________________
૨૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
અંગ પ્રવિષ્ટ સૂત્રોના નામ:- (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતીસૂત્ર) (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશા (૮) અંતકૃતદશા (૯) અનુત્તરોપપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક (૧૨) દષ્ટિવાદ(પૂર્વજ્ઞાન). આનો વિષય પરિચય સમવાયાંગ સૂત્રના સારાંશમાં છે. સમવાયાંગ અને નંદી સૂત્રમાં આપેલ આ વિષય પરિચયમાં થોડી ભિન્નતા છે, તે પાછળ પરિશિષ્ટમાં જોવું. અંગબાહ્ય કાલિક સૂત્ર – ઉત્તરાધ્યયન, નિશીથ, દશાશ્રુત સ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, નિરિયાવલિકાદિ પાંચ વર્ગ અર્થાત્ ઉપાંગ સૂત્ર, મહાનિશીથ, ઋષિભાષિત, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, લ્લિકા વિમાન પ્રવિભક્તિ ઇત્યાદિ ૧૦ અર્થાત્ સંક્ષેપિક દશા, દેવિંદ પરિયાપનિકા, નાગ પરિયાપનિકા, ઉત્થાન શ્રુત, સમુત્થાન શ્રત. અંગ બાહ્ય ઉકાલિક સૂત્ર :- દશવૈકાલિક, ઔપપાતિક, રાજપ્રશ્રીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નંદી, અનુયોગ દ્વાર, સૂર્યપ્રજ્ઞપ્તિ, કલ્પાકલ્પ, ચલકલ્પશ્રુત, મહાકલ્પશ્રુત, મહાપ્રજ્ઞાપના, પ્રમાદાપ્રમાદ, દેવેન્દ્રસ્તવ, તન્દુલવૈચારિક, ચન્દ્રવિદ્યા, પૌરુષી મંડળ, મંડળ પ્રવેશ, વિદ્યાચરણ–વિનિશ્ચય, ગણિવિદ્યા, ધ્યાન વિભક્તિ, મરણ વિભક્તિ, આત્મ વિશુદ્ધિ, વીતરાગ શ્રત, સંલ્લેખનાશ્રુત, વિહાર કલ્પ, ચરણવિધિ, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન.
અંગ પ્રવિષ્ટ સૂત્રોની સંખ્યા બાર છે. અંગ બાહ્યા સૂત્રોની કોઈ સંખ્યા બતાવી નથી. કયારેક વધી જાય છે તો કયારેક ઘટી જાય છે. પ્રત્યેક તીર્થકરના શાસનમાં અલગ અલગ સંખ્યા રહે છે તથા એક તીર્થકરના શાસનમાં પણ પ્રારંભમાં ૧-૨ હોય, ફરી નવા બનતા રહેવાથી વધે અને ક્યારેક વિલુપ્ત-
વિચ્છેદ થવાથી ઘટી જાય છે. તેથી અહીં સૂત્રમાં અંગબાહ્યની કે કાલિક ઉત્કાલિકની સંખ્યા કહેલ નથી.
તીર્થકરની ઉપસ્થિતિમાં એમના સર્વે શિષ્યો વીતરાગવાણીના આધારે પોતાનું વ્યક્તિગત સંકલન કરે છે. તેને પ્રકીર્ણશ્રુત કહે છે. આની સંખ્યા જેટલા સાધુ હોય તેટલી હોય છે. યથા ચોવીસમા તીર્થંકરની પ્રકીર્ણકશ્રુત સંખ્યા ૧૪ હજારની કહી છે. પ્રથમ તીર્થકરના પ્રકીર્ણક સૂત્રોની સંખ્યા ૮૪000 ની કહી છે. આનો સમાવેશ "અંગ બાહ્ય કાલિક યા ઉત્કાલિક સૂત્રમાં થાય છે. શ્રુતજ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી– શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા બધા દ્રવ્યને જાણે-દેખે છે. (૨) ક્ષેત્રથી- શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા સર્વે ક્ષેત્રને જાણે–દેખે છે. (૩) કાળથી– ઉપયોગ દ્વારા શ્રુતજ્ઞાની સર્વેકાળને જાણે-દેખે છે. (૪) ભાવથીશ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા સર્વે ભાવોને જાણે-દેખે છે. આ કથન ઉત્કૃષ્ટ માટે છે. જઘન્ય, મધ્યમ, માટે થોડું ઓછું દ્રવ્ય-ક્ષેત્ર આદિ સમજવું. શ્રુતજ્ઞાનથી સ્પષ્ટ જાણી શકાય છે. પરંતુ જોવું ચિત્ર વગેરેની અપેક્ષાએ સમજવું. આ પાઠમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org