________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ઋજુમતિનું જ્ઞાન એ જ ભવમાં નષ્ટ થઈ શકે છે. જ્યારે વિપુલમતિનું જ્ઞાન આખા ભવ સુધી રહે છે. આ તેની વિશેષતા છે. કોઈ ધારણા થકી વિપુલમતિ એજ ભવમાં મોક્ષ પામે છે. જ્યારે ૠજુમતિ મનઃપર્યવજ્ઞાનીને ભવિષ્યમાં અનેક ભવ પણ કરવા પડે છે. સામાન્ય અંતરપણ કયારેક મહત્ત્વનું થઈ જાય છે. જેમ કે ચુંટણીમાં એક મત ઓછો પડયો તો બીજા પાંચ વર્ષ રાહ જોવી પડે. એવી જ વિશેષતા બન્ને પ્રકારના મનઃપર્યવ જ્ઞાનમાં છે. તેથી બે પ્રકાર કહ્યા છે. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનની તુલના :–
૩૪
(૧) અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે.
(૨) અવધિજ્ઞાન બધા પ્રકારના રૂપી દ્રવ્યોનો વિષય કરે છે. જ્યારે મન:પર્યવ જ્ઞાન ફક્ત મનોદ્રવ્યોનો વિષય કરે છે.
(૩) અવધિજ્ઞાન ચારેય ગતિમાં હોય છે, મનઃ પર્યવ જ્ઞાન ફક્ત મનુષ્ય ગતિમાં જ હોય છે.
(૪) અવધિજ્ઞાન મિથ્યાત્વ આવ્યા પછી નષ્ટ થતું નથી પરંતુવિભંગજ્ઞાનમાં પરિવર્તિત થાય છે જ્યારે મનઃ પર્યવજ્ઞાન મિથ્યાત્વ આવ્યા પછી સમાપ્ત થઇ જાય છે.
(૫) અવધિજ્ઞાનની સાથે અવધિ દર્શન હોય છે, મનઃપર્યવજ્ઞાનની સાથે કોઈ દર્શન નથી હોતું.
(૬) અવધિજ્ઞાન આગામી ભવમાં સાથે જાય છે. મનઃપર્યવજ્ઞાન પરભવમાં સાથે જતું નથી.
(૭) મન:પર્યવ જ્ઞાનનો વિષય દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અલ્પ છે, અવધિજ્ઞાનનો વિષય અત્યંત વિશાળ છે. અર્થાત્ અવધિજ્ઞાની સંપૂર્ણ શરીરના ચિકિત્સક સમાન છે, તો મનઃપર્યવ જ્ઞાની કોઈ એક અંગના વિશેષજ્ઞની સમાન છે. (૫) કેવળજ્ઞાન :– કેવળજ્ઞાન આત્માનો નિજ ગુણ-સ્વભાવ છે. અનાદિકાળથી આત્મા જ્ઞાનાવરણીય કર્મથી આવૃત્ત છે. જ્યારે આત્મા સદનુષ્ઠાનરૂપ તપ સંયમ દ્વારા મોહ કર્મનો ક્ષય કરીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મોનો એક સાથે ક્ષય કરે છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને કેવળદર્શન પણ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન આવરણ રહિત અને સંપૂર્ણ જ્ઞાન છે. આ જ્ઞાન દ્વારા રૂપી અરૂપી સમસ્ત પદાર્થો તથા સમસ્ત પર્યાયોનું જ્ઞાન થાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી કયારે ય પણ નષ્ટ થતું નથી અર્થાત્ આ અપ્રતિપાતિ જ્ઞાન છે. મનુષ્ય દેહ છૂટયા પછી પણ આ જ્ઞાન યથાવત્ આત્મામાં રહે છે. અનંત સિદ્ધો અને હજારો મનુષ્યનું કેવળ જ્ઞાન એક જ હોય છે; એમાં કોઈ ભેદ કે વિભાગ નથી હોતા.
કેવળજ્ઞાની મનુષ્ય અને સિદ્ધોની અવસ્થાઓ વિભિન્ન હોય છે. એ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International