવળજ્ઞાનીના ભેદ–વિકલ્પ ઉપચારથી હોય છે. પરન્તુ વાસ્તવમાં કેવળ જ્ઞાનના કોઈ ભેદ વિકલ્પ હોતા નથી એ સ્પષ્ટ છે. કેવળજ્ઞાન સાદિ અનંત છે અર્થાત્ એક દિવસ આ જ્ઞાન પ્રકટ થાય છે, તેથી સાદિ છે અને તે સદા તથા સર્વદા રહેશે તેથી અનંત છે. પાંચ પદોમાં પ્રથમ અને બીજા પદમાં અર્થાત્ અરિહંત અને સિદ્ધોને કેવળજ્ઞાન હોય છે. શેષ ત્રણ પદમાં કોઈકને હોય છે અને કોઈકને નથી હોતું. કેવળજ્ઞાનનો વિષય :– (૧) દ્રવ્યથી- કેવળજ્ઞાની રૂપી અરૂપી સર્વ દ્રવ્યોને જાણે અને જુએ (૨) ક્ષેત્રથી– સર્વ લોક અલોકને જાણે, જુએ(૩) કાળથી– સંપૂર્ણ ભૂત ભવિષ્યને જાણે-જુએ (૪) ભાવથી– સર્વે દ્રવ્યોની સર્વે પર્યાયોને, અવસ્થાઓને જાણે-જુએ. કેવળજ્ઞાનથી સંપૂર્ણ પદાર્થો અને ભાવોને જાણીને કેવળી થોડા તત્ત્વોનું જ કથન વાણી દ્વારા કરે છે. તેમનો આ વચન યોગ હોય છે. એમનું આ પ્રવચન, સાંભળનારા માટે શ્રુતજ્ઞાન બની જાય છે.
મતિ આદિ ચાર જ્ઞાન એક સાથે એક વ્યક્તિમાં હોઈ શકે છે. કેવળ જ્ઞાન એકલું જ હોય છે. શેષ ચારે જ્ઞાન કેવળજ્ઞાનમાં વિલીન થઈ જાય છે. જેમ કોઇ મકાનની એક દિશામાં ચાર દરવાજા છે, તેને હટાવીને આખી દિશા ખુલ્લી કરીને જ્યારે એક જ પહોળો માર્ગ બનાવી દેવામાં આવે છે, ત્યારે તેમાં પ્રવેશ દ્વાર ૪ અથવા ૫ નહીં પરંતુ એક જ માર્ગ કહેવામાં આવે છે. ચાર દરવાજાઓના ચાર માર્ગ પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. એ જ રીતે એક કેવળજ્ઞાનમાં જ ચારે ય જ્ઞાન સમાવિષ્ટ થઈ જાય છે. કેવળજ્ઞાનથી વિશેષ કોઈ જ્ઞાન હોતું નથી. આ સર્વોપરી જ્ઞાન છે અને આત્માની સર્વશ્રેષ્ઠ નિજ સ્વભાવ અવસ્થા છે. કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવા સંપૂર્ણ તપ, સંયમની સાધનાનો સ્વીકાર કરવો જરૂરી છે.
॥ નંદી સૂત્ર સારાંશ સંપૂર્ણ ॥
પરિશિષ્ટ-૧ :
34
ભગવતી સૂત્ર અને નંદીસૂત્રમાં જ્ઞાનનો વિષય
મતિ જ્ઞાનને બાદ કરતાં ચાર જ્ઞાનનો વિષય બન્ને સૂત્રોમાં સરખો છે. મતિજ્ઞાન માટે નંદી સૂત્રમાં ‘અપેક્ષાએ મતિજ્ઞાની સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને જાણે કિંતુ દેખે નહીં,' આવું વિધાન કરવામાં આવેલ છે. જ્યારે ભગવતીસૂત્રમા ‘અપેક્ષાથી જાણે અને દેખે' એમ કહેવામાં આવ્યું છે.
જ્યાં અપેક્ષા શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યાં જાણવાનું અને જોવાનુ બન્નેનો સ્વીકાર કરવો ઉચિત જ હોય. તેથી ભગવતીસૂત્રનો પાઠ શુદ્ધ ગાય
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org