________________
૩૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
કારણ કે અપેક્ષા શબ્દ લગાડીને પણ મૂળમાં જોવાનો નિષેધ કરવો અને પછી ટીકામાં સ્પષ્ટીકરણ કરવું કે અમુક અપેક્ષાથી જુએ અને અમુક અપેક્ષાથી ન પણ જુએ, એ બરાબર નથી. - તેથી એમ માની લેવું જોઈએ કે ભગવતી સૂત્રનું કથન બરાબર છે અને નંદીના પાઠમાં કયારેય પણ જોવાના શબ્દ સાથે “ન' ઉમેરવામાં આવી ગયો છે. કદાચ તે લિપિ દોષથી આવ્યો કે કયારેક સમજના ભ્રમથી આવી ગયો હોય.
અપેક્ષા શબ્દ લાગવાથી બહુજ શકયતા તેમાં સમાઈ જાય છે. અપેક્ષાથી સર્વદ્રવ્ય, ક્ષેત્રને જાણવાનું બન્ને સૂત્રોમાં મતિજ્ઞાન માટે તો પાઠ છે જ અને શ્રુત-જ્ઞાન માટે પણ બન્ને સૂત્રોમાં સર્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવને અપેક્ષાથી જાણવું જોવું એમ સરખું જ કહેવામાં આવ્યું છે, (ઉપયોગ હોય ત્યારે) પરિણામ એ થયું કે નંદીમાં મતિજ્ઞાનનો પાઠ ભગવતી સૂત્રની જેમજ હોવો જોઈએ.
આ લિપિ દોષ ટીકાકારોના જમાના પૂર્વથી જ આવી ગયેલ છે, છતાં પણ ભગવતી સૂત્રના પાઠને જોઈ જાણી એને સુધારી લેવો જોઈએ. સાર:- મતિજ્ઞાની અપેક્ષાથી સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને જાણે–જુવે
પરિશિષ્ટ – ૨:
(નંદીસૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં દ્વાદશાંગી-પરિચય)
સમવાયાંગ સૂત્રમાં વિષય-વર્ણન કંઈક વધારે અને વિસ્તારથી કહેવામાં આવ્યું છે અને નંદીમાં કંઈક સંક્ષિપ્ત કથન છે. આ સિવાય ઘણી ખરી સમાનતા છે. થોડીક જ ભિન્નતા છે. જેમ કે(૧) નંદીમાં ભગવતીની પદ સંખ્યા બે લાખ અઠયાસી હજાર છે. જ્યારે સમવાયાંગમાં ચોર્યાસી હજાર છે. (૨) નદીમાં અંતગડ સૂત્રના આઠ વર્ગ અને આઠ ઉદ્દેશન કાલ કહેવાયા છે, અધ્યયન કહ્યા નથી. જ્યારે સમવાયાંગમાં સાત વર્ગ, ૧૦ અધ્યયન અને દસ ઉદ્દેશન કાલ કહ્યા છે. (૩) નદીમાં અનુત્તરોપપાતિક સૂત્રના ત્રણ વર્ગ અને ત્રણ ઉદ્દેશન કાલ કહ્યા છે. સમવાયાંગમાં દસ અધ્યયન દસ ઉદ્દેશનકાલ અને ત્રણ વર્ગ કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org