________________
તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર
ઠાણાંગસૂત્રમાં કંઈક પરિચય અને તેની વિચારણા :
૧. ઉપાસકદશા ૨. અંતગડદશા ૩. અનુત્તરોપપાતિકદશા ૪. પ્રશ્નવ્યાકરણ ૫. વિપાકસૂત્ર. આ સૂત્રોના અધ્યયનોની સંખ્યા અને નામ દસમા ઠાણામાં આવેલ છે.
36
નંદી અને સમવાયાંગમાં સૂત્રોના પરિચયમાં અધ્યયનોની સંખ્યા તો છે પરંતુ અધ્યયનોના નામ કયાંય પણ નથી.
વર્તમાનમાં ઉપલબ્ધ અને આ શાસ્ત્રોમાં કહેવાયેલ અધ્યયનોની સંખ્યા અને નામોમાં તફાવત અને સરખાપણું આ પ્રકારે છે—
(૧) ઉપરના પાંચ સૂત્રોની અધ્યયન સંખ્યા ઠાણાંગમાં ૧૦-૧૦ જ કહેલ છે. જ્યારે સમવાયાંગમાં ચાર સૂત્રોની દસ-દસ કહેલ છે અને પ્રશ્નવ્યાકરણની ૪૫ કહેલ છે. જ્યારે નદીમાં ફક્ત વિપાક અને ઉપાસકદશા એ બે સૂત્રોની જ અધ્યયન સંખ્યા દસ-દસ કહેલ છે. બે સૂત્ર અંતગડ અને અનુત્તરોપપાતિકની અધ્યયન સંખ્યા જ કહેલ નથી અને પ્રશ્નવ્યાકરણ સૂત્રની ૪૫ અધ્યયન સંખ્યા કહેલ છે.
(૨) છતાં પણ વર્તમાનમાં ઉપલબ્ધ અંતગડસૂત્રના નેવું અધ્યયનો છે અને અનુત્તરોપપાતિકના તેત્રીસ અધ્યયનો છે. બાકીના ત્રણ સૂત્રોના દસ-દસ અધ્યયન
મળે છે.
(૩) ઠાણાંગમાં કહેલ ઉપાસક દશાના દસ અધ્યયનોના નામો વર્તમાનમાં પણ એજ મળે છે. જ્યારે વિપાકના નામો અને અનુત્તરોપપાતિકના નામોમાં ભિન્નતા છે અને પ્રશ્ન વ્યાકરણના દશ અધ્યયનો બધાય જુદા મળે છે.
આ તફાવતોના કારણોની ઘણી રીતથી કલ્પનાઓ કરવામાં આવે છે. છતાં શાસ્ત્રોમાં કોઈ કારણત્તો સંકેત પણ મળતો નથી.
સાર ઃ– ઉપાસકદશા સૂત્રના સંબંધમાં બધી સરખામણી છે. વિપાકસૂત્રના અધ્યયનના નામોમાં જુદાપણુ છે અને ત્રણ સૂત્રોનું વર્ણન જોતા જે મળે છે તે ઘણું જુદુંજ છે. આથી ફલિત થાય છે કે ત્રણ અંગ આગમોનું પૂરેપૂરું બદલાયેલું રૂપ મળે છે અને વિપાક સૂત્રના કેટલાક અધ્યયનોમાં પરિવર્તન દેખાય છે. બાકી સાત અંગસૂત્રોની કોઇપણ પ્રકારની વિભિન્નતાની આ પરિચય સૂત્રોમાં ચર્ચા નથી.
આચારાંગ સૂત્રના પાછલા બે અધ્યયન ભાવના અને વિમુક્તિ “બંધદશા સૂત્ર’’ના સાતમા, આઠમા અધ્યયન છે, એમ ઠાણાંગ સૂત્રમાં કહેલ છે. તેનું કારણ એ છે કે નિશીથ અધ્યયનને આચારાંગથી અલગ પાડવામાં આવ્યું છે. જેથી આ અધ્યયનોનું કંઈક પરિવર્તન થયેલ છે અને આચારાંગની અધ્યયન સંખ્યાની પૂર્તિ કરવામાં આવેલ છે. મતલબ એ કે બંધદશા સૂત્રના જ ભાવના અને વિમુક્તિ
નામક સાતમા આઠમા અધ્યયન આચારાંગમાં રાખવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org