________________
તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર
પ્રદેશી સંધોને જાણે દેખે છે.
(૨) ક્ષેત્રથી– મનઃ પર્યવજ્ઞાની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે દેખે છે, ઉત્કૃષ્ટ નીચે ૧૦૦૦ યોજન‚ ઉપર ૯૦૦ યોજન તથા ચારે દિશામાં ૪૫ લાખ યોજન ક્ષેત્રમાં રહેલા સન્ની દેવ મનુષ્ય તિર્યંચોના વ્યક્ત મનના ભાવને જાણે દેખે છે.(જે પ્રકારે અસ્પષ્ટ શબ્દ સાંભળી શકાતા નથી તે પ્રકારે અસ્પષ્ટ મનને જાણી-દેખી શકાતા નથી.)
33
(૩) કાળથી– જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયના ભૂત અને ભવિષ્યના મનને જાણી જોઈ શકે છે. ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયના ભૂત અને ભવિષ્યના મનને જાણી દેખી શકે છે.જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્ને કથનની અપેક્ષાએ તો એક જ છે, પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ વધારે છે એમ સમજી લેવું જોઈએ(જો જઘન્ય ઉત્કૃષ્ટ વાસ્તવમાં સમાન જ હોય તો તેને આગમમાં જઘન્ય ઉત્કૃષ્ટ નહીં કહેતા અજઘન્ય અનુત્કૃષ્ટ કહેવાય છે.) (૪) ભાવથી-મન:પર્યવજ્ઞાની અનંત ભાવોને જાણી શકે છે, જોઈ શકે છે.
પરિશેષ વાર્તા ઃ
પ્રશ્નઃ— જો અવધિજ્ઞાની રૂપી પદાર્થોને જાણે છે તો શું તે સ્વયંની સીમામાં રહેલા જીવોના મનને જાણી-દેખી શકે છે ?
ઉત્તર :- હા જાણી-દેખી શકે છે. આને દષ્ટાંત દ્વારા સમજીએ. એક ટપાલઘરમાં ઘણી વ્યક્તિ કામ કરતી હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ તારની અનુભવી હોય છે. કોઈને તાર વિષે અનુભવ નથી પણ તેને શ્રોતેન્દ્રિય તો છે જ તેથી તાર સંદેશાના ટિક ટિક અવાજને સાંભળી શકે છે પરંતુ સમજી શકતી નથી. તેવી રીતે તેટલું અંતર અવધિજ્ઞાની અને મનઃપર્યવજ્ઞાની વચ્ચે રહેલું છે. અથવા એક ડોકટર ચક્ષુરોગનો નિષ્ણાત છે અને બીજો સંપૂર્ણ શરીરનો ચિકિત્સક છે. તે આંખની ચિકિત્સા પણ કરે છે, પરંતુ આંખના વિષયમાં ચક્ષુ વિશેષજ્ઞની ચિકિત્સા તથા શરીર નિષ્ણાતની ચિકિત્સામાં અંતર હોવું સ્વાભાવિક છે. તેવીજ રીતે અવધિજ્ઞાની દ્વારા મનના પુદ્ગલને જાણવામાં ને મન:પર્યવજ્ઞાની દ્વારા મનના પુદ્ગલને જોવા અને જાણવામાં ઘણું અંતર હોય છે, એમ સમજવું જોઈએ.
પ્રશ્ન :-- - ઋજુમતિ અને વિપુલમંત બન્ને લગભગ સરખા છે. તો આ વિભાગને કેમ સમજવા ?
ઉત્તર ઃ- જેમ કે બે વિધાર્થીઓએ એક જ વિષયની પરીક્ષા આપી. એક પ્રથમ શ્રેણીમાં આવે છે બીજો દ્વિતીય શ્રેણીમાં આવે છે. તેથી સ્પષ્ટ છે કે પ્રથમશ્રેણી પ્રાપ્ત કરનાર વિધાર્થીનું જ્ઞાન વિશેષ છે. એની શ્રેણી આગળ છે. ભવિષ્યમાં પણ એનો પ્રવેશ પ્રથમ આવશે. એવી રીતે ઋજુમતિ અને વિપુલમતિમાં ફેર સમજવો.
Jain Education International
• For Priyate & Personal Use Only
www.jainelibrary.org