________________
તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર
ર૯ !
કયાંક-કયાંક પ્રતોમાં ભેદ પણ છે. અન્ય આગમોમાં અને અન્ય પ્રતોમાં પડ્ડ છે. તેનો અર્થ થાય કે શ્રુતજ્ઞાની જાણી શકે છે પણ જોઈ શકતો નથી. પરંતુ એકાંત એવું નથી. કોઈ દ્રવ્ય આદિ પ્રત્યક્ષ હોય તો તે જોઈ શકે છે. શ્રુત જ્ઞાનની અધ્યયન તથા શ્રવણ વિધિઃઅધ્યયનના આઠ ગુણ :- (૧) વિનય યુક્ત સાંભળવું (૨) શંકાઓનું પૂછીને સમાધાન કરવું (૩) ફરી સમ્ય પ્રકારથી સાંભળવું (૪) અર્થ અભિપ્રાય ગ્રહણ કરવો. (૫) પૂર્વાપર અવિરોધ વિચારણા કરવી (૬) પુનઃ સત્ય માનવું (૭) નિશ્ચિત કરેલા અર્થને હૃદયમાં ધારણ કરવો (૮) એ જ પ્રમાણે આચરવું. શ્રવણ વિધિ – (૧) મૌન રહી એકાગ્રચિત્તથી સાંભળવું (૨) “હું કાર અથવા “જી હા આદિ કહેવું (૩) “સત્યવચન' તાત્તિ ઇત્યાદિ બોલવું (૪) પ્રશ્ન પૂછવા (૫) વિચાર વિમર્શ કરવો (૬) સાંભળેલા તથા સમજાવેલા શ્રુતમાં પારંગત થવું (૭) પ્રતિપાદન કરવામાં સમર્થ થવું. અધ્યાપનવિધિઃ- આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ આદિ પહેલા સૂત્રોચ્ચારણ શીખવે. પછી સામાન્ય અર્થ અર્થાત્ શબ્દોની સૂત્ર સ્પર્શી નિયુકિત (શબ્દાર્થ) બતાવે. પશ્ચાતુ ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર આદિ એ સર્વેનો આશય વ્યાખ્યા સહિત બતાવે. આ ક્રમ પ્રમાણે અધ્યયન કરાવવાથી ગુરુ શિષ્યને પારંગત બનાવી શકે છે. (૩) અવધિજ્ઞાન :- આ જ્ઞાન મન અને ઇન્દ્રિયોની સહાયતાની અપેક્ષા નથી રાખતું. પણ આત્મા દ્વારા રૂપી પદાર્થો નો સાક્ષાત્કાર કરે છે. આ જ્ઞાનમાં માત્ર રૂપી પદાર્થોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા છે, અરૂપીને નહિ. તે આ જ્ઞાનની મર્યાદા છે. બીજા શબ્દોમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા સાથે આ જ્ઞાન રૂપી દ્રવ્યોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં અવધિ શબ્દ મર્યાદાના અર્થમાં પ્રયુક્ત થયો છે. અવધિ જ્ઞાનના બે પ્રકાર – આ જ્ઞાન ચાર ગતિના જીવોને હોય છે. નરકગતિ અને દેવગતિના જીવોમાં આ જ્ઞાન ‘ભવ પ્રત્યયિક હોય છે અર્થાતુ બધાને જન્મના સમયથી તે મૃત્યુ પર્યત રહે છે. સમ્યગુદષ્ટિનું આ જ્ઞાન અવધિજ્ઞાન કહેવાય છે અને મિથ્યા દૃષ્ટિનું આ જ્ઞાન અવધિ અજ્ઞાન કહેવાય છે અથવા વિભંગ જ્ઞાન' કહેવાય છે. તિર્યંચ અને મનુષ્યમાં ક્ષયોપશમ અનુસાર કોઈ કોઈને આ જ્ઞાન ઉત્પન્ન થાય છે, બધાને નહીં. એકેન્દ્રિયથી ચોરેન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિયના જીવોમાં આ જ્ઞાન નથી હોતું, સન્ની પંચેન્દ્રિયમાં જ હોય છે.
(૧) મનુષ્ય, તિર્યંચના આ જ્ઞાનને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કહેવાય છે. (૨) દેવ નારકીના આ જ્ઞાનને ભવ પ્રત્યયિક અવધિ જ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાનના છ ભેદ – જ્ઞાન દર્શન ચારિત્ર સંપન્ન અણગારને અને ક્યારેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org