________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ભાષા વર્ગણાની જેમ મન વર્ગણા પણ રૂપી છે. વચન યોગ દ્વારા ભાષા વર્ગણાનું ભાષારૂપમાં પરિણમન થાય છે. તેવી રીતે મનોયોગ દ્વારા મન વર્ગણાના પુદ્ગલનું મનરૂપમાં પરિણમન થાય છે. મનરૂપમાં પરિણત એ પુદ્ગલોને ઓળખવા તે મન:પર્યવજ્ઞાનનો વિષય છે.
૩ર
(૨) જે રીતે શ્રવણેન્દ્રિયનો વિષય છે, કોઈના વચનને શ્રવણ કરવું, તે રીતે મનઃ પર્યવજ્ઞાનનો વિષય છે કોઈના મનને જાણી લેવું. કોઈ વ્યક્તિ વચન દ્વારા કોઈની નિંદા કરે અથવા કોઈની પ્રશંસા કરે તથા વચમાં એ વ્યક્તિ સંબંધિત નામ લે એ સાંભળવાનો વિષય છે. પરંતુ આ વ્યક્તિ કોણ છે, કઈ જાતિની છે, એનો વક્તા સાથે શું સંબંધ છે ? નિંદા અથવા પ્રશંસાનુ કારણ અથવા નિમિત્ત શું છે ? વગેરે જ્ઞાન વક્તાના તાત્પર્યાર્થથી સમજાય અથવા સ્વયંના ચિંતન કે ક્ષયોપશમથી જાણી શકાય, તેવી રીતે મનઃપર્યવજ્ઞાન દ્વારા મન પરિણત પર્યાયોનું જ્ઞાન થાય છે. અન્ય વિષયોનું જ્ઞાન મનના પર્યાયના અનુપ્રેક્ષણ દ્વારા થાય અથવા અન્ય અનુભવ બુદ્ધિ આદિથી અથવા તો તેની આગળ-પાછળના મનથી જાણી શકાય છે. (૩) આ મનઃપર્યવજ્ઞાન ફક્ત મનુષ્યને થાય છે, અન્ય ત્રણ ગતિમાં નથી હોતું. તે દ્રવ્ય અને ભાવથી સંયમ પર્યાયમાં જ થાય છે. ફક્ત દ્રવ્ય સંયમ હોય તો નથી થતું અથવા ફકત ભાવ સંયમ હોય પણ દ્રવ્ય સંયમ ન હોય તો પણ નથી થતું. સંયમી પણ જ્યારે અપ્રમત્તયોગમાં હોય ત્યારે તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. પ્રમત્ત અવસ્થામાં મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન નથી થતું. સાતમા ગુણસ્થાનમાં ઉત્પન્ન થાય છે. એકથી છ ગુણ સ્થાનમાં ઉત્પન્ન થતું નથી.
(૪) જેમ વચન અથવા ભાષાના દ્રવ્ય અને ભાવ એવા કોઈ વિકલ્પ નથી હોતા તેમ મનના પણ દ્રવ્યને ભાવનો આગમમાં કોઈ વિકલ્પ કહ્યો નથી. આની પ્રક્રિયા પૂર્ણ ભાષા પરિણમનની જેમ છે. જેવી રીતે ભાષાનો રૂપી, અરૂપી વિકલ્પ નથી હોતો તેવી રીતે મનના રૂપી અરૂપી વિકલ્પ નથી હોતા. એ બન્ને રૂપી હોય છે. ગ્રંથોમાં મનના દ્રવ્ય અને ભાવ વિકલ્પ બતાવ્યા છે. પરંતુ એની કોઈ આવશ્યકતા કે ઉપયોગિતા નથી.
(૫) આ મન:પર્યવજ્ઞાન બે પ્રકારના હોય છે— ૧. ઋજુમતિ મનઃપર્યવજ્ઞાન ૨. વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન. ઋજુમતિની અપેક્ષાએ વિપુલમતિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિશુદ્ધ વિપુલ અને નિર્મલરૂપથી વધુ જાણે છે, દેખે છે અને ક્ષેત્રમાં અઢી અંગુલ ક્ષેત્ર એનું વધુ હોય છે. સામાન્ય બુદ્ધિવાળાનું મનઃપર્યવજ્ઞાન ઋજુમતિ મનઃપર્યવજ્ઞાન કહેવાય અને વિશિષ્ટ બુદ્ધિવાળાનું મન:પર્યવજ્ઞાન વિપુલમતિ
મન:પર્યવજ્ઞાન કહેવાય છે.
(૬) મન:પર્યવ જ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી- મન:પર્યવજ્ઞાની સન્ની જીવો (દેવ મનુષ્ય તિર્યંચ)ના મનના(મનરૂપમાં પરિણત પુદ્ગલોના) અનંત અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org